Sept 2016 – Smrutis of the Month

    સ્વામિશ્રીજી                    

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

 

ગુરૂહરિપપ્પાજી શતાબ્દી વંદના

 

 

સપ્ટેમ્બર મહિનાની ગુરૂહરિ પપ્પાજીની વિશેષ સ્મૃતિ

 

 

ઓહોહો ! સપ્ટેમ્બર મહિનો એટલે આપણા માટે ખૂબ ભાગ્યશાળી, નસીબવંતો છે. મહિનામાં ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન તારીખ અને તિથિ બંને મહિનામાં આવે છે. તો ચાલો ! એની વિશેષ સ્મૃતિ આપણે અહીં માણીએ.

 

૧લી સપ્ટેમ્બર ગુરૂહરિપપ્પાજી પ્રાગટ્યદિન

 

 

૧લી સપ્ટેમ્બર ‘world peace day’ (વિશ્વ શાંતિ દિન) તરીકે ગણાય છેએવા વિશેષ દિવસે વિશ્વમાં શાંતિ સ્થાપવા ! એક એક વ્યક્તિમાં અંદર આખું વિશ્વ ભરેલું છે. સંબંધમાં આવે તે સર્વેને કાળ, કર્મ, માયાથી મુક્ત કરીને અંતર સુખિયા કરનાર ગુરૂહરિ પપ્પાજીના રૂપમાં કિરતાર શ્રી સહજાનંદજી પૃથ્વી પર પધાર્યા. શાંતિનું સ્વરૂપ પપ્પાજી !

 

સહજ આનંદ સ્વરૂપ પપ્પાજીનું પ્રાગટ્ય તા.//૧૯૧૬ના બોરસદ ધામે સાંજે .૦૦ વાગ્યે થયું હતું. (સંવત ૧૯૭૨, ભાદરવા વદ બુધવાર) પિતા ડૉ.નાથાભાઈનું દવાખાનુ બોરસદમાં હતું. માતા દિવાળીબાનું પિયર નડિયાદમાં તેમનો બાળઉછેર થયો. “શાંતિ પમાડે તેને સંત કહીએ !”

 

પ્રાગટ્યની સાથે કુટુંબમાં અને મોસાળમાં હાશ થઈ ! શાંતિનું મોજું ફરી વળ્યું. પાટીદાર સમાજમાં બે દિકરી પછી દિકરાનો જન્મ થયો. ખૂબ મોટી બીના હતી. પહેલી દિકરી જન્મે તો અજબ, બીજી ગજબ અને ત્રીજી જન્મે તો અરેરે થાય. અને જો દિકરો જન્મે તો ઓહોહો થાય. અહોભાવ ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યથી થયો.

 

 

આમ, પ્રાગટ્યથી સહુને હાશ કરનાર ગુરૂહરિ પપ્પાજીના મુખની રેખા સંત ધ્યાનસ્થ યોગી તરીકેની હતી. પાંચ વર્ષે પોતાની ઓળખહું પરમહંસ છું.’ તેવી નાનાને (નાથાભાઈ) આપી. નાનાનાની, મામામામી સર્વેને ગુરૂહરિ પપ્પાજીના દર્શને શાંતિ અનુભવાતી અને નાના નાથાભાઈને અંદરમાં બીક રહેતી કે, ભાણાભાઈ સાધુ થઈ જશે તો ! આમ, નાનપણથી ગુરૂહરિ પપ્પાજી શાંતિનું સ્વરૂપ હતા. ગુરૂહરિ પપ્પાજીને શ્વેત (સફેદ) રંગ ખૂબ પ્રિય હતો. સફેદ રંગ શાંતિનું પ્રતિક છે.

 

પહેલાના જમાનામાં જન્મ તારીખ, તિથીની નોંધ લખી ના રાખતા. ગુરૂહરિ પપ્પાજીના જન્મની તારીખ ૧લી સપ્ટેમ્બર દાદાએ સ્કૂલમાં લખાવી. વળી, પાસપોર્ટમાં તે કાયમી બની. કોઈ કહે ગુરૂહરિ પપ્પાજીનો જન્મ ભાદરવા વદ૬ના છે તો કોઈ કહે ગણેશ ચતુર્થીએ છે. માતા દિવાળીબામારો બબુ ૬ઠ્ઠા નોરતે જન્મ્યો છે.” તેવું કહેતાં. આમ, બધાને જુદા જુદા દિવસ યાદ રહી ગયા છે. આપણા માટે તો ફાયદો છે કે ગુરૂહરિ પપ્પાજીના જેટલા જન્મદિવસ વધારે હોય તેટલું સારૂં છે.

