01 to 15 Jun 2016 – Newsletter

                 સ્વામિશ્રીજી                  

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા.//૧૬ થી ૧૫//૧૬ દરમ્યાનની જ્યોતમાં થયેલ સભા, ઉત્સવ, જ્ઞાન ગોષ્ટિની સ્મૃતિ અહી માણીશું

 

() તા.//૧૬ ત્રિવેણી મહોત્સવ

 

ઓહોહો ! ૧લી જૂન ! એક ભજનમાં છે કે,

 

૧લી જૂન આપણા નસીબનો દિન છે….”

૧લી જૂન એટલે ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન !

૧લી જૂન એટલે ગુણાતીત સમાજનો સુવર્ણ સ્થાપનાદિન !

૧લી જૂન એટલે ગુણાતીત જ્યોતનો સુવર્ણ સ્થાપનાદિન !

 

આપણા માટે ૧લી જૂનનો દિવસ ખૂબ મોટો દિવસ છે. ૧લી જૂનના સમૈયાનો લાભ બહુધા મુક્તો લઈ શકે તે માટે આપણે શનિરવિ ૨૮૨૯ મે ના રાખેલ. જે આપણે ગયા ન્યુઝલેટરમાં અને લાઈવ દર્શન માણ્યું હતું. છતાંય

{gallery}images_in_articles//newsletter/2016/June/01-06-16 1 june prabhu krupa and pappaji tirth{/gallery}

 

૧લી જૂનના દિવસે એક ભાવપ્રાર્થના અંતરમાં જુદી હોય છે. તે ભાવ સાથે આજનો દિવસ ઉગ્યો. સોનામાં સુગંધ ભળે તેમ આજે એકાદશી પણ હતી.

 

મંગલ પ્રભાતે બહેનો બધા બે વિભાગમાં પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે પ્રાર્થનાપ્રદક્ષિણા માટે ગયા હતાં. દર માસની ૧લી જાય છે પરંતુ આજે વિશેષ રીતનો કાર્યક્ર્મ હતો. આહવાન, ભજન, “મંગલ પ્રભાતે તારૂં…” ધૂન્ય, આરતી, પ્રદક્ષિણાનો કાર્યક્ર્મ ખૂબ વિશેષ રીતે સંપન્ન થયો હતો. આજે શાશ્વત ધામે પુષ્પોનું સુશોભન પણ વિશેષ હતું. પ્રથમ બેચના બહેનોએ .પૂ.જશુબેનના સાંનિધ્યે ભજનભક્તિ કર્યાં. બીજી બેચના બહેનોએ .પૂ.દીદીના સાંનિધ્યે ભજનભક્તિ કર્યાં હતાં.

 

દર ૧લીએ રાત્રે જ્યોતમાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ સંયુક્ત સભામાં હોય છે ! આજે તો ૧લી જૂન ! અને એકાદશી ! તેથી સાંજે ફરાળ લઈને .૦૦ થી ૧૦.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોભાઈઓની સંયુક્ત સભામાં કીર્તન આરાધના થઈ. પહેલાં બહેનોએ વાજીંત્રો સાથે ૧લી જૂનની જૂની સ્મૃતિ સાથે ભજનો ગાયા હતાં. ત્યારબાદ ભાઈઓએ બુલંદ અવાજે ભજનો ગાયા હતાં.

{gallery}images_in_articles//newsletter/2016/June/01-06-16 kirtan aardhna{/gallery}

 

ધ્વનિ મુદ્રિત ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ લીધા હતા. આમ, આજનો કાર્યક્ર્મ .પૂ.દીદી, .પૂ.જશુબેનના સાંનિધ્યે સંપન્ન થયો હતો.

 

() તા.//૧૬ ગુરૂવાર વૈશાખવદ૧૨ યોગીજયંતી

 

આજે યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ઉજવણી જ્યોતમાં બહેનોની સભામાં ૧૦.૩૦ થી ૧૨.૩૦ પપ્પાજી હૉલમાં થઈ હતી. સભામાં પૂ.હંસાબેન ગુણાતીતનો લાભ લીધો હતો.

 

યોગીજી મહારાજે સંકલ્પે અદ્દભૂત કાર્ય કર્યું છે. બાપાના સંકલ્પે .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી.પૂ.સોનાબાના શ્રમે અને નેતૃત્વ નીચે સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોનો એવો ગુણાતીત સમાજ તૈયાર થયો.

 

યોગીજી મહારાજ સર્વોપરી શક્તિ, સામર્થી અને ઐશ્ર્વર્ય લઈને પૃથ્વી પર પધાર્યા. અને સાવ રાંકભાવે જીવ્યા. એમનું જીવન ગીતા છે. તથા યોગીજી મહારાજે આપણને એક ઉત્તમ શાસ્ત્ર સુનૃત આપ્યું. પ્રત્યક્ષની પરાવાણીને વાંચી, વિચારીને જીવનમાં ઉતારવી તે બહુ અઘરું છે. જોગીબાપા બધાને તારદેવ મોકલતા. તારદેવના ઘરમાં પ્રત્યક્ષની ર્દઢ ઉપાસનાની વાતો ચાલે ! ૧૯૬૫માં યોગીજી મહારાજે ૨૧ જૂને જ્યોતના ખાતમુર્હૂર્ત વખતે આશીર્વાદ આપ્યા હતા કે, “ગુણાતીત જ્ઞાનના સંદેશા દુનિયામાં અહીંથી ફેલાશે.” આપણે સ્વયં એમની જ્યોત બની રહીએ. તે માટે બધા ભક્તોના ગુણગાન ગાયા કરીએ, સેવા કરીએ.

 

યોગીજી મહારાજના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા.

સ્વામિનારાયણ મંત્ર મહાબળીયો છે. તેનાથી કાળા નાગનું ઝેર નથી ચડતું. બ્રહ્મરૂપ થવાય છે. પંચવિષય ખરી જાય છે. કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે. ઉતાવળે એવું ભજન કરવું. સંકલ્પ પણ ના થાય. હાલતાંચાલતાં, ખાતાંપીતાં મહારાજનું ભજન કર્યા કરીએ. ગમે એવું વિધ્ન આવવાનું હોય, આફત આવવાની હોય તો આફત ટળી જાય. જગત સંબંધી ગ્રામ્ય વાર્તા ના કરવી. ભગવાન સંબંધી વાત કરીએ, તો આપણે ભક્ત છીએ.

 

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ યોગી જયંતી નિમિત્તેના લીધા હતા.

આજે યોગી જયંતી ! આપણે સુખ, શાંતિ ને આનંદથી ભજીએ છીએ. એનું કારણ યોગીજી મહારાજનો સંકલ્પ છે. શ્રીજી મહારાજનું પરબ્રહ્મ તત્વ્ અહીં ચાલુ છે. ગુણાતીત સ્વરૂપના શરણે જતા રહીએ. બે હાથ જોડી તે કહે તેમ કરીએ. તો ધીમે ધીમે વૃત્ત્તિઓ વાસનાઓ ઓછી થતી જશે. અને નિર્મૂળ થઈ જશે, તો જાણવું કે બ્રહ્મ કે પરબ્રહ્મની શક્તિ કામ કરી રહી છે. તારી રીતે તને રાજી કરવો છે. એવી છેલ્લી ભૂમિકા સુધી આપણને લઈ જાય છે. એટલે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી.

{gallery}images_in_articles/newsletter/2016/June/02-06-16 yogi jayanti sabha{/gallery}

 

.પૂ.જશુબેનનો આશિષ લાભ લીધો.

યોગીજી મહારાજનો પ્રાગટ્યદિન ! ગુરૂહરિ પપ્પાજીએ યોગીબાપાની જેમ દાસત્વભાવે ગુણાતીત સમાજની સેવા કરી છે. એવા દાસત્વભાવે આપણે જીવતા થઈ જઈએ.

આમ, આજે શિબિરના રૂપમાં દિવ્ય રીતે યોગી જયંતીની ઉજવણી .પૂ.દીદી, .પૂ.જશુબેન અને સદ્દગુરૂ A ના સાંનિધ્યે થઈ હતી.

 

() તા.//૧૬ બુધવાર

 

.પૂ.દીદી આજે અમેરિકા (શિકાગો) “કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવમાંજવા જ્યોતમાંથી વિદાય થવાના હોઈ બહેનોની સવારની સભામાં .પૂ.દીદીને બહેનોએ શ્રીફળ, સાકરનો પડો અને રક્ષાની રાખડી અર્પણ કરી અને પુષ્પહારથી તેઓનું સ્વાગત કર્યું. .પૂ.દીદીએ કૃપા આશિષ લાભ આપ્યો. સાંજે .૩૦ વાગ્યે .પૂ.દીદી અમદાવાદ એરપોર્ટથી શિકાગો જવા જ્યોતમાંથી વિદાય થયા.

 

() તા.૧૦,૧૧,૧૨ જૂન શિકાગોમાં કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી

    મહોત્સવ સોપાનનો ભવ્ય સમૈયો સંપન્ન થયો.

 

સમૈયાનું લાઈવ દર્શન ઈન્ટરનેટ દ્વારા જ્યોત પપ્પાજી હૉલમાં સ્ક્રીન પર બહેનોએ અને પ્રભુકૃપામાં ભાઈઓએ દર્શન આનંદ માણ્યો. અમેરિકાના સમય મુજબનું ટાઈમ ટેબલ જ્યોતમાં ત્રણ દિવસનું રાખ્યું હતું. શિકાગોના હૉલમાં બેસીને ભક્તોએ લાભ લીધો. તેવો લાભ જાણે બીજો હૉલ શિકાગોનો હોય તેવો નિકટથી લાભ માણ્યો હતો. અદ્દભૂત સમૈયો થયો. પૂ.દિનકરભાઈ અને વડીલોની નિશ્રામાં રહી નૂતનયુગના સાધકોએ તેજસ્વી તારલાઓએ ગગન ગજાવ્યું. .પૂ.કાકાજી.પૂ.પપ્પાજીના સ્વરૂપોમાં રહી, મુક્તોમાં રહી, મહારાજસ્વામી, .પૂ.કાકાજી.પૂ.પપ્પાજી ખૂબ રાજી રાજી થયા. ખરા મહાત્મ્યનાં દર્શન થયાં. ભેદર્દષ્ટિ વગરની મૈત્રી, સર્વદેશીયતા, સુહ્રદભાવ અને વ્યાપકમાં મહારાજ જોવાના સિધ્ધાંતને ચરિતાર્થ કર્યો.

 

કોટી ધન્યવાદ !

ગુણાતીત સમાજના દરેક કેન્દ્રો પરથી પ્રતિનિધિ રૂપે ભક્તોને લઈને ઉમંગભેર મહિમાથી સમૈયામાં ભાવ લઈને સર્વે પધાર્યા. મન મૂકીને સ્વરૂપો વરસ્યા ! ખૂબ વરસ્યા ! અને સહુ ભક્તો ભીંજાયા. ભર્યા ભર્યા થઈને કાંઈક લઈને જીવનું ભાથું બાંધીને ગયા ! આગામી સમૈયામાં ભેળા થવાના મિલન ઉત્સાહ સાથે વિદાય થયા.

 

આગામી સમૈયાની નોંધ :-

 

() ૨૦૧૬માં નવેમ્બર ૧૧, ૧૨, ૧૩ શુક્ર, શનિ, રવિ વિદ્યાનગર જ્યોત આયોજિત પપ્પાજી તીર્થ ખાતેપપ્પાજી શતાબ્દી મહાપર્વની સાથે કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી સોપાનગુણાતીત સમાજ લક્ષી ઉજવણી થશે.

 

() ૨૦૧૭માં ડીસેમ્બર ૨૩, ૨૪, ૨૫ દિલ્હી તાડદેવ મંદિર ખાતેકાકાજીપપ્પાજી શતાબ્દી સોપાનગુણાતીત સમાજ લક્ષી ઉજવાશે.

આપણે સહુ અવારનવાર મળતા રહીશું. સેવાભક્તિનો અમૂલ્ય લાભ માણી ધન્યતા અનુભવીશું. “સદાસર્વદા સર્વનું સર્વ રીતે મંગલ થાઓએજ પ્રાર્થના, અભ્યર્થના સહ શતાબ્દી વંદના સાથે

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !