Aug 2016 – Smrutis of the Month

સ્વામિશ્રીજી                     

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિપપ્પાજી શતાબ્દીવંદના

 

ઑગષ્ટ મહિનાની ગુરૂહરિપપ્પાજીની વિશેષસ્મૃતિ

 

 

ઑગષ્ટ મહિનો એટલે ઉત્સવનો મહિનો ! મહિનામાં ઘણાં ઉત્સવો આવે છે. જેવા કે, વાર્ષિક મોટી મહાપૂજા, રક્ષાબંધન, જન્માષ્ટમી, .પૂ.સોનાબાનો પ્રાગટ્યદિન, અનાદિ મહામુક્તરાજ ગુરૂ કૃષ્ણજી અદા જયંતિ, ગુજરાતી પવિત્રભક્તિનો માસ

શ્રાવણ માસ જેવાં અનેક ઉત્સવો છે. અને દરેક ઉત્સવ સાથે ગુરૂહરિ પપ્પાજીની અનેક સ્મૃતિ સંકળાયેલી છે. જેમાંની અલ્પ સ્મૃતિનું આપણે અહીં આચમન કરીએ.

 

 

આમ જોઈએ તો ઑગષ્ટ મહિનો એટલે ચોમેર લીલોતરીનો મહિનો ! ભારતમાં વરસાદની ઋતુ હોય.

ગુરૂહરિ પપ્પાજી ..૧૯૮૦ થી ૨૦૦૨ સુધી દર ઉનાળામાં લંડનના ભક્તોને લાભ આપવા પધાર્યા હોય. અને મહિનામાં તેઓ ભારત પધાર્યા હોય. તેથી ભારતના ભક્તો માટે તો ખૂબ આનંદનો મહિનો હોય ! જમાનામાં ટેકનોલોજી નહીંવત્ હતીમોબાઈલ, ક્મ્પ્યૂટર દ્વારા ફોટા, વિડીયો ત્યાંથી અહીં આવી શકતા નહીં. ટેલિફોનથી પણ દરેક મુક્તો મળી ના શકતા. ફક્ત પત્રથી ગુરૂહરિ પપ્પાજીના સમાચાર મળતાં રહેતાં. ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ બહેનો પત્રની રાહ જોતાં.

 

 

વળી, ઑગષ્ટ મહિનાની રાહ ખાસ જોતાં. “ગુરૂહરિ પપ્પાજીના દર્શન થશે, વિરહની વેદના પૂરી થશે.” દિવસો ગણાય, કલાકો ગણાય. અને દર્શન થાય એટલે જાણે દિવાળી આવી ગઈ હોય તેવું લાગતું. રામ ભગવાન વનવાસ પૂરો થાય અને અયોધ્યા પધારે તેવો આનંદનો મહિનો ભારતના ભક્તો માટેનો હતો.

 

 

 

વળી, ગુરૂહરિ પપ્પાજીએ જૂનજુલાઈમાં બિમારી ગ્રહી છે. ભજન કરાવ્યું છે. ઑગષ્ટ મહિનામાં બિમારીમાંથી બહાર આવીને દિવ્યાનંદ કરાવ્યો છે. અરે પરદેશમાં જઈનેય બિમારીનું ભજન આખા સમાજને કરાવ્યું છે. આંખનો મોતિયો ઉતરાવવો અત્યારે સામાન્ય થઈ ગયું છે. પણ તે સમયમાં જનરલ એનેસ્થેસિયા આપીને ઑપરેશન કરતાં. ગુરૂહરિ પપ્પાજી હાર્ટના પેશન્ટ, ડાયાબિટીસ, બી.પી વગેરે હોવાથી ઑપરેશનનુ જોખમ ખૂબ હતું. તે વખતે દેશપરદેશમાં ખૂબ ધૂન થતી. અને તે બિમારીમાંથી મહિનામાં પાછા વળી જવાતું. અને ગુરૂહરિ પપ્પાજીને બાયપાસ સર્જરી લંડનમાં કરાવી હતી. અને તા.//૯૪ ના દિવસે હ્યુમાના હૉસ્પિટલમાંથી ગુરૂહરિ પપ્પાજીને રજા આપી હતી. આમ, બિમારીમાંથી બહાર નીકળવાનો મહિનો ગણાય છે.

