01 to 15 Jan 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૨૦૧૪ જાન્યુઆરીના પ્રથમ પખવાડીયા દરમ્યાનની જ્યોતની સ્મૃતિ માણીશું. ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના દિનની કીર્તન આરાધનાની વાત ગત પત્રમાં ભક્તિ શતાબ્દી પર્વોની સાથોસાથ આપણે માણી હતી. તે પછી જ્યોતનાં બહેનોની કચ્છયાત્રાનું આયોજન વારાફરતી ચાર બેચમાં હતું.