 

ગુરૂહરિ પપ્પાજીને ૧લી તારીખ ખૂબ પસંદ ! ગુરૂહરિ પપ્પાજી લેખ લખતા. દરેક વાતે લખાણ લખી ખાત્રી વાળું કાર્ય કરવાના આગ્રહી હતા. ૧લી સપ્ટેમ્બરની આસપાસના મહિના ઑગષ્ટઑક્ટોબરની કોઈપણ તારીખે કાંઈક લખે તો / તારીખ લખતા. એવું ૧લી જૂન ગુરૂહરિ પપ્પાજીનો સાક્ષાત્કારદિન છે. ૧લી જૂનની આસપાસ કાંઈ લખે તો ૧લી જૂનની તારીખ લખતા.

 

આમ, સ્વયં સ્વરૂપે પોતે કૃપા કરીને આપણને પોતાના સ્વરૂપની સ્મૃતિ અખંડિત રહે એવું વર્તનથી શીખવતા. અને છેક સુધી સ્મૃતિ આપી જેઠ સુદ પડવાના દિવસે એટલે કે એકમની તિથી પસંદ કરી દેહત્યાગ કર્યો. આમ, ૧લી તારીખની સ્મૃતિ મુખ્ય પપ્પાજીની છે.

૧૧ વર્ષની વયે પ્રભુતામાં પગલા માંડ્યા.

૧૧ નંબરની ટ્રામમાં (મુંબઈ) યોગીજી મહારાજના દર્શને જતાં.

 

ગણેશ ચતુર્થી

 

 

ગણેશ ચતુર્થી ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગ્ટ્ય જો વિચારીએ તો પણ ઘણો સુમેળ છે. ગુરૂહરિ પપ્પાજી ભક્તિનુંપરાભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ પૂજામાં ગણપતિનું સ્થાન મોખરે છે. આપણે દંતકથા જાણીએ છીએ તેમ ભગવાન શંકરના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય.

 

બંને પુત્રોને ભગવાને પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની આજ્ઞા આપી. પ્રથમ કોણ ? શાસ્ત્રમાં માતાપિતા અને ગાયની પ્રદક્ષિણાનો મહિમા છે. માતાપિતા અને ગાયની પ્રદક્ષિણા ફરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા તુલ્ય ફળે છે. તેથી ગણપતિએ તો આવી શ્રધ્ધા અને ભક્તિથી માતાપિતા અને ગાયની પ્રદક્ષિણા કરી. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને મોડા પધાર્યા. ભગવાને ગણપતિજી્ને પૂજાના પ્રારંભે પૂજનીય પ્રથમ સ્થાન આપ્યું.

 

ગુરૂહરિ પપ્પાજીના જીવનમાં પણપ્રથમ પ્રભુ પછી પગલુંછે. વળી, મુક્તોમાં મહારાજ જોઈ અડસઠ તીરથ ભક્તોના ચરણમાં માનનાર ગુરૂહરિ પપ્પાજી નિર્દોષબુધ્ધિને પંથે ચાલી આકાશમાં ભગવાનને શોધવા ના ગયા. મુક્તોની સેવા મહારાજના ભાવે કરી પૃથ્વી પર સ્વર્ગ ! અક્ષરધામ ખડું કરનાર મુક્તાક્ષર પુરૂષોત્તમની જય બોલાવનાર ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય ગણેશ ચતુર્થીએ પણ છે.

 

બીજું કે ચોથચારનો આંકડાનો પણ સુમેળ છે. ચિદાકાશી ગુરૂહરિ પપ્પાજીએ સદ્દગુરૂ A ની શિબિર તા./૧૨/૮૨ ના મહાબળેશ્વર કરી હતી. તે સ્મૃતિદિને દર મહિનાની ૪થીએ શિબિર થાય. જેનું નામચિદાકાશ ઉડ્ડયન સ્મૃતિ દિન છે. ગુરૂહરિ પપ્પાજીના સ્વપ્રેરણાના નામ છે.

 

ગુરૂહરિ પપ્પાજી ચિદાકાશી સ્વરૂપ ! પૃથ્વી પર માનવદેહમાં વિચરતા હોવા છતાંય આંતરિક સ્વરૂપ ચિદાકાશી સામાને અનુભવાતું હતુ. ચિદાકાશી ગુરૂહરિ પપ્પાજીને ગમતો રંગ કયો ? તો તે પણ સ્કાય બ્લ્યુ કલર તેમનો પસંદગીનો રંગ છે. ગુરૂહરિ પપ્પાજીના વિશેષ યુગકાર્યમાં વ્રતધારી બહેનોની જેમ વ્રતધારી ભાઈઓ બનાવ્યા છે. તે ભાઈઓના વસ્ત્રોનો કલર ઉપરનું શર્ટનો કલર સ્કાય બ્લ્યુ કલર ગુરૂહરિ પપ્પાજીએ પસંદ કરેલ છે. નીચેના પેન્ટનો કલર પૃથ્વીનો કલર છે. પૃથ્વી પર રહેવા છતાંય ચિદાકાશરૂપ એટલે કે પ્રકૃતિપુરૂષથી પર કેવળ પ્રભુમય રહી વિહરવું. એવા અર્થઘટન સાથે ભાઈઓના વસ્ત્રો પર ગુરૂહરિ પપ્પાજીએ તે વખતે લેખ લખેલો.

 

 

આમ, સ્વયં પોતે ચિદાકાશી સ્વરૂપ છે. પ્રકૃતિ પુરૂષ સુધીના કોઈનાય દોષ ગુણનો તેમને ભાર નથી. સાચુંખોટું, મારુંતારું, ન્યાયઅન્યાયથી પરની બ્રહ્મનિયંત્રિતની ભૂમિકામાં ગુરૂહરિ પપ્પાજી અખંડ વિચરતા અને એમના સંકલ્પના વમળમાં જે ભક્તો આવે તેને મહામાનવની યોનિમાં લઈ જવા એમનું પૃથ્વી પરનું કાર્ય હતું. આત્યંતિક કલ્યાણની ઉચ્ચ ભૂમિકાનું Ph.D લેવલનું એમનું જ્ઞાન હતું. સંજીવની મંત્રથી માંડીને ૨૧ મુદ્દા, અનુપમ ,,, અને પંચામૃત વગેરે યુગશાસ્ત્રની સમજ ગુરૂહરિ પપ્પાજીનું સેવન પામેલા અક્ષરમુક્તો સિવાય કોઈનાય સમજમાં ના આવે તેવી અસાધારણ વાતો છે.

 

ગુરૂહરિ પપ્પાજી સાથે જીવન જીવતા મુક્તોના રોજબરોજની વાર્તાલાપમાં પૂછાયેલ પ્રશ્નના જવાબો પણ ચિદાકાશી હોય ! કલ્પનાતીત જવાબ હોય ! જેટલા સાધકો એટલા સાથે ગુરૂહરિ પપ્પાજીનો આગવો સંબંધ જેટલા સાધકો એટલી સાધનાની રીત. એવા ગુરૂહરિ પપ્પાજીને એક વખત કોઈ મુક્તોએ પૂછ્યું કે, પપ્પાજી તમે અમને કેમ ક્યારેય વઢી ધખીને કાંઈ નથી કહેતા ? ( સાધકોને થતું હતું કે ગુરૂહરિ પપ્પાજી અમને નહીં કહી શકતા હોય !) ગુરૂહરિ પપ્પાજી કહે, “સીધું ચાલતું હોય તેને આર ઘોંચવાની ના હોયટૂંકા જવાબમાં કેટલો પ્રેમ અને પ્રસન્નતા બતાવીને ચૈતન્યોને નજીક લે. એવા ગુરૂહરિ પપ્પાજીની ગણપતિની સ્મૃતિની વાત ચાલે છે. તો ગણેશજીની સ્મૃતિ કરી લઈએ.

 

તા.//૯૪માં દિલ્હી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા માટે ગુરૂહરિ પપ્પાજી દિલ્હી પધારેલા. મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા તો ગુરૂહરિ પપ્પાજીના વરદ્દ હસ્તે થઈ હતી. પરંતુ મંદિરની આગળ પ્રવેશ દ્વારમાં ગણપતિ અને હનુમાનજી છે. તેમાંથી ગણપતિની મૂર્તિનું પૂજન ગુરૂહરિ પપ્પાજીના વરદ્દ હસ્તે રાખેલું.

 

ગુરૂહરિ પપ્પાજી પૂજન કરીને બહાર આવ્યા. (પૂ.ડૉ.નિલમબેનને પપ્પાજી સાથે હળવા સંબંધો હોવાથી નાની વાતે ગમ્મતમાં પ્રશ્ન પૂછે.) ત્યારે સેવક પૂ.ડૉ.નિલમબેને પૂછ્યું કે પપ્પાજી તમે ગણેશજીને શું કહ્યું? પપ્પાજી કહે કે, મેં કહ્યું કે તમારે પેટ ઓછું કરવું હોય તો તમે પણ ડૉ.નિલમની દવા કરો. મેં ડૉ.નિલમ કહે તેમ કર્યું તો મારું પેટ ઓછું થઈ ગયું. આમ, સામાન્ય વાતનો જવાબ સામાન્ય ગમ્મતમાં આપે ! આમ, ગુરૂહરિ પપ્પાજીની ગણેશજી સંબંધિત પણ ઘણી ઘણી સ્મૃતિઓ છે.

 

જળઝીલણી એકાદશી

 

 

જળઝીલણી એકાદશી પણ સપ્ટેમ્બર મહિના દરમ્યાન આવતી હોય છે. જ્યોતમાં સાંજે શ્રી ઠાકોરજી સમક્ષ જળઝીલણી ઉત્સવ દર્શન હોય ! જેમાં પ્રત્યક્ષના પૂજારી છીએ તેથી જળસ્થળની સ્મૃતિ દર્શનનું મહત્ત્વ હોય. તે દર્શન માટે ગુરૂહરિ પપ્પાજી પણ પધારે. ખૂબ ધ્યાનથી બધું  સાંભળે, સેવાને સ્વીકારી પ્રસન્નતા દાખવે.

 

વળી, યોગીજી મહારાજ સાથે મુંબઈ પાલવા બંદરે અને અન્ય જળ સ્થળે જળઝીલણી ઉત્સવો કર્યા હોય તેની સ્મૃતિની વાત કરે. શ્રી ઠાકોરજીને બોટમાં લઈ જઈને સ્નાન કરાવે વગેરે સ્મૃતિ એટલા માહાત્મ્યથી તાર્દશ્ય થઈ જાય તેવી રીતે કહે. જેથી જાણે આપણે પણ ત્યારે ત્યાં સાથે હોઈએ તેવો અહેસાસ થાય. યોગીબાપા સંતોભક્તોને જળઝીલણી એકાદશી નકોરડી કરાવતા.

 

ગુરૂહરિ પપ્પાજીને પણ ગમે ! પરંતુ ગુરૂહરિ પપ્પાજીએ ક્યારેય આગ્રહ કે આજ્ઞાની રીતે નથી કરાવી. જેમનાથી થાય તેઓ જરૂર કરે. બાકી ફળાહાર લઈને કરો ! હા, એકાદશીનો ગૂઢ અર્થ ! સાચું મનનું તપ કરતાં શીખવે. અને તેમાં ખૂબ કડક રહે. મારાથી એકાદશી થાય છે બીજાથી નથી થતી તો તેનું જોઉં તો મારું ફળ જતું રહે. એવી એકાદશીને ઢોરલાંઘણ કહેતા. ૧૦ ઈંન્દ્રિયો અને ૧૧મું મન તેને પ્રભુમાં રાખવું મનનું મોટું તપ. ના રાખવા દે એવો જે પોતાનો સ્વભાવ તેનો ત્યાગ કરવો. પ્રભુ રાજી થાય તેવું જીવવું. આવી એકાદશી રોજ કરવી.

 

આમ, દરેક તહેવારની ગુરૂહરિ પપ્પાજીએ આધ્યત્મિકતામાં ઢાળીને રૂઢીમાંથી બહાર આવી પ્રભુ સન્મુખ નિરંતર રહેવાની ટેવ પાડતા શીખવ્યું છે. જળઝીલણી એકાદશીની ગુરૂહરિ પપ્પાજીની ઘણી સ્મૃતિઓ છે.

 

.પૂ.મમ્મીજીનો પ્રાગટ્ય દિન

 

 

વચનામૃત .અં.૨૬ પ્રમાણેનું કાર્ય કરવા શ્રીજી મહારાજનું ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપે પ્રગટીકરણ હતું. તે કાર્ય યોગીજી સાધુ સ્વરૂપે હતા. તેઓથી ના થઈ શકે. ગુરૂહરિ પપ્પાજીને ગૃહસ્થ બનાવ્યા. “પ્લાન આતો પૂરવના૧લી સપ્ટેમ્બરે ૧૯૧૬ ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અને તા.૨૮//૯૧૬ .પૂ.મમ્મીજી (પૂ.કમળાબેન)નો પ્રાગટ્યદિન ! .પૂ.મમ્મીજી ૨૮ દિવસ નાના ! .પૂ.મમ્મીજીના જીવનદર્શનને ટૂંકમાં જોઈએ.

 

.પૂ.મમ્મીજીનો પ્રાગટ્યદિન જ્યોતમાં ૧૯૮૦ પછીથી લગભગ દર વર્ષે બહેનો સભામાં ઉજવતા. ગુરૂહરિ  પપ્પાજી પણ સભામાં પધારતા અને આશીર્વાદ આપતા.

.પૂ.મમ્મીજીના પ્રાગટ્યદિને એક વખત બહેનોએ કાર્ડ લખેલું અને તેના સંદર્ભમાં ગુરૂહરિ પપ્પાજીએ એક લેખ .પૂ.મમ્મીજીને આશીર્વાદરૂપે લખેલો તે અહીં જોઈએ.

 

 

સ્વામિશ્રીજી

                                                           તા.૨૫//૮૯

                                                              ૨૫//૨૭

 

પૂ.મમ્મી દાસી ગુણીયલમાંથી મમ્મી બન્યાં.તો કાર્ડ આપણા ૬૩મા લગ્નતિથીએ બહેનોએ આપણને આપ્યું.તેમાં લખાણ સરસ છે કે,

 

આકાશના રૂદનના અશ્રુમાંથી મેધધનુષ્ય પ્રભુએ બનાવ્યું છે.જે બધાને આનંદ આપે છે એવી રીતે તમે ને મેં બાપાના નિમિત્ત બની ભગવાન ભજતી બહેનોને સંસારના નરકમાંથી રડતીના આંસુમાંથી અક્ષરધામના હર્ષાશ્રુનું મેઘધનુષ્ય બનાવ્યું જે સંબંધમાં આવનાર જીવોને દેહભાવથી પર કરી નિરંતર અક્ષરધામરૂપ કરી દે છે. અને દુઃખી બહેનોના અશ્રુ લૂછી તેમાંથી બ્રહ્માનંદનુ મેઘધનુષ્ય બનાવે છે. જેથી બધી સાધના કરતી બહેનોને આનંદના ફુવારા ઉડાડતા કરી દીધા. આપણે એકબીજાના સ્વધર્મનો સાથ મળ્યો તો કામ બહુ સરળ બન્યું.ને અત્યારે પૂ.બા, તમે અને હું કાખલી કૂટ્યા કરીએ છીએ તેવી ત્રણ ત્રણ પેઢી છે.૨૬ની તૈયાર થઈ ગઈ. ખૂબ આનંદ છે. રાજી રહેશો. આપણું જીવ્યું સફળ થયું ને લગ્ન અતિ સફળ થયું.

 

તમારા પપ્પાના જય સ્વામિનારાયણ !

 

 

ભાદરવા વદ૬ ગુરૂહરિપપ્પાજીની પ્રાગટ્ય તિથિ

 

 

ભાદરવા વદ ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથિ પણ સપ્ટેમ્બર મહિનામાં આવે છે. આખો મહિનો ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યની ઉજવણીની સ્મૃતિથી ભરપૂર છે.

 

..૧૯૮૦થી ગુરૂહરિ પપ્પાજી લંડન પધારતા. લગભગ સપ્ટેમ્બર મહિનામાં પાછા વિદ્યાનગર પધારે. ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન અને સ્વાગત સમારંભની ભેગી સભા વી.પી.હૉલમાં થતી. ૧લી સપ્ટેમ્બર અને ભાદરવા વદ ની વચ્ચેનો એક રવિવાર સમૈયાની તારીખ કમિટી નક્કી કરે. યોગીપરિવારના અખીલ ગુણાતીત સમાજના ચારેય પાંખાળો સમાજ સંતો, વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ અને સમર્પિત ગૃહસ્થો ગામોગામથી પધારે. દર વખતે વિધવિધ રીતનું ડેકોરેશન હોય ! તે પછીનો સમય ૧૯૯૦ પછીની ભાદરવા વદ સાંકરદા તીર્થધામે ઉજવાણી તેમાં ૧૯૯૨માં સાંકરદા તા.૨૯//૯૨ની ભાદરવા વદ ના રોજ  વ્રતધારી ભાઈઓને ગુણાતીત પ્રકાશનું વ્રત આપ્યું. બેજ આપ્યો. યુનિફોર્મ આપ્યો. જે યુનિફોર્મ સ્વયં ગુરૂહરિ પપ્પાજીએ અનુપમ મિશનના વ્રતધારી ભાઈઓ માટે પસંદ કરેલો. અને ગુરૂહરિ પપ્પાજીએ પોતે તે ડ્રેસ ધારણ પણ કર્યો હતો.

 

ગુરૂહરિ પપ્પાજીએ જેવી રીતે વ્રતધારી બહેનોની પાંખ ખોલી. તેવી રીતે ભાઈઓની પાંખ ખોલીને સ્વામિનારાયણ  ધર્મમાં ક્રાંતિકારી કાર્ય કર્યું છે. ગુરૂહરિ પપ્પાજીને ગુણાતીત શબ્દ ખૂબ ગમે. ‘જ્યોત’, ‘પ્રકાશ’, ‘સૌરભવગેરે શબ્દ ખૂબ ગમે. બહેનોની સંસ્થાનું નામગુણાતીત જ્યોતરાખ્યું છે. અને ગૃહસ્થોને વ્રત આપીનેગુણાતીત સૌરભનામ આપ્યું છે. યુવકોનુંનામગુણાતીત પ્રકાશતથા ગુણાતીત બાલ, કિશોર, યુવક મંડળ, ગુણાતીત બાલિકા, કિશોરી, યુવતી મંડળ આમ, ‘ગુણાતીતકરવા આવેલા ગુરૂહરિ પપ્પાજીએ ગુણાતીત ભાવમાં રહી પરબ્રહ્મ તત્ત્વને ધારણ કરીને સહુમાંય ગુણાતીત ભાવનું પ્રગટીકરણ કર્યું છે. એમાં ગુણાતીત પ્રકાશ અને ગુણાતીત સૌરભ નામ ગુરૂહરિ પપ્પાજીએ સ્વપ્રેરણાથી તા.૨૯//૯૨ના રોજ આપ્યું હતું.

 

૧૯૯૩થી ભાદરવા વદ જ્યોતમાં નિત નવી રીતે ઊજવાતી રહી છે. ગુરૂહરિ પપ્પાજી આનંદ સ્વરૂપ ! દર ભાદરવા વદ૬ના દિને જ્યોતના વ્રતધારી બહેનોનો આનંદબ્રહ્મનો કાર્યક્ર્મ હોય. આમ, આનંદબ્રહ્મ દ્વારા ઉજવણી હોય છે.

 

ભાદરવા વદ અમદાવાદ મંડળમાં ઉજવવાની રાખતા.

સ્વ. પૂ.ધીરૂભાઈ ભાવસાર અને અમદાવાદ મંડળના ભાઈઓ ખૂબ આગ્રહ કરીને દિવસે ગુરૂહરિ પપ્પાજી અમદાવાદ પધારે તેવું વિદ્યાનગર આવીને નક્કી કરી જતા. પાંચસાત વર્ષ રીતે ભાદરવા વદ ઊજવી. પરંતુ મુખ્ય દિવસે ગુરૂહરિ પપ્પાજી વિદ્યાનગર હોય એવી માંગ અહીંના ભક્તોની હતી. તેથી અમદાવાદ જવાનું તે દિવસે નહીં પણ આગળપાછળના દિવસે થતું. ( જૂની સ્મૃતિ સાથે વર્ષે અમદાવાદ મંડળના મુક્તોએ ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દીની ભાદરવા વદ તા.૨૧//૧૬ બુધવારે હતી તોય ઊજવવાનું રાખ્યું. અને માન્યતા મળી ગઈ અને ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરી હતી.)

 

 

યોગીજી મહારાજે ૫૧ સંતોને દીક્ષા આપી મુંબઈ રાખેલા. .પૂ.પપ્પાજી, .પૂ.કાકાજી, .પૂ.બા ત્યારે તારદેવ રહેતા. ગુરૂહરિ પપ્પાજીએ સંતોનું ખૂબ જતન તન, મન અને આધ્યાત્મિક રીતે કર્યું છે. તે શું તો ? યોગીજી મહારાજે સંતોને આશીર્વાદ આપેલા કે, “પાત્ર પણ હું ઘડીશ અને બ્રહ્મરસ પણ હું પૂરીશ. તમો પડી રહેજો. ભગવું ગાતરીયું દિ ઉતારશો નહીં.”  આશીર્વાદ પ્રમાણેનું જતન કર્યું છે. સંતો ગુરૂહરિ પપ્પાજી સાથે દિલથી જોડાયેલા હતા. સમાગમ કરતા.

 

સપ્ટેમ્બર મહિનામાં સંતોને પણ ગુરૂહરિ  પપ્પાજીએ કાયમી સ્મૃતિ આપી છે. //૧૯૭૫માં ગુરૂહરિ પપ્પાજીની હીરક જયંતિએ જ્યોત મંદિરમાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિનું અદ્દભૂત પ્રદર્શન .પૂ.દીદીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. જેમાં સંતો અને ભાઈઓએ મંદિરમાં એવી રીતના પાર્ટીશન (આડસ) જીકજાકમાં ગોઠવેલા. જેનાથી એટલી જગ્યાનો ૧૦ગણો ઉપયોગ થાય તેવો આઈડીયા અને મહેનત કરીને સેવા બજાવી હતી.

 

 

સમૈયા પછી તા.//૭૫ના રોજ ગુરૂહરિ પપ્પાજીએ સંતોને દિવ્યદીપમાં વેડમીની રસોઈ જમાડેલી. સ્વયં પોતે વેડમી ઉપર ઘી ઝારીમાં (ચાની કીટલીમાં) પીરસવા નીકળ્યા. ખૂબ રાજીપાના ભાવમાં ગુરૂહરિ પપ્પાજીએ ઘીની રેલમછેલ કરી ! એક થાળીથી ધાર સીધી બીજી થાળીમાં !

 

મહારાજની સ્મૃતિ આપણે સાંભળી છે. “પર્વતભાઈને ત્યાં અગતરાયમાં મહારાજ સંતોને લઈને પધારેલા. છૂટા ઘીની લાપસી બનાવેલી. મહારાજ ઘી પીરસવા નીકળ્યા. ધાર વાળ્યા વગર ઘી પીરસે અને સંતોને આનંદ  કરાવતા જોઈ પર્વતભાઈ નાચે કૂદે.” મહારાજે કપરા વર્તમાન સંતોને આપેલા. તે પ્રમાણે સંતો સારધાર વર્ત્યા. તેથી મહારાજ રાજી થયેલા તેમ આજે ગુરૂહરિ પપ્પાજીએ સંતોને જોગીએ આપેલા ભગવા વસ્ત્રો ગમે તેવા પ્રસંગોમાં પણ ના ઉતાર્યા. તે વચન પાળ્યું. તેના રાજીપારૂપે આજે ગુરૂહરિ પપ્પાજીએ મહારાજના જેવી લીલા કરીને કાયમી સ્મૃતિથી સંતોને ભરી દીધા. સ્મૃતિદિને તા./ ના રોજ વેડમી અને ઘી જ્યોતમાંથી બહેનો સંતોને મોકલે છે. તે //૧૬ના પણ મોકલેલ.

 

આમ, સપ્ટેમ્બર મહિનામાં સંતોબહેનોભાઈઓ અને ગૃહસ્થો ચારેય પાંખની સનાતન સ્મૃતિ છે.

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !