01 to 28 Feb 2011 – Newsletter
સ્વામિશ્રીજી તા.૯/૩/૧૧ જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ ! ગુરૂહરિ પપ્પાજીની પ્રત્યક્ષ હાજરીનો અનુભવ સહુ ભક્તો જ્યાં છે ત્યાં કરે છે. તેવું જ સામુદાયિક રીતે પણ આવા સમૈયા શિબિર, મહાપૂજા કે અન્ય કાર્યક્ર્મ વખતે પણ જ્યાં આવાહ્ન શ્ર્લોક બોલાય ત્યાં જાણે પપ્પાજી બિરાજમાન થઈ જ જાય છે.