 

 

બહુધા ઉત્સવો ઑગષ્ટ મહિનામાં આવે છે. ઉત્સવપ્રિય પપ્પાજી દર વર્ષે ઉત્સવ મનાવડાવે. અને તેમાંથી આધ્યાત્મિક સાર તારવીને ભવોભવનું ભાથું જીવને તારી આપે. તેવી સનાતન સ્મૃતિઓને ટૂંકમાં અહીં માણીએ.

 

 

() હરિયાળી અમાસદિવાસો

 

 

આજથી ૧૦૦ દિવસ દિવાળીના બાકી હોય. સો સો દિવસ પર્વના ગણાય. ૧૦૦ પરનો માસો એટલે દિવાસો. તેના બીજા દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થાય. એકટાણાની શરૂઆત થાય. પણ ગુરૂહરિ પપ્પાજી હંમેશા એકટાણા શ્રાવણ સુદ .પૂ.બાના પ્રાગટ્યદિન પછીથી શરૂ કરાવે. .પૂ.બાને કોઈ ભૂખ્યું રહે તે ના ગમે. ગુરૂહરિ પપ્પાજી હંમેશા .પૂ.બાની સ્મૃતિ કરાવતા. .પૂ.બા કહે કે, ‘મારા રળ્યા, ખાઈ લે ! પછી બધી વાત.’ પ્રત્યક્ષને ભજીને છતીદેહે ગુણાતીત બનવાની સાધના બહુ અઘરી છે. તે સાધનામાં ગુણાતીતમા.પૂ.બા બધા સાધકોનું અને ગૃહસ્થોનું ફ્રીઝ બનીને કાર્ય કરતાં.

 

 

() .પૂ.બાના પ્રાગટ્યદિનથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય.

 

 

આખા ગુણાતીત સમાજની પાયાની ત્રિપૂટી છે. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી.પૂ.સોનાબા. .પૂ.બાનો ફાળો પાયામાં છે. કોઈ ઘરમાંમાનો જેટલો ફાળો અને સ્થાન હોય તેટલું સ્થાન ગુણાતીત સમાજના ઘડતરમાં .પૂ.બા નું છે. ગુરૂહરિ પપ્પાજી બા માટે કહેતાં કે, શાસ્ત્રીજી મહારાજને સેવી .પૂ.બા નિષ્ઠામાં ૫૦% થી ઉપર જતાં રહ્યાં તો શાસ્ત્રીજી મહારાજ પછી તરત તેવી નિષ્ઠા યોગીજી મહારાજમાં થઈ ગઈ અને યોગીજી મહારાજ પછી .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીની થઈ ગઈ. ત્રણ ત્રણ પેઢી પ્રત્યક્ષ સ્વરૂપોને ખભે ખભા મિલાવી .પૂ.બાએ કાર્ય કર્યું. બહેનોને ભગવાન ભજાવવાના યોગીજી મહારાજના સંકલ્પમાં પ્રથમ યાહોમ પોતાની બે દિકરીઓથી કર્યું. અને પંડે પણ હોમાઈ ગયા. પ્રથમ ૫૧ બહેનોમાં ૧લો નંબર .પૂ.સોનાબાનો છે. એવા .પૂ.બાના અનેક ગુણ છે. અનેક પ્રસંગો છે. જે ગુરૂહરિ પપ્પાજીના મુખે સાંભળ્યા છે. એવા .પૂ.બાને શ્રાવણ સુદ૨ના પ્રાગટ્યદિનના પાયલાગણ સહ જય સ્વામિનારાયણ.

 

 

() .પૂ.બાની સાથોસાથ .પૂ.બેન ના હોય તો કેમ ચાલે ? .પૂ.બા.પૂ.બેન

     એક સિક્કાની બે બાજુ છે. .પૂ.બેનનો સ્મૃતિપર્વ ૨૦૧૪ છે.

 

 

() મહામુક્ત રાજ કૃષ્ણજીઅદા જયંતિ પણ ઑગષ્ટ માસમાં આવે છે. ગુરૂહરિ

      પપ્પાજી જ્યોતમાં શ્રી કૃષ્ણજીઅદાનો જન્મદિવસ મૂર્તિ મૂકાવી ઉજવણી

      કરાવતાં. અને અદાશ્રીનું બ્રહ્મસૂત્ર છે કે,

 

 

નાને સે હો નાના રહીએ, જેસી નાની દૂબ

ઘાસફીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી દૂબ

 

 

() તા.//૬૪ મહાપૂજા પ્રારંભ સ્મૃતિદિન

 

 

ગુરૂહરિ પપ્પાજીએ તારદેવ બહેનોને ભગવાન ભજવાની શરૂઆત કરેલી તે વખતે સુહ્રદભાવ ભર્યું ભજન એટલે મહાપૂજા ! નિષ્કામભાવની મહાપૂજા કરવાનો પ્રારંભ .પૂ.દીદી પાસે કરાવેલો. ત્યારે શ્રાવણ સુદ હતી.

 

દરરોજ મંગલ પ્રભાતે નિષ્કામ મહાપૂજા જ્યોતમાં થાય છે.

વારતહેવારે પ્રસંગોપાત મહાપૂજા સંત બહેનો, સંત ભાઈઓ, ગૃહસ્થ ચૈતન્ય માધ્યમો દ્વારા ઠેર ઠેર થાય છે. ખાતમુહૂર્ત, વાસ્તુ, ભૂમિ પૂજન, લગ્ન પ્રસંગ પહેલાં, શ્રીમંત, જન્મદિવસ, ત્રયોદશી આમ, અનેક સારામાઠા પ્રસંગે ગૃહસ્થો મહાપૂજા કરાવે છે.

 

 

દર મહિનાની તા./૮ના રોજ વર્ષોથી જ્યોતમાં મહાપૂજા થાય છે. જ્યોતજ્યોત શાખામાં અને સદ્દગુરૂઓ સંત બહેનોભાઈઓસંતો દ્વારા વર્ષ દરમ્યાન મહાપૂજા કરાય તેમાં વપરાયેલા શ્રીફળ અને સોપારી આજે બદલાય. નવી સોપારીશ્રીફળનું પૂજન થાય. વળી, જૂના નિષ્ઠાવાળા ભક્તો સાધકો કે ગૃહસ્થોથી માંડીને અલ્પ સંબંધવાળા ભક્તોના નામ આજે મહાપૂજામાં વિદ્યાનગર જ્યોતમાં બોલાય. અત્યારે આશરે ૧૦,૦૦૦ કુટુંબના નામ એટલે કે ૪૦ થી ૫૦ હજાર નામ મહાપૂજામાં બોલાય છે. બધી પ્રેરણા ગુરૂહરિ પપ્પાજીની છે.

 

 

ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત તૈયાર સદ્દગુરૂ A બહેનોભાઈઓને તથા એકાંતિક ચૈતન્ય માધ્યમ ગૃહસ્થોને તથા સંતોને ગુરૂહરિ પપ્પાજીએ આજ્ઞા આપી છે કે, “તમો આશ્રિત ભક્તોની પ્રગતિ માટે સુખ, શાંતિ અને આનંદથી ભગવાન ભજે. પરમ ભાગવત સંત બને, એકાંતિક્પણું સિધ્ધ કરે, ગૃહસ્થો તન, મન, ધન અને આત્માથી સુખિયા થાય તે માટે નિષ્કામભાવની નિઃસ્વાર્થ ભાવે રોજ સુહ્રદ મહાપૂજા કરો ! ભજન કરો ! મહાપૂજામાં બોલવાની પ્રાર્થના સ્વયં ગુરૂહરિ પપ્પાજીએ પોતે લખી છે. ખૂબ મોટી વાત છે. પ્રાર્થના અહીં વાંચીશું. આવું દુનિયામાં ક્યાંય ના હોય ! એવી વાત છે. ગુરૂહરિ પપ્પાજીએ પોતે એકપક્ષીય શ્રમ કર્યો છે. આશ્રિત પાસે આશા નથી રાખી અને ભજન કરીને ઉગાડ્યું છે. ગુરૂહરિ પપ્પાજીની સર્વોપરીતા ! નિષ્કામભક્તિ ! ભક્તોના પણ ભક્ત બની, દાસના દાસ બની અને જીવન જીવ્યાં અને પોતે તૈયાર કરેલા મોટેરાં બહેનોભાઈઓસંતોગૃહસ્થોને આવું કરવા પ્રેરણા આપી છે. ! આટલી તેમની નાની દુનિયા હતી. છતીદેહે ગુણાતીતભાવમાં વિચરતા સાચા સાધુ ઘડવા એમનું ધ્યેય હતું. એમાં /૮ની મહાપૂજા મુખ્ય બાબત છે ! મહાપૂજાની પ્રાર્થના બોલી ધૂન્ય કરવી.

 

 

મહાપૂજાની પ્રાર્થના

 

 

હે પ્રત્યક્ષ ધામ, ધામી ને મુક્તો ! એકાંતિક સંતો, બહેન, યુવકો, ગૃહસ્થ ભાઈ ભાભીઓ !

આપ સર્વને સાકાર સ્વરૂપો માની અરજ કરું છું કે, હું જે જે નામ બોલું છું, તે સર્વેની આગળ પાછળ ફરી રક્ષા કરજો. તે શું ? તો જૂનાં પ્રારબ્ધ આસાનીથી ધોઈ નાખજો ને નવાં ઊભાં થાય તેની કાળજી આપ રાખજો ને અક્ષરધામના પ્રારબ્ધ ને સ્વભાવ થાય તેવી માહાત્મ્યેયુક્ત સેવા, માહાત્મ્યેયુક્ત સ્મૃતિ, માહાત્મ્યેયુક્ત નામરટણ અને માહાત્મ્યેયુક્ત સમાગમ કરવાનું બળ અને પ્રેરણા આપજો.

 

 

સમગ્ર ગુણાતીત મંડળની રક્ષા કરજો, કોઈનેય દેશકાળ લાગવા દેશો.

બધાયને કાળ, કર્મ, માયાના થડકારહિત કરજો. અક્ષરધામની સમાધિમાં રહી આલોકમાં જીવન જીવીએ તેવા મહામાનવ બનાવશોજી.

 

 

() તા.૧૫/૮ ભારત સ્વાતંત્ર્ય દિન

 

 

ગુરૂહરિ પપ્પાજી સ્વતંત્રતાના આગ્રહી ! જ્યોત સંસ્થાના ઘડવૈયા ગુરૂહરિ પપ્પાજીએ દરેક સભ્યને માન્યતા આપી છે. સ્થાન આપ્યું છે. સ્વતંત્રતા આપી છે. દરેકના સૂચનને સ્વીકારી, વિચારી માન્યતા આપી છે. તેમાં ખાસ ગુરૂહરિ પપ્પાજી શિસ્તમાં માનનારા છે. નિયમ ઘડે અને નિયમનું પાલન કરવું. છતીદેહે સુખ, શાંતિ, આનંદથી કેવી રીતે જીવન જીવાય. તેના નિયમોનું ઘડતર ગુરૂહરિ પપ્પાજીએ નાનીમોટી દરેક વાતે કર્યું છે.

 

 

નિયમોની બુક એટલે આચાર સંહિતા ! જેવી રીતે શ્રીજી મહારાજે આશ્રિત ભક્તો માટે શિક્ષાપત્રી લખી હતી.  શિક્ષાપત્રીનું આધુનિક સ્વરૂપ એટલે આચાર સંહિતા! જે ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત ભક્તો પોતાની પૂજામાં રાખે છે. રોજ મંગલ પ્રભાતે પઠન કરે તેવી આજ્ઞા આપી છે.

 

 

એક ૧૫મી ઑગષ્ટે ગુરૂહરિ પપ્પાજીએ સ્વતંત્રતા વિશે વાત કરેલી કે, સ્વતંત્રતા જો નિયમમાં ના રહે,સંપથી કાર્ય ના થાય તો સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે! ભારત દેશ અત્યારે એવો થઈ ગયો છે. આવી સ્વતંત્રતા કરતાં પરતંત્રતા સારી ! અંગ્રેજોના હાથ નીચે હોત તો વધારે સારું ચાલતું હોત ! સારા નેતા આવી જાય તો ભારતની સીકલ બદલાય કહીને ભારત દેશ માટે ધૂન કરાવી હતી.

 

 

પૂ.દિવ્યાબેને ગુરૂહરિ પપ્પાજી માટે એક ઉચ્ચ કોટિનું ગુરૂહરિ પપ્પાજીના જીવનનું દર્શન કરાવતું ભજન બનાવ્યું છે. તે અહીં જોઈએ. તો વધુ ઉચ્ચ દર્શન ગુરૂહરિ પપ્પાજીની સર્વોપરીતાનું આપણે માણી શકીશું.

 

 

કેમ વિસરું પ્રેમ તારો

હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો

 

પ્રાણપુરૂષ તું અમારો

જીવનસાથી ભવભવનો….

 

તેં પ્રેમલ પંથ સર્જયો, તોડન ફોડનથી અનેરો

બસ ખેલો કૂદો ને આનંદો, આજે મોજ આપી છે લૂંટો

 

મૂર્તિમાં મન તમે રાખો

એક સાથે તે માગ્યો….. પ્રાણપુરૂષ

 

તું ધર્મ નિયમથી પરનો, આગ્રહી સ્વતંત્રતાનો

મનગમતી રીત અપનાવો, સત્તા સામર્થી ધરનારો

 

તું અજોડ ધરતી પરનો

પ્રભુ માનવદેહે વિચરતો…. પ્રાણપુરૂષ

 

કલ્પનાતીત મહિમા તારો, માહાત્મ્ય તું સહુનું ગાતો

આવા ભવ્ય અક્ષરમુક્તો, એની સેવાનો મળે ના લ્હાવો

 

ગરજુ તું બની આનંદતો

રાખી સેવકભાવનો નાતો પ્રાણપુરૂષ

કેમ વિસરું

 

 

 

() રક્ષાબંધન

 

 

ભાઈબહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે. ગુરૂહરિ પપ્પાજીએ દરેક તહેવારને આધ્યાત્મિકતામાં પરિણમીને સુંદર શીખ અને ઓપ આપ્યો છે. તેમાં રક્ષાબંધના તહેવારનું ઉદાહરણ મોખરે છે.

 

 

ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું યુગકાર્ય તરીકે વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ અને આજ્ઞાધારી ગૃહસ્થો છે. ગુરૂહરિ પપ્પાજીના માધ્યમે દિવ્ય ભાઈઓબહેનોનો પ્રેમ જાગ્રત કરાવીને ગુરૂહરિ પપ્પાજીએ દિવ્ય પ્રેમને અમરતત્વ અર્પ્યું છે. ..૧૯૬૬માં શ્રી ગુણાતીત જ્યોતની સ્થાપના થઈ ! તે વર્ષે જ્યારે ઑગષ્ટમાં રક્ષાબંધન આવતી હતી. તો ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને પ્રેરણા આપી કે તમો હાથે રક્ષા બનાવીને દિવ્ય ભાઈઓ, .પૂ.સાહેબ અને આઠ સાધક ભાઈઓ હતાં. તથા મુંબઈ, સૌરાષ્ટ્રમાં જે  બહારગામ હતાં તેને ઘરે મોકલાવી ! તે વાતને આજે ૫૦ વર્ષ પૂરા થયા. તે વર્ષથી દર વર્ષે યોગી પરિવારના સર્વે મુક્તોને કુટુંબના દરેક સભ્યની રક્ષા બહેનો બનાવીને મોકલે છે.

 

 

વિદ્યાનગર હોય તેને .પૂ.બાની જગ્યાએ વડિલ બહેનો અથવા કર્મયોગી સાધક બહેનોના હસ્તે બંધાવે છે. તે પહેલાં બધી રાખડી મહાપૂજામાં મૂકી, સમૂહ મહાપૂજા કરી, પ્રાર્થનાથી શક્તિ પૂરી ગુરૂહરિ પપ્પાજીની હસ્ત પ્રસાદીનીએ રાખડીઓના ગુચ્છા છે તેનો સ્પર્શ આપીને રાખડી ઘરે ઘરે પોસ્ટથી મોકલાય છે. વર્ષે ૬૫૦૦૦ નંગ રાખડી દેશ પરદેશમાં ગઈ છે. હાથે બનાવીને મોકલીએ છીએ. બનાવવાની સાનુકૂળતા પણ ગુરૂહરિ પપ્પાજી કરતા જાય છે. આવા રક્ષાબંધનના તહેવારની ગુરૂહરિ પપ્પાજીની અનેક સ્મૃતિઓ છે ! બહેનો ગુરૂહરિ પપ્પાજી માટે જાતજાતની રંગબેરંગી પોતાની કળાનો ઉપયોગ કરીને રાખડી બનાવે અને ગુરૂહરિ પપ્પાજીનો આખો હાથ ભરાઇ જાય એટલી બાંધી આવે.

 

 

તાર્દશ્ય સ્મૃતિ નાના નિર્દોષ બાળક જેવી પણ છે. અને ગુરૂહરિ પપ્પાજી બધા બહેનોની રાખડી પ્રસાદીની કરી આપીને સદ્દગુરૂ A ના હસ્તે બંધાવી તે રાખડી પૂજામાં મૂકી દરરોજ દર્શન કરી પ્રાર્થના કરવી. પ્ર હલાદજીએ ભગવાન પાસે માંગેલુ કે, “તમે મારા દેહની રક્ષા કરી.(ધગધગતા થાંભલાથી બચાવ્યો. પર્વત પરથી ફેંક્યો તોય કાંઈ ના થયું વગેરે. દેહની રક્ષા જરૂર કરી પણ તેને હું રક્ષા નથી સમજતો. પણમારી મારાથી રક્ષા કરજો.’ વાતના અનુસંધાનમાં ગુરૂહરિ પપ્પાજી પણ ઉચ્ચ પ્રકારની રક્ષાની યાચના કરાવતાં કે, “મારા આત્માની રક્ષા કરજો. આત્મામાં કોઈ ચિંતવનના ડાઘ ના લાગે. તથા મારી મારાથી રક્ષા કરજો. મારો અહંભાવ મારા આત્મા પર સવાર ના થઈ જાય તેવી મારી મારાથી રક્ષા કરજો.”

 

 

() જન્માષ્ટમી

 

 

૧૯૬૬માં જ્યારે ૫૧ બહેનો ભગવાન ભજવા આવ્યા ત્યારે ફક્ત એક મકાન હતું. તેમાં એક નાના હૉલ જેવું હતું. જે અત્યારે જપયજ્ઞનો હૉલ કહેવાય છે. ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો. ત્યારે હૉલમાં બહેનોએ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. ત્યારથી આજ દિન સુધી દર વર્ષે જ્યોતમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે. જન્માષ્ટમીના ઉત્સવમાં મટકીફોડ (માટલી ફોડવાની) નો વિશેષ કાર્યક્ર્મ હોય છે. ગુરૂહરિ પપ્પાજીએ પણ જ્યોતમાં એક વખત ઉંચે માટલી બંધાવી મટકીફોડ પણ કરાવી હતી.

 

 

આવી તો અનેક સ્મૃતિઓ ઑગષ્ટ મહિનાની છે. જે બધી અહીં લખવી શક્ય નથી. ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના કે નિરંતર આપની સ્મૃતિમાં તરબોળ રહ્યા કરીએ. તેવા બળ, બુધ્ધિને પ્રેરણા આપજો.

 

લિ. જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !