May 2016 – Smrutis of the Month

સ્વામિશ્રીજી 

કાકાજીપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિપપ્પાજીશતાબ્દીવંદના

 

ઓહોહો ! મે મહિનો એટલે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિથી ભરપૂર છે.

 1980 - 06

 

¯ ગુરૂહરિ પપ્પાજીનું મુખ્ય બ્રહ્મસૂત્ર છે. ‘સંબંધવાળામાં મહારાજ જોવા.’ ગુરૂહરિ પપ્પાજી તે વખતે સામે આવેલા મુક્તોમાં સહજતાથી મહારાજ

જોવાની સભાનતા રાખવા સાધકોને કંઈક હળવી આજ્ઞા આપતા. પ્રમાણે તા.૭મે ૧૯૮૭ના રોજ ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે, કોઈનીય સાથે બોલવાનું શરૂ કરો કે નામ દઈને બોલાવો તે પહેલાંમહારાજબોલીને પછી વાત કરવી. નામની આગળ મહારાજ બોલીને બોલવું. મહારાજ બોલવાનું ભૂલાઈ જાય તો બે વખત સ્વામિનારાયણ મંત્ર બોલી લેવો. ત્યાં સામેના મુક્ત એમ ને એમ જો બોલવા માંડે તો સાંભળનારા હોય તે બધાએ સ્વામિનારાયણ બે વખત બોલવું જેથી મહારાજ બોલવાની ટેવ પડી જશે. એવું

 

 

¯ તા.૪થી મે ૧૯૮૨ના રોજ કંઠીમાં ગાંઠ વાળવાની આજ્ઞા કરી. સવારે ગાંઠ વાળવી અને કહેવું કેહે મહારાજ ! તું ને તારા દિવ્ય મનાય એવું બળ આપજો.” આખો દિવસ જાણપણું રહે. રાત્રે આખા દિવસનું ચેકીંગ કરી ગાંઠ છોડી નાખવીહું આવું કરતો. તમોય આવું કરજો. આવડા મોટા સત્પુરૂષ છતાંય મોક્ષનું મીશ દઈને નાની આજ્ઞા આપી. જાગ્રતતા રખાવીને ગુણાતીત જ્ઞાન સિધ્ધ કરાવવાની સ્મૃતિ મે મહિનાની છે.

 

 

¯ મે મહિનો એટલે ભારતના ભક્તો માટે વિરહનો મહિનો અને લંડનના મુક્તો માટે સાંનિધ્યનો મહિનો ૧૯૮૧થી લગભગ દર વર્ષે ઉનાળામાં ગુરૂહરિ પપ્પાજી લંડન પધારતાં. મોબાઈલ, ઈન્ટરનેટ કે what’s app નો જમાનો નહોતો. ફોન પણ આખી જ્યોતમાં હતો. એવા વખતમાં ગુરૂહરિ પપ્પાજી લંડન જવાના હોય ત્યારે બધાને વિરહ વેદના થવા લાગતી. સમયમાં A.C. કે વૉટર કુલરની વ્યવસ્થા પંચામૃત હૉલમાં નહોતી. પરંતુ વૉટર કુલરથી વિશેષ ઠંડક પંચામૃત હૉલમાં બે બાજુ સાદડી લબડાવી તેના ઉપર ઝીણા ઝીણા કાણાવાળી પાઈપ ફીટ કરાવી પાણી સાદડી પરથી ટપકતું રહે. ગરમ પવન આવે તે ખસની સાદડીમાંથી ઠંડો થઈને ઠંડક આપે. હૉલમાં કોટન સાડલા પાથરી પાણી છાંટી લાદી ઠંડી કરી રાખે. ગુરૂહરિ પપ્પાજી પધારે ! ઠંડકમાં સભા કરે.

 

બધા મુક્તો ગુરૂહરિ પપ્પાજી જવાના વિચારે વિરહના દર્દથી હૈયું ભીંજાયેલું હોય ! વળી, ટપકતી સાદડીની સાથે વિરહ વેદનાના અશ્રુને સરખાવતું એક ભજન (બ્રહ્માનંદ સ્વામીએ મૂળીમાં બનાવેનું તેવું ભજન) પૂ.સ્મૃતિબેને બનાવેલું અને પૂ.હર્ષાબેને ગાયેલું બધી વિરહની સ્મૃતિઓ છે. ગુરૂહરિ પપ્પાજીએ રામાયણની વાતમાંથી એક વિરહની સ્મૃતિની વાત કરી કે, રામ, લક્ષ્મણ અને સીતા વનમાં હતાં. દશરથ, ભરત અને સ્વજનો રાજ્યમાં હતાં તે વખતે પત્રો કે ફોન નહોતા. હૈયાના સંદેશા ચાંદા સાથે, સૂર્ય સાથે, પવન સાથે મનોમન મોકલતા. આમ, સ્વજનોના વિરહના સુખ દુઃખના તણાવ હૈયામાં રહેતા. હવે તો પત્રોથી અઠવાડીયે મહિને સમાચાર પૂ.નિલમબેન લખીને મોકલશે. વિરહમાં પ્રેમનું ઉંડાણ વધે છે. સ્મૃતિથી મૂર્તિ જીવમાં પેસે છેઉનાળામાં ગુરૂહરિ પપ્પાજીને સાંજે રાત્રે મોડે સુધી ખુલ્લામાં (આકાશ નીચેસૂવું ખૂબ પસંદ રહેતું. દિવસે A.C માં હોય. સાંજે પપ્પાજી તીર્થ ઉપર જાય. લોનમાં પલંગ બિછાવી ત્યાં આરામ કરે. સંતોભાઈઓને દર્શન, સેવા, સાંનિધ્ય આપે. અને ભાઈઓની રાત્રી સભા કીર્તન ભજન લોનમાં રાત્રે ૧૧ વાગ્યા સુધી થાય. સૂતાજાગતા આરામ કરીને ૧૨ વાગ્યે પ્રભુકૃપામાં પધારે.બ્રહ્મવિહારની લોનમાં, પ્રભુકૃપામાં ૧લા માળની અગાસીમાં પૂ.માલતીબેન મયૂરભાઈ રહેતા તે અગાસીમાં પલંગ બિછાવી મચ્છરદાની બંધાવી ત્યાં ખુલ્લામાં આરામ કરે. આમ, ‘ખુલ્લામાં દર્શનમે મહિનાની વિશેષ સ્મૃતિ છે.

 

 

 

¯ ૨૮મેની સ્મૃતિ તો ખૂબ અલૌકિક છે..૧૯૬૬ની ૨૮મી મે અને ૨૦૦૬ની ૨૮મી મેના દિનનો સુમેળ (સામ્યકઆધ્યાત્મિક પ્રભુ સર્જીત છે. ૧૯૬૬ની ૨૮મીએ સવારે ૧૧ વાગ્યે ન્યુઝપેપરમાં સાંભળ્યું સંસ્થામાંથી કાકાજીપપ્પાજી અને તેને માનનારા સમાજ વિમુખ છેપૂરા ૪૦ વર્ષ પછી ૨૦૦૬ની ૨૮મી મે સવારે ગુરૂહરિ પપ્પાજીએ દેહત્યાગ કર્યો સામ્યતા કોઈ સામાન્ય વસ્તુ નથી.

 

 

દરેક વાતમાં પોઝીટીવ વલણ !” પ્રભુને કર્તાહર્તા માનનાર જે કરતા હશે તે સારા માટે હશે. એવું ૧૦૦ % માનનારા ગુરૂહરિ પપ્પાજીએવિમુખ કરનારાનો અભાવ લીધો તો નહીં. પણ આશ્રિતોને અભાવમાં પડવા દીધા નહીં. અને ભજન કર્યું ભજન કરાવ્યુંએક કહેવત છે કે,

ભગવાન જ્યારે તમારા જીવનનો એક રસ્તો બંધ કરે છે ત્યારે બીજો રસ્તો ખોલે છે. તેની રાહ જોવો. ધીરજ ધરો.”

 

 

ગુરૂહરિ પપ્પાજીએ ધીરજ ધરી અને સવળે માર્ગે યોગી ભણી યાત્રા ચાલુ રખાવી! યોગીને ધારીને જીવતાં શીખવ્યું. આશ્રિતોને કહ્યું કે, “આપણે આપણને વિમુખ માનીએ તો વિમુખ, પ્રભુ સન્મુખ રહીએ તો આપણને કોઈ વિમુખ ના કરી શકે.” વિમુખ પ્રકરણમાં મુખ્ય ભાગ ભજવનારા મુક્તરાજ ભાઈ અમુક વર્ષ પછી જ્યારે ધામમાં ગયા તે સમાચાર સાંભળી ગુરૂહરિ પપ્પાજી બોલ્યા, “મારી ભૂલ બતાવનાર ભિન્ન અંગવાળા મિત્ર ક્યાંથી મળશે ?” કહી આંખમાં આંસુ આવ્યા ! અને વિમુખ કરનાર માટે આશ્રિતો પાસે ધૂન્ય કરાવીને અંજલી અર્પી ! આવું

કોણ કરી શકે ? એટલે ગુરૂહરિ પપ્પાજીને મન કોઈ દુશ્મન નહોતું ! તો કોઈનોય મન ગુરૂહરિ પપ્પાજી દુશ્મન નથી. ગુરૂહરિ પપ્પાજીએ વિમુખ થયા તેનું નામ પાર્ટીશન થયું તેવું નામ પાડ્યું. બાપાએ પાર્ટીશન કરીને કાર્ય કરવાની સુગમતા કરી આપી. કોઈ રૂઢિચુસ્તતાના મૂલ્યાંકન વગર જમાના પ્રમાણે સ્વતંત્ર રીતે લાચારી વગર ભગવાન ભજે તેવું કરી આપ્યું. આમ, સવળું વિચાર્યું. વર્તનને વાતો કરવા દેનાર ગુરૂહરિ પપ્પાજી બચાવ કર્યો નહીં અને બચાવ કરવા દે નહીં. તો સાચા દેવળે ઘંટ વાગ્યોગુરૂહરિ પપ્પાજી સદેહે વધારે કાર્ય સંકલ્પે કરતાં. દેહત્યાગ બાદ તેમનો સંકલ્પ ચાલુ છે. તેઓ વ્યક્તિ નહોતા. એક જબરજસ્ત શક્તિ હતી. તે શક્તિ વ્યાપક રીતે છે અને તેઓના આશ્રિત ભક્તો તેની અનુભૂતિ પળેપળના જીવનમાં કરી રહ્યાં છે ૨૮મી મે એટલે પાર્ટીશન થયાનો સ્વર્ણિમ દિન ૫૦ વર્ષ થયા. અને ૨૮મી મે ૨૦૧૬ એટલે ગુરૂહરિ પપ્પાજીને દેહત્યાગને દશાબ્દી દિન ૧૦ વર્ષ થયાગુરૂહરિ પપ્પાજી મહારાજની જય !!!

 

 

 

¯ ૩૧મી મે પણ ખૂબ સ્મૃતિની તારીખ છે. ૩૧મી મે એટલે ગુરૂહરિ પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિદિન !

 તારદેવમાં યોગીબાપાએ ગઢડા પ્રથમ ૭૧ વચનામૃત સમજાવ્યું. અને યોગીબાપાની આંખમાંથી પ્રકાશનો પ્રવાહ નીકળી ગુરૂહરિ પપ્પાજીની આંખમાં આંખ દ્વારા સમાઈ ગયો. બાબુભાઈ મટી યોગીના પ્રકાશ બની ગયા. તે દિવસ. રાત્રે બાપાને ઉતારે (કપોળવાડીમાં) મૂકવા પૂ.કાંતિકાકાની ગાડીમાં જતાં હતાં. ગુરૂહરિ પપ્પાજી આગળ સીટમાં બેઠા હતા. પાછળ યોગીબાપા અને જોડીયા સાધુ બેઠા હતા. ચોપાટીના રસ્તેથી ગાડી લેવાની વાત ગુરૂહરિ પપ્પાજી અને પૂ.કાંતિકાકા વચ્ચે થઈ. તરત બાપા બોલ્યા, ગાડી કેની ? ગુરૂહરિ પપ્પાજી કહે, બાપા આપની ! તો પૂછવાનું કોને ? આવા માર્મીક સંવાદે રાત આખી મનન ચિંતવનમાં વિતાવી. ૧લી જૂનનો દિવસ ઉગ્યો ત્યારથી જોગીના પ્રકાશ તરીકે નવું જીવન જીવવાનું શરૂ થયું. (તે સ્મૃતિ ૧લી જૂનની આપણે આવતા મહીને માણીશું.) ૧૯૬૬થી માંડી આજ સુધી જ્યોતમાં ૩૧મી મેના દિને કાંઈને કાંઈ ઉત્સવ હોય ! શરૂઆતમાં વર્ષો સુધી ૩૧મી મે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મ ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે V.P હૉલમાં થતો. આમ, દિવસની અનેક સ્મૃતિઓ છે.

 

 

¯મેમહિનામાં પંચગીનીમાં ગુરૂહરિ પપ્પાજી વિશ્રામ લીલામાં ગુરૂહરિ પપ્પાજી પંચગીનીવેલી વ્યુ બંગલે

..૨૦૦૦, ૨૦૦૧ અને ૨૦૦૩માં ત્રણ ત્રણ મહિના રોકાતા. માર્ચથી જૂન સુધી પંચગીની આરામ કરવા રોકાતા. પરંતુ જેવી રીતે લોહચુંબકમાં લોખંડ ખેંચાયને આવે તેમ ગુરૂહરિ પપ્પાજીના આશ્રિત ભક્તો જ્યોતના બહેનો, પ્રકાશના ભાઈઓ, જ્યોત સમાજના મુક્તો તથા ગુણાતીત સમાજના સંતો, ભક્તો પંચગીની વેલી વ્યુ બંગલે પધારતા. વેલી વ્યુ બંગલાનું નામઅક્ષર મહોલનામ ગુરૂહરિ પપ્પાજીએ પાડ્યું હતું. તે અક્ષરમહોલની પાછળના ગાર્ડનમાં અક્ષરમુક્તોની શિબિર સભાઓ થતી. સ્વરૂપ સાંનિધ્ય શિબિરો થતી. ગુરૂહરિ પપ્પાજીને ભક્તો પધારે તે ખૂબ ખૂબ ગમે. ભક્તો પધારવાના હોય તો પોતે રાહ જોવે. ખેડૂત વરસાદની રાહ જુએ તેમ રાહ જોવે. સગવડ કરાવે. વગેરે.. ઘણી ઘણી સ્મૃતિઓ પંચગીની ની છે. તે સ્મૃતિ અહીં માણીએ.

 

પરભાવી ધ્યાનસ્થ પપ્પાજી ક્યારેય સવારે સંઘધ્યાન કરવાનું ચૂકે નહીં. પાછળના ગાર્ડનમાં સવારથી પ્રાણાયામ, કસરત (ડૉ.ડાભીએ આપેલ શીડ્યુલ મુજબ)નું કરતા હોય ! તે પરવારી સવારે .૩૦ વાગ્યે સંઘધ્યાન કરવા બેસી જાય. હાજર બધા સભ્યો, સેવકો ધ્યાનમાં આવી જાય. ધ્યાન પૂરું થયાની (ટાઈમરની) રીંગ વાગે એટલે ભજન બહેનો ગાય. ઉગતી પ્રભાતે ગવાય, સ્વામિની વાતુ વંચાય અને અલ્પ પરાવાણી અથવા એક ગુરૂ જ્ઞાન ગોષ્ટિની વાત કરે. ગુરૂહરિ પપ્પાજી મોટે ભાગે મૌન ધારણ કરેલું હતું. ખૂબ ઓછું બોલતા.

 

 

એક દિવસ વહેલી સવારે પવઈથી ફોન આવ્યોઆજે બપોરે તારદેવથી પૂ.લલિતાભાભી (મમ્મીબા), પૂ.વશીભાઈપૂ.ભરતભાઈ

પૂ.અશ્વિનભાઈ અને ભક્તો પંચગીની પધારે છે. પંચગીની બંગલે કુલ ૧૦ સેવક મુક્તો બહેનોભાઈઓ ગુરૂઓ સાથે હતાં. આવનાર મુક્તો માટે કેરીના રસની રસોઈ બનાવવાનું નક્કી કર્યું. ગુરૂહરિ પપ્પાજી ખૂબ રાજી થયા. ગુરૂહરિ પપ્પાજીને ચરી પાડવાની હતી. તેથી ઘરમાં કેરી નહોતા રાખતાભાઈઓ કેરીશાકભાજી લઈને આવ્યા. બીજા રસોઈ માટે લાગી ગયા. ગુરૂહરિ પપ્પાજી ગાર્ડનમાં બિરાજમાન હતાં. પૂજા પથરાવી અને ગુરૂહરિ પપ્પાજી ધ્યાન કરવા લાગ્યા. એક સેવક બેન હાજર. ગુરૂહરિ પપ્પાજી તો ધ્યાનમાં, આંખ બંધ અને તારદેવની ૧૯૫૨ની ૩૧મી મેના દિવસની જોગી મહારાજની સ્મૃતિ બધી બોલવા લાગ્યા. “ઓહોહો ! સાક્ષાત નારાયણ યોગીબાપાએ પ્રથમ ૭૧ સમજાવીને મારો સ્વનો છેદ ઉડાડી દીધો. એમની આંખોનું તેજ ગાડી કોની ? વગેરે વાત પરભાવે બોલતા હતાં. હોઠ પરથી અમી ઝરતું હતું. અને આગળ બોલ્યા, ઓહો…. તારદેવની ધરતી પરથી આજે મુક્તો પધારે છે ?” છે ગાર્ડનની ગુરૂહરિ પપ્પાજીની પરભાવની સ્મૃતિ ! પછી તો ભક્તો પધાર્યા. અને જોઈને રાજી રાજી થઈ ગયા. ગુરૂહરિ પપ્પાજીને તો આરામ હરામ થઈ ગયો. આરામની જરૂર નથી એવા સાજા થઈ ગયા.

 

 

પંચગીનીમાં એક વખત પૂ.નિર્મળ સ્વામીજી અને સંતો સમઢિયાળાથી પધારવાના હતાં. ગામમાં નજીકમાં સીડની પોઈન્ટની નીચેની સોસાયટીમાં પૂ.જીતુકાકા અને પૂ.મનીબેન ઉતારો બુક કરાવી લાવેલા. ગુરૂહરિ પપ્પાજીને બધું જણાવ્યું હતું. બીજા દિવસે સંતો આવવાના હતાં. તે દિવસે સવારે ગુરૂહરિ પપ્પાજી અચાનક પૂ.ભારતીબેન સંઘવી અને પૂ.મનીબેનને કહે મારી  ગાડીમાં બેસવું છે. કૉલીસ ગાડી હતી. અને પૂ.હરિશભાઈ સાકરિયા હતાં તેને કહે, ચાલોસંતોના ઉતારેઅમે ગયા. પૂ.કાંતાબેન વિરજીભાઈના ઘરે જઈને બેઠા. ઉતારાની ખાત્રી કરી. પૂ.કાંતાબેન તો ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરી રાજી રાજી થઈ ગયાઅને તેમને ત્યાં મગ હતાં. તે મગનું પાણી બનાવ્યું ને ગ્રહણ ર્યું. બાઈનો સંકલ્પ હશે ! એક કાંકરે અનેક પક્ષી વિંધનાર ગુરૂહરિ પપ્પાજી આજે પંચગીનીમાં પેશન્ટ તરીકે આવ્યા છે. તેને જોવાદર્શને સંતો આવે છે. તેનો ઉતારો ચેક કરવા ગુરૂહરિ પપ્પાજી જાય ! કેવી વાત કહેવાય સંતો પધાર્યા. ગુરૂહરિ પપ્પાજી અત્યંત રાજી થયા. અક્ષર મહોલની પાછળની લોબીમાં સંતો સાથે ગુરૂહરિ પપ્પાજી કલાક બિરાજી બધી ગોષ્ટિ અને દિલની વાતો. સંસ્થામાંથી બહાર થયા. સમઢિયાળા મંદિરે રહ્યા. તે વખતની કરૂણ કહાની કહેવાનો સરસ પહેલો  મોકો આજે મળ્યો. સંતો ભર્યા ભર્યા થઈ ગયા.

 

 

તેવું .પૂ.અક્ષરવિહારી સ્વામિજી અને સંતોભક્તો પધારવાના હતાં તેઓ માટે બટેટાવડા બનાવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ ગાર્ડનમાં સાંનિધ્ય આપી જમાડ્યા. સંતોએ વાસણની ચોકડી જોઈ. બરાબર નહોતી તો ચોકડી બનાવવાવી શ્રમશિબિર કરી. ગુરૂહરિ પપ્પાજી ખૂબ રાજી થયા. તે ચોકડી આગળથી નીકળે એટલે લાકડીથી બતાવે ! સંતોએ કેવી સેવા કરીરાજી થયા !

 

 

એવું જ લંડનથી પૂ.દિલીપભાઈ ભોજાણી અને પૂ.અરૂણાબેન પંચગીની આવવાના હતાં. સવારે ૧૦ વાગ્યે પૂના એરપોર્ટ ઉતરવાના હતાં. પૂ.જીતુકાકા મર્સીડીઝ ગાડી લઈને લેવા જવાના હતાં. પણ સવાર પડી અને ગુરૂહરિ પપ્પાજીએ આગ્રહથી સેવકોને કહ્યું કે, મારે પૂના લેવા જવું છે ! અને ખરેખર લેવા ગયા.

 

 

પૂ.દિનકરભાઈ નવસારીથી ગુરૂહરિ પપ્પાજીના દર્શને પંચગીની પધાર્યા હતાં. તેમની સાથે બેસી ખૂબ વાતો કરી. જો કે મોટાભાગની વાતો દિનકરભાઈ કરતાં હતાં. અક્ષર મહોલ બંગલામાંથી ગાર્ડનમાં જવાના ૧૦ પગથિયા છે. ગુરૂહરિ પપ્પાજી પેશન્ટ ! પૂ.દિનકરભાઈ પણ ઉંમરલાયક અને ડીસેબલછતાંય ગુરૂહરિ પપ્પાજીએ સેવકનો હાથ છોડી દિનકરભાઈનો હાથ પકડી દાદરા ઉતર્યા. જોખમકારક હતું. પણ ખૂબ સાવચેતીથી બંને મિનીટે ગાર્ડનમાં પધારી સ્વ આસને બિરાજ્યા.

 

 

આમ, ભક્તો પધારે તે સાંભળે એટલે મુખ પરનો પરભાવ બદલાઈ જાયલંડન જ્યોતના બહેનો એક સાથે આવ્યા. તેની હૉટલમાં જઈ લાભ આપ્યો. વિદ્યાનગરથી બહેનો પધારવાના હોય તો રાહ જોવે. દર્શન આપે, ભજનો ગવડાવે, જોઈ ખૂબ રાજી થાય. પૂ.રામકૃષ્ણ સાહેબ, નવસારીથી પૂ.દિનકરભાઈ દેસાઈ વગેરે ભક્તો ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે રહેવા પધારતાં. ભક્તોને સહવાસ પંચગીનીમાં વધારે મળતો. તેથી તો ગુરૂહરિ પપ્પાજીને પ્રભુકૃપા કરતાંય પંચગીની વધારે વ્હાલું લાગતું. અરે પંચગીનીમાં ભક્તો સાથે ટેબલ લેન્ડ, બગીચા કોર્નર, સીતાસદન (બહેનોના ઉતારા) વિઠ્ઠલભાઈના ગાર્ડનમાં, મહાબલેશ્વર લેક વ્યુ હૉટલમાં, તપોલા લેક, ધોમડેમ વગેરે સ્થળે ભક્તો સાથે પધારી ભક્તોને સુખ આપતાં. બધા સ્થળને પાવન કરતાં. અને નવાને સંબંધ આપતાં. એવા નવા સંબંધીઓની સભા પણ અક્ષર મહોલના ગાર્ડનમાં રાખી હતી. પંચગીનીમાં ઘણાને સંબંધ આપી સુખિયા કર્યા. આજે પણ તેઓ ગુરૂહરિ પપ્પાજીને સંભારે છે અને બહેનોના હાથે બનાવેલી રાખડી બાંધી ગુરૂહરિ પપ્પાજીને યાદ કરે છે.

 

આમ, મે મહિનાની પંચગીનીમહાબલેશ્વરની અનેક સ્મૃતિઓ છે૧૯૮૧ થી ૧૯૮૯ દરમ્યાનના મોટાભાગનામેમહિનામાં તો ગુરૂહરિ પપ્પાજી લંડનમાં પરદેશમાં વિચર્યા છે. તેથી મે માસની બહુધા સ્મૃતિ લંડનની છે. તે અહીં લખવી શક્ય નથી. તેથી વિરમું છું.

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !