01 to 15 Apr 2016 – Newsletter

સ્વામિશ્રીજી

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

અહીં આપણે તા. થી ૧૫ એપ્રિલ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. તે પહેલાં એપ્રિલ મહિનાની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ માણીશું.

32

 

એપ્રિલ મહીનો એટલે દુનિયામાં બધા એકબીજાને એપ્રિલફૂલ એટલે કે મૂરખ બનાવે. તે વિશેની ગુરૂહરિ પપ્પાજીની એક સ્મૃતિ છે.

 

તા.૨૫//૨૦૦૦ના રાત્રિ સભામાં એક સાધકે .પૂ.પપ્પાજીને પૂછ્યુ, ‘પપ્પાજી તમને કોઈએ ક્યારેય એપ્રિલફૂલ બનાવ્યા છે ?’

 

પપ્પાજી કહે, ‘હું કરમસદનો પાટીદાર. સંબંધવાળા બધાનો દાસગુલામ થઈને વર્તુ છું. કેટલો મોટો એપ્રિલફૂલ બનાવ્યો છે !’ આમ, ગમ્મતમાં માહાત્મ્ય સમજાવ્યું.

 

() તા.//૧૬ શુક્રવાર

 

દર મહિનાની ૧લી તારીખે ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ સવારે બહેનો શાશ્વતધામે દર્શનપ્રાર્થનાપ્રદક્ષિણા માટે ગયા હતાં. તથા સાંજે .૦૦ થી ૧૦.૦૦ સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્ર્મ ખૂબ દિવ્યતાથી સંપન્ન થયો હતો. આજની કીર્તન આરાધનામાં ભાઈઓએ જૂના જૂના ભજનો ગાયા હતા. સાધનાના હ્રદય ઉદ્દગારો ભજનરૂપે શ્રવણ કરી સહુઅના હૈયાની પ્રાર્થના સાથોસાથ વહી હતી. કીર્તનબાદ .પૂ.જ્યોતિબેનનો આશિષ લાભ લીધો હતો.

{gallery}images_in_articles//newsletter/2016/April/01-04-16 kirtan aardhna/{/gallery}

 

તેઓએ ખૂબ હ્રદય સ્પર્શી લાભ આપ્યો હતો. જૂના જૂના ભજનો સાંભળીને આનંદ આનંદ થઈ ગયો. ભજન શ્રવણ કરી, મનન કરવું, નિદિધ્યાસ કરવો. તે શું તો ? આપણા જીવન સાથે વાતને સરખાવતી જવી કે, મારો સ્વભાવ કેટલો બદલાયો? કેટલી પ્રગતિ કરી ! એકબીજાનો મહિમા કેટલો વધ્યો ? અંર્તર્દષ્ટિ કરીએ. પ્રાર્થનાથી ભગવાનનો અનુભવ વધારે થતો જાય તો માનવું કે આપણે સાચે રસ્તે છીએ. પ્રકૃતિસ્વભાવ ગમે તેવા હોય તોય ડરવાનું નહીં. ભજનનો આશરો લઈને તેની સામે ઝઝૂમવાનું ! આપણો સત્સંગ અલૌકિક છે. આવા સર્વોપરી પ્રત્યક્ષ પ્રભુ મળ્યા છે. એમના વચને જીવીએ છીએ. વચને જીવવાથી સ્વભાવ બદલાય છે. મુંબઈમાં એક સત્સંગી કુટુંબ રહેતું હતુ. કુટુંબના બહેન (ભાભી)તેમને ગુસ્સો બહુ હતો.અમે મુંબઈથી અહીં આવ્યા. ગુરૂહરિ પપ્પાજીએ તે બહેનને સમજાવ્યું. અને એક સેવા આપી તે કરી. તે બહેનને એક દિવસ તાવ આવ્યો. તેના દીકરાએ પાણીનો ગ્લાસ આપ્યો. તેનાથી પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો. મમ્મી કાંઈ નાબોલી. દીકરાએ નોંધ્યું. અને કહે કે, મમ્મી આવું થાય તો પહેલાં તું ગુસ્સે થતીતી. હવે કેમ ગુસ્સે નથી થતી ? મમ્મી કહે, બેટા ! હું પહેલાની નથી રહી. હવે મારાથી ગુસ્સો થઈ શકતો નથી. આમ, સ્વભાવ બુઠ્ઠો થઈ ગયો. માટે પેલું ભજન છે ને કે,

 

દિવ્ય સત્સંગમાં કોઈએ કોઈનું જોવું નહીં, જોવું નહીં. બહુ થાય તો સુહ્રદ પ્રાર્થના કરજો. પણ આપણી પળેપળ સનાતન કરવી છે. “મૂળ વિનાનું ઢોકળું ઢળી પડશે ઢબ તો કરેગા કબ.” ગુરૂહરિ પપ્પાજીનો શતાબ્દી પર્વ આવે છે. ભજન ભક્તિમાં સુહ્રદભાવમાં અડીખમ રહેવાનું છે. મારે માથે બહુ દેવું છે. સહજ આનંદ નથી રહેતો દેવું છે. દેવું ચૂકવવા માટે ભજન અને સેવા લઈ મંડીએ માટે ગુરૂહરિ પપ્પાજી ખૂબ ખૂબ બળ આપે તેવી પ્રાર્થના.

 

() તા.//૧૬ બ્રહ્મવિહારની કુટિર (અક્ષરડેરી)નો સ્થાપનાદિન તા.//૯૭

 

આજે જ્યોતની મંગલ સભામાં .પૂ.દીદીએપૂ.દિવ્યાબેનને આજના દિનની ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની વાત કરવા આજ્ઞા આપી. પૂ.દિવ્યાબેને પ્રારંભથી માંડી કુટિરની સ્મૃતિ કહી હતી.

 

બ્રહ્મવિહારની કુટિર (અક્ષરડેરી) ગુરૂહરિ પપ્પાજીએ પોતે ૧૯૯૧માં કરાવી છે. પહેલાં તો ગાર્ડનમાં કાચી કુટિર આનંદબ્રહ્મ માટે બાંધી હતી. નવું પ્રભુકૃપાનું બાંધકામ તો ચાલુ હતુ ત્યારે ગુરૂહરિ પપ્પાજી અનુપમમાં નિવાસ કરતા હતા. ગુરૂહરિ પપ્પાજીએ પૂ.દિવ્યાબેનને બોલાવીને કહ્યું કે, અક્ષરડેરીનું કામ પાકુ કરાવી દેજે.

 

ગુરૂહરિ પપ્પાજી કહે અહીં તો ૧૦૦ વર્ષ જૂનો આંબો હતો. ત્યારે હું ને દાદુભાઈ મીઠામરચાની પડીકી લઈને આવતા અને ત્યાં એક લીમડો હતો તેની નીચે સૂતા સૂતા કાચી નાની કેરી મીઠા મરચા સાથે બાટકતા.

 

પછી જગ્યાએ ગુરૂહરિ પપ્પાજીએ બહેનો માટે ગાર્ડન કરાવ્યું અને તેનું નામ તેઓએબ્રહ્મવિહારપાડ્યું. ત્યાં કુટિર બનાવી અને તે કુટિરમાં બિરાજી દિવસે તા.//૯૭ના રોજ ગુરૂહરિ પપ્પાજી બોલ્યા કે, મારી અક્ષરડેરી છે. હું અહીં રહીશ. જે કોઈ અહીં ૧૧ પ્રદક્ષિણા ફરશે તેનામાં કલ્યાણકારી ગુણ આવશે.

{gallery}images_in_articles//newsletter/2016/April/08-04-16 BRAMVIHAR/{/gallery}

 

ગુરૂહરિ પપ્પાજીને અંતરમાં એક ધખણા હતી. “બધા સુખ, શાંતિ ને આનંદથી સાધના કરે. આખો સમાજ તન, મન, ધન અને આત્માએ કરીને સુખીયો રહે.” જીવંત છે ને તે કાર્ય કરે છે. આવું ગુરૂહરિ પપ્પાજીનુ શાશ્વતધામ, પપ્પાજી તીર્થ, ગુણાતીત તીર્થ, જ્યોત મંદિર વગેરે છે. ત્યાં પ્રાર્થના કરે છે તે ફળે છે. ગુરૂહરિ પપ્પાજીએ જે વરદાન આપ્યા છે તે સફળ થાય છે.

 

.પૂ.દીદીએ પણ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. એપ્રિલ મહિનો ખૂબ પ્રસાદીનો મહિનો છે. ગુરૂહરિ પપ્પાજી આફ્રિકાથી ભારત કાયમી પધાર્યા. આપણા નસીબ ખૂલી ગયા. આજે ગુડી પડવો. મરાઠીનો મોટો તહેવાર ! ચેટીચાંદ સિંધીઓનો પણ તહેવાર ! આપણને આવા સર્વોપરી પ્રભુ મળ્યા. ગુરૂહરિ પપ્પાજીને એકાંતિક ધર્મ સિધ્ધ કરાવવો છે. તે માટે કોઈનુંય ચિંતવન ના હોય. એક પ્રભુનું ચિંતવન અને ભજન. રોજ પોતાનું ભજન કરી લેવું. ઉગતી પ્રભાતે ભજન ઉપર અનેમનના ખોટા વાક્ય ઉપર પ્રસંગ કહીને સરસ લાભ આપ્યો હતો.

 

() તા.૧૫//૧૬ શ્રી હરિજયંતી રામનવમી

 

આજે  શ્રીરામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્યદિન એક દિવસે. જ્યોતમાં સવારે મંગલસભામાં વિડીયો દર્શન દ્વારા તા.૨૧//૯૭ની ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ લીધો. એના ઉપર પૂ.ડૉ.નિલમબેને લાભ આપ્યો હતો.

 

અત્યાર સુધીની શ્રી હરિ જયંતીએ ગુરૂહરિ પપ્પાજીએ વહાવેલી પરાવાણીને અહીં આપણે માણીએ અને ધન્યતા અનુભવીએ.

 

આજે મહારાજનો જન્મદિવસ. પુરૂષોત્તમનારાયણ આજે પ્રગટ થયા. દુનિયાના ભાગ્ય ઉઘડી ગયા. પરબ્રહ્મ તત્ત્વને સમજવા માટે જીવની તૈયારી નહોતી એટલે ઉત્તરોઉત્તર ધીમે ધીમે માછલારૂપે થયા, કાચબારૂપે થયા, ઘોડારૂપે થયા, ભૂંડરૂપે થયા, સિંહરૂપે થયા, પરશુરામ, રામચંદ્રજી, કૃષ્ણભગવાન ને પછી શ્રીજીમહારાજ પરબ્રહ્મ પુરૂષોત્તમનારાયણનું નરદેહધારી પ્રગટીકરણ શ્રીજી મહારાજ રૂપે થયું.એક વખત પરબ્રહ્મ તત્ત્વ પૃથ્વી પર પ્રગટ થાય ને પછી ચાલુ રહે. અવતારકોટિ, વિરાટનારાયણ, પ્રધાનપુરૂષ, પ્રકૃતિપુરૂષ કોઈ પ્રગટ નથી રહ્યા. એક મહારાજ સીધા પ્રગટ થયા અને સાકાર બ્રહ્મ એને ઓળખી શક્યા.

{gallery}images_in_articles//newsletter/2016/April/15-04-16 SHREE HARI JAYANTI/{/gallery}

 

વળી મહારાજે પ્રેરક બનીને વચનામૃત લખાવી દીધું કે હું કોણ છુ ? આપણાં ધનભાગ્ય ! ધન્ય ઘડી ! કે ગુજરાતી ભાષામાં આપણે સમજી શકીએ એવી રીતે લખ્યું. જેમ જેમ વચનામૃત આપણે વાંચતા જઈએ એમ ઉત્તરોઉત્તર શબ્દોની ખબર પડતી જશે. એનો હવાદ આવતો જાય. એવી પરાવાણી છે. પરાવાણી એટલે મહારાજનું સ્વરૂપ કહેવાય.

 

દુનિયાની અંદર કોઈપણ સુખ લાવો, થોડો વખત ભોગવો અને પછી જુઓ કંટાળો આવે તો. પણ કંટાળા વગરની પરાવાણી વચનામૃત અને સ્વામીની વાતુ ચાલુ રહે છે. એવું મહારાજ અને પરબ્રહ્મ તત્ત્વ ચાલુ ને ચાલુ રહ્યું.

 

રામાનંદ સ્વામીએ જ્યારે ધામમાં જવાનો સંકલ્પ કર્યો ત્યારે મહારાજને જેતપુર દરબારમાં બોલાવ્યાને તે દિવસે મોટો યજ્ઞ કર્યો ને સભા કરી સૌને કહ્યું, ‘હું તો ડુગડુગી વગાડનારો હતો. ખરો વેષ ભજવનારો હવે આવે છે.’ એમ કહી મહારાજને ગાદી પર બેસાડ્યા. ત્યારે મહારાજે રામાનંદ સ્વામી પાસે ત્રણ વરદાન માગ્યા.

 

.આપના હરિભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મારા શરીરે રુંવાડે રુંવાડે કરોડ વીંછીનું દુઃખ થજો પણ હરિભક્તને દુઃખ પડે.

 

.આપના હરિભક્તના હાથમાં રામપત્તર હોય તો રામપત્તર મને આવે પણ કોઈ હરિભક્ત અન્નવસ્ત્રે કરીને દુઃખી ના હોય.

 

.અંતકાળે મારા આશ્રિતને હું લેવા જઈશ.

 

એમની સર્વોપરીતા મહારાજ લખી ગયા. મારા ભક્તને માથે કાળ, કર્મ, માયા નથી. કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ ! અશક્યમાં અશક્ય જેવી વાત શક્ય બની ગઈ. કોઈ સત્પુરૂષ પ્રગટ થયા પછી રામચંદ્રજી લ્યો, કૃષ્ણભગવાન લ્યો, ઈસુખ્રિસ્ત લ્યો કે મહંમદ પયગંબર લ્યોમોટા મોટા જે ધર્મો ચાલે છે. એમાં પ્રગટ્યા પછી ૫૦૦૭૦૦ વર્ષ પછી ધર્મ શરૂ થયો અને મહારાજ હતા હતા ને પોતાનું ભજન કરાઈ દીધું.

 

શ્રીજી મહારાજે સંબંધયોગે જીવના કલ્યાણનો આત્યંતિક કલ્યાણનો માર્ગ ખુલ્લો મૂક્યો. સ્વામિનારાયણના સત્સંગીના ગોળાનું પાણી પીવે તે બધાનું કલ્યાણ કરવાનું વચન આપ્યું. તેમાં એમણે જાતકુજાત, પાપીપુણ્યશાળી કે તેવી કોઈ લાયકાત જોઈ. નંદીને કે વંદીનેય જે કોઈ જીવને સંબંધ થાય કે, ‘ સાધુ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે…’ એમ માની તેમને અન્નજળ આપે, સેવા કરે તે બધાયનું કલ્યાણ થાય તે રીતના ઘડી કાઢે.

 

મહારાજની સર્વોપરિતા શું ? કે પોતે બ્રાહ્મણ હતા પણ કાઠીકોળી જોડે એટલા બધા રસબસ થઈ ગયા હતા ! કોઈ દાડો ધર્મમાં આવું થયું હોય તો ! મહારાજનો જેને સંબંધ થાય એનું જગત ખોટું કરી નાખે મહારાજનું જ્ઞાન હવે આપણે હમજતા થયા. એટલે મહારાજની જયંતી આપણે ઉજવવી છે. મહારાજ પ્રગટ થયા, એમનો વેલો ચાલુ રહ્યો. એના થકી થયેલા સંતો એવા ને એવા થઈ ગયા.

 

કાકા કહેતાતા, બહેનોના દર્શને અનંત જીવો નિર્વિકાર થઈ જશે. અત્યારે સાકાર જોઈએ છીએ. અનુભવીએ છીએ. ગમે તેવા આવ્યા હોય તોય ઠંડક થઈ જાય. પરિણામ મહારાજનું પ્રગટીકરણ પાંદડે પાંદડે મહારાજનો સત્સંગ ફેલાઈ ગયો.

 

આજે આપણાં માટે સર્વોપરી આનંદનો દિવસ. અખંડ ભગવાનના ધારક છે. એમણે મહારાજને સર્વોપરી કર્તાહર્તા, સાકાર માન્યા ને સેવ્યા. આપણે તેમની પાસે બે હાથ જોડી તેમના વચને કરી આપણે માહાત્મ્યમાં તરબોળ રહીએ. આપણને એવું અંદરથી ઉગી જાય પ્રાર્થના ને આશીર્વાદ.

 

તા.૧૫/૪ના બોરીવલી જ્યોતમાં .પૂ.જ્યોતિબેન, .પૂ.દેવીબેનના સાંનિધ્યમાં ત્રિવેણી મહોત્સવ નિમિત્તે સાંજે થી સભા કરી હતી. લગભગ ૨૦૦ હરિભક્તો સભાનો લાભ લેવા (ભાઈઓભાભીઓ) પધાર્યા હતા.

 

પ્રભુ પપ્પાજી ભારત પધાર્યા તે તારીખ સાથે શ્રી હરિ જયંતી અને બોરીવલી જ્યોતનો સ્થાપનાદિન. આમ, ત્રિવેણી મહોત્સવ હતો.

આહવાન શ્ર્લોક, ભજન બહેનોએ ગાયા. ભાઈઓએ ભજન ગાયા. સૌ ખૂબ ખુશ થયા.

 

પૂ.ભારતીબેન મોદીએ સરસ લાભ આપ્યો કે ગુરૂહરિ પપ્પાજીએ બોરીવલી મંડળને ગોકુળીયું કહેતાં. પૂ.વિમળાબેન રમણીકભાઈએ ભાઈઓભાભીઓનું ખૂબ જતન કર્યું. તો આપણે આવા સ્વરૂપોના નજીક ગયા. માહાત્મ્ય સમજાવ્યું.

{gallery}images_in_articles//newsletter/2016/April/15-04-16 P.PJYOTIBEN AND P.P.DEVIBEN IN mumbai sabha/{/gallery}

 

પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા કે એકબીજાની પાસે ભેગા થઈ ઘસાતું બોલીએ. ભેગા થઈને માહાત્મ્યની વાત કરીએ. સમય બગાડતાં સ્વામિનારાયણ મંત્ર જાપ કરતાં કરતાં ઘરકામ કરીએ. દૈવત આવશે.

પૂ.સુરેશભાઈ ગાંધીએ સરસ લાભ આપ્યો.

 

પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા કે સેવાથી bank balance કરી લેવું. ને બસ positive thinking કરવું. શ્રી હરિ જયંતી હોવાથી સભાના અંતમાં સૌ સ્વરૂપો અને મુક્તોએ આરતી કરી. ત્યારબાદ ફરાળી મહાપ્રસાદ લઈ સૌ વિસર્જીત થયા.

 

() જ્યોતમાં રોજ સવારસાંજ બે ટાઈમ કથાવાર્તા થાય છે. તેમાંની જ્ઞાનગોષ્ટિમાંથી તા.//૧૬ના મંગલસભામાં પૂ.મધુબેન સી.પટેલે કરેલી વાર્તાનો બોધ જોઈએ.

 

સાચી બનેલી વાત છે. થાન ગામમાં કુંભારોએ નીંભાડા કર્યા હતાં. તેમાંથી માટલા કરવાના હતા. ત્યાં વરસાદના છાંટા શરૂ થયા. તે ગામધણી એક દરબાર હતા. તેમને થયું મારા ગામમાં વરસાદ પડે છે તે નીંભાડાનું શું થયું હશે ? જોવા નીકળ્યા. પહેલો નીંભાડો મેપા ભગતનો આવ્યો. દરબાર કહે, “અલ્યા મેપા ! વરસાદ પડે છે તારે નીંભાડો ઢાંકવો નથી ? મેપા ભગતતો નીચું જોઈ માળા કરતાતા. કાંઈ બોલ્યા નહીં એટલે દરબાર કહે, તારે ઉભું ના થવું હોય તો કાંઈ નહીં. તારી પાસે ઢાંકવાનું હોય તે આપ. એની પાસે તો કાંઈ એવું ઢાંકવાનું નહોતું. એક બાંય વગરનું કેડીયું હતું તે ફેંક્યું. દરબાર કહે, ભગત તો મસ્ત રહીને માળા કરતાતા. ધીરે ધીરે વરસાદ તો વધવા માંડ્યો.

 

આખી રાત ખૂબ વરસાદ પડ્યો. સવાર પડીને વરસાદ બંધ થયો. દરબાર ને થયું લાવ બધાના નીંભાડા હવે જોઈ આવું. શું થયું હશે ? તો બધાના નીંભાડા તો સાવ ખલાસ થઈ ગયા હતા. માટીનો ઢગલો થયો હતો. કાદવ કાદવ થઈ ગયો. જ્યારે મેપા ભગતે તો ફક્ત કેડીયું ઢાંક્યું હતું તોય નહોતું પલળ્યું. તેનો નીંભાડો ચાલુ હતો. દરબાર કહે, અલ્યા મેપા ! તારો એક નીંભાડો પલળ્યો નથી. એનું શું કારણ ? મેપા ભગત કહે, હું તો મારા ભગવાનની માળા કરતોતો એટલે ભગવાનને ગરજ પડી હશે કે લાવ મારી માળા કરે છે તો તેનો નીંભાડો સાચવું જ્યારે બીજા બધાએ તો દોડાદોડી કરી તો તેમના નીંભાડા પલળી ગયા અને મેપા ભગતનો નીંભાડો તો એમને એમ રહ્યો. કેવા શ્રધ્ધાવાળા ! દરબાર કહે, મેપા ભગત મારે તમારા શિષ્ય થવું છે. તમારા જેવી માળા કરતા થવું છે. પછી તો બંને જણા એક કુટિરમાં રહેતાતા ને ભજનભક્તિ કરતાતા. ગામમાં બધાને વાત કહે, એની બધાને ગેડ બેસી જાય. ભગવાનમાં શ્રધ્ધા બેસતી જાય.

 

પપ્પાજી કહેતાં હરતાફરતા ભગવાનને સંભાર્યા કર્યો એટલે ભગવાનની નજીક ને નજીક જતાં જઈશું. અને ભગવાન તમારું કામ કરશે. ગુરૂહરિ પપ્પાજી અર્તયામી છે. આપણને અખંડ જોયા કરે છે. ભજન કરવાના સ્વાધ્યાય કરવાના હેવા પાડી દેવા.

 

આમ, આખું પખવાડીયું ભક્તિમય પસાર થયું હતું. ગુરૂહરિ પપ્પાજીના ચરણોમાં પ્રાર્થના કે અમે પળેપળ આપની સહાય માંગ્યા કરીએ, સંબંધવાળા મુક્તો આગળ દાસગુલામ થઈને વર્તીએ એવું જીવવાનું ખૂબ ખૂબ બળ આપજો. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !