01 to 15 Dec 2014 – Newsletter

સ્વામિશ્રીજી

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ !

અહીં આપણે તા.૧ થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન જ્યોત-જ્યોતશાખામાં થયેલ વિશેષ કાર્યક્ર્મ સભા વગેરેની સ્મૃતિ માણીશું.

DSC09953

(૧) તા.૧/૧૨/૧૪ સોમવાર

ગુરૂહરિ પપ્પાજીની ૧લી તારીખની સ્મૃતિસહ દર મહિનાની ૧લીએ સવારે ‘શાશ્વત ધામે’ પ્રાર્થના પ્રદક્ષિણા માટે પપ્પાજી તીર્થ પર જાય છે તે મુજબ આજે સવારે બહેનો ગયા હતાં.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/01-12-14 Pappaji tirth dhun pradaxina/{/gallery}

 

દર ૧લી તારીખે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ ‘કીર્તન આરાધના’ બહેનો ભાઈઓની સંયુક્ત સભામાં થાય છે તે મુજબ આજે પણ વાજીંત્રો સાથે પ્રથમ બહેનોએ ભજનો ગાયા હતાં. પછી ભાઈઓએ ભજનો ગાયા હતાં. કીર્તન ભજનોનું દિવ્યતાસભર વાતાવરણ બન્યું હતું. ૨૦૧૪ની આ છેલ્લી કીર્તન આરાધના હતી તેથી પ.પૂ.દીદીના આશીર્વાદ પણ લીધા હતાં.

આજે ૨૦૧૪ના વર્ષનો છેલ્લો મહિનો છે. હંમેશા છેલ્લો મહિનો આવે ત્યારે આપણે નવા વર્ષની તૈયારી કરતા હોઈએ છીએ. ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય હકીકતમાં ૨૦૧૫ની ૧લી સપ્ટેમ્બરે છે. માટે શતાબ્દી ૨૦૧૫માં કહેવાય. પણ ગુરૂહરિ પપ્પાજીના નાનાએ નડિયાદ સ્કુલમાં પપ્પાજીને દાખલ કર્યા ત્યારે ૧૯૧૬ની સાલ લખાવી હતી. એટલે ૨૦૧૬નું વર્ષ કહેવાય. આપણને તો ફાયદો જ છે. બે વખત ગુરૂહરિ પપ્પાજીની શતાબ્દી ઉજવાશે. ગુરૂહરિ પપ્પાજી જે કાર્ય માટે પ્રગટ્યા. એમણે તો એમનું કાર્ય પૂરૂં કર્યું. હવે એમનું કાર્ય આપણે છીએ. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા અને એકાંતિક ધર્મની સ્થાપના કરી. માનવ માત્ર ગૃહી કે ત્યાગી એકાંતિક બની શકે. માનવમાંથી મહામાનવ બનવાનું છે. તે માટે આપણે પોતે નક્કી કરવું પડે. મહારાજને ગુરૂહરિ પપ્પાજીને રાજી કરવા છે. સિધ્ધાંતિક રાજીપો થાય તો એકાંતિકપણું સિધ્ધ થાય. આવતા વર્ષનું સૂત્ર કેલેન્ડરમાં છે. રાજી થતાં ક્યાં વાર છે ? સંપ, સુહ્રદભાવ ને એકતા રાખો. આપણે જ્યાં છીએ ત્યાં રાખવાની છે.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/01-12-14 kirtan aaradhna/{/gallery}

ઉમરેઠના એક સત્સંગી બહેન છે. P.hd. કરવું હતું. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીની નિષ્ઠાવાળી એ દીકરીએ સ્વામીજીને પૂછાવ્યું કે, હું ક્યા વિષય ઉપર P.hd.કરું ? સ્વામીજીએ કહેવડાવ્યું કે, સંપ, સુહ્રદભાવ, એકતા વિષે. એ બહેને એ વચન પ્રમાણે મંડ્યા છે ? થીસીસ લખવા જેમની મદદ સાથ લેવાનો થશે તે લેશે. એમ આપણે ભલે થીસીસ લખવાની નથી. વર્તન જ કરવાનું છે. ત્યાગી ગૃહી કોઈનો મેળ નથી. પૂ.ઈલેશભાઈએ પ.પૂ.દીદીને કહ્યું “આપ વ્યસન મુક્તિ માટે ભાઈઓને વાત કરો.” પ.પૂ.દીદીએ તે વિષે વાત કરી અને ધીમે ધીમે ઓછું કરતા જવાની આજ્ઞા કરી. આપણે અને આપણા કુટુંબની સુખ, શાંતિ માટે વ્યસન મૂકવું જરૂરી છે જ. વ્યસન સારૂં નથી. મૂકવા માટે પ્રયત્ન અને પ્રભુનું બળ લેવું. પ્રભુના બળે બધું જ શક્ય છે. આમ, હાલના જમાનામાં તન-મનથી સુખી રહેવાની વાતમાં હળવી ટકોર સાથે પ.પૂ.દીદીએ આજ્ઞા આપી હતી. ગુણાતીત સમાજના સર્વે મુક્તો નવા વર્ષની આ આજ્ઞાનું પાલન કરે તેવી વિનંતી અને ગુરૂહરિ પપ્પાજીના શ્રીચરણે પ્રાર્થના સહ ૨૦૧૪ની છેલ્લી કીર્તન આરાધનાના સર્વને જય સ્વામિનારાયણ.

(૨) તા.૭/૧૨/૧૪ રવિવાર

આજે સવારે ૯.૦૦ થી ૧.૦૦ ની સભામાં પરમ ભાગવત સંત સ્વરૂપ પ.પૂ.જશુબેનનો ૫૪મો સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં ઉજવાયો હતો. તેના દર્શન તે દિવસોમાં આપ સહુએ વેબસાઈટ પર ફોટા તથા વિડિયો દ્વારા માણ્યા હશે.

(૩) તા.૮/૧૨/૧૪ પ.પૂ.મીનાબેન દોશીની હીરક જયંતી

આજે પરમ ભાગવત સંત પૂ.મીનાબેન દોશીની હીરક જયંતિ સવારે ૯.૩૦ થી ૧.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં બહેનોની સભામાં ઉજવાઈ હતી.

પૂ.મીનાબેન એટલે કૃપાનો કુંભ ઝીલનાર અમૂલ્ય પાત્ર ! પૂર્વના જ હશે. તેથી જન્મ પણ એવા અનાદિના માતા-પિતા પૂ.જશુબેન જયંતિભાઈના ઘરે પ્રભુએ આપ્યો. આ જૈન કુટુંબને પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ – તારદેવનો જોગ થયો. સાપ જેમ કાંચળી ઉતારે તેમ પૂ.જશુબેને ગૃહસ્થ જીવન ત્યજીને પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીની પ્રાપ્તિ કરી તે સમય દરમ્યાનનું બળતા અંગારાનું છોરૂં એટલે પૂ.મીનાબેન ! ખૂબ સમજુ, ખૂબ ધીરજ, સમતા અને સેવાનું સ્વરૂપ ! નાનપણથી એ પૂ.જશુબેનની દિકરી નહીં પણ મા છે એવું ગુરૂહરિ પપ્પાજી કહેતા. પૂ.જશુબેનને ભગવાન ભજવાની તમન્ના જનકરાજા જેવી હતી. ઘરબાર મૂકીને સમાગમ માટે તેમની તારદેવ દોટ હોય. તેવે વખતે પૂ.મીનાબેન નાના ભાઈ-ભાંડુની સંભાળ રાખે. તારદેવ જાય તોય નીચે બાળકોને સાચવે. જેથી પૂ.જશુબેન સમાગમ સેવા કરી શકે. આવા સમજુ પૂ.મીનાબેન ૧૯૬૬માં શેરડી પાછળ એરડીને પાણી મળે તેમ પૂ.જશુબેન-પૂ.જયંતિભાઈને ગુરૂહરિ પપ્પાજી જ્યોતમાં લાવ્યા. તેની સાથે પૂ.મીનાબેન અને બાળકો પણ આવ્યા. પૂ.દયાબેન, પૂ.હંસાબેન ગુણાતીતના હાથ નીચે ભણનારા તરીકે રહ્યાં. પૂ.મીનાબેન અને બાળકો પણ આવ્યા. પૂ.મીનાબેન ૧૯૭૧માં પુખ્તવયના થતાં નિર્ણય લેવાનો હતો. ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એમ પૂ.મીનાબેને ભગવાન ભજવાનો નિર્ણય કર્યો. પ્રભુ માર્ગે હતાં જ અને આગળ ચાલ્યા. સેવાને જીવનું જીવન બનાવી, સુહ્રદભાવની ભક્તિ કરી, મુક્તોની સેવા કરી મૂર્તિ લૂંટતા. ગુરૂ પ.પૂ.તારાબેન, પ.પૂ.જશુબેનની આજ્ઞાથી સંત સ્વરૂપે પૂ.તરૂબેનની આજ્ઞામાં રહ્યાં. વળી, સુરત જ્યોતની સ્થાપના કરી ગુરૂહરિ પપ્પાજીએ પૂ.તરૂબેન, પૂ.મીનાબેનને સુરત સેન્ટર પર મૂક્યા. ત્યાં પણ બેઠું કામ કરી જ્યોતને ઝગમગતી કરી. માહાત્મ્યેયુક્ત સેવાને જીવન બનાવી જ્યોતના સમૈયાની રસોડાની સેવા સુરત મંડળના ભાભીઓ ઉપાડી લે તેવા તૈયાર કર્યા.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/08-12-14 P.Meenaben Hirak jayanti sabha/{/gallery}

આવા સેવાસ્વરૂપ પૂ.મીનાબેનની હીરક જયંતીની ઉજવણી આજે ખૂબ ભવ્ય રીતે થઈ હતી. સુરત મંડળની નાની ભાભીઓએ ગુલાબી સાડી પર સફેદ લેસપટ્ટાવાળો સુંદર યુનિફોર્મ ધારણ કર્યો હતો. લાઈનબંધ ઊભા રહી પૂ.જશુબેન અને પૂ.મીનાબેનનું સુંદર સ્વાગત કર્યું હતું. આમ, આનંદ નાચ-ગાન કરતાં કરતાં સભાખંડમાં આવ્યા હતાં. આ રીતે સભાનો પ્રારંભ જ આનંદથી થયો હતો. સ્વાગત પુષ્પહાર અર્પણ થયા. ગુરૂહરિની યાદમાં અશ્રાશ્રુ સાથે હ્રદયભાવથી પૂ.મીનાબેને સ્વાગત ઝીલ્યું અને જાણે ગુરૂહરિ પપ્પાજી સભામાં પધારી ગયા. ગદ્દગદીતભાવે ગુરૂહરિ પપ્પાજીના સ્મરણ સાથે સહુએ ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત કર્યું.

પુષ્પહાર અર્પણ થયા બાદ બે ડાન્સ દ્વારા હ્રદયભાવ અર્પણ કર્યો. (૧) પૂ.મયૂરીબેન પારેખ રચિત ભજન “પપ્પા તારા મુખડાની લાગી માયા…” ઉપર પૂ.કેયાએ ડાન્સ કર્યો.

(૨) પૂ.પૂજને પણ “મને એમ થાય કે…” એ ભજન ઉપર મનમાં થતાં ભાવોને ડાન્સ દ્વારા રજૂ કરીને સહુને બ્રહ્માનંદ કરાવ્યો હતો.

અનુભવ દર્શન અને મહિમાગાન પૂ.જાગૃતિભાભી પટેલ (સુરત) એ કરાવ્યું હતું.

પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા. પ.પૂ.દીદીએ પૂ.જશુબેન અને પૂ.જયંતિભાઈથી માંડીને પૂ.મીનાબેનના જીવનની કહાની સાથે મહિમાગાન કરીને રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

સુરત મંડળના નાના ભાભીઓએ ગઈકાલે રાત્રે સ્વામિનારાયણ ભગવાનનો સનેડો પૂ.જશુબેનના સાંનિધ્યે કરેલો. તે સનેડો આજે ગુરૂહરિ પપ્પાજી સ્વરૂપ પ.પૂ.દીદી સમક્ષ રજૂ થાય તેવી ભાવના હતી. તેથી સભામાં ગુલાબી સુંદર સરખી સાડીના ગણવેશમાં નાના ભાભીઓએ સનેડા દ્વારા પોતાનો આનંદ ભાવ સ્વરૂપો સમક્ષ રજૂ કરીને ધન્યતા અનુભવી હતી.

પૂ.દયાબેને પૂ.મીનાબેનના મહિમાગાનમાં સરસ લાભ આપ્યો હતો.

પૂ.રંભાભાભી (સુરત) અને પૂ.પારૂલબેને (સુરત જ્યોત) પૂ.મીનાબેનના અનુભવની વાતો ઉદાહરણ સાથે કરીને લાભ આપી સરસ યાચના કરી હતી.

પૂ.તરૂબેન, પૂ.ડૉ.નીલાબેને સાથી સંગાથી પૂ.મીનાબેનના જીવનની આદર્શ મહિમાની વાતો કરી લાભ આપ્યો હતો. યાચના પ્રવચન પૂ.મીનાબેને કર્યું હતું.

પ.પૂ.દેવીબન, પ.પૂ.જશુબેને પૂ.મીનાબેનના જીવનની વાતો કહીને ખૂબ સરસ લાભ આપી સહુને ધન્ય કર્યા હતાં.

અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા હતાં. પૂ.મીનાબેનની સેવા ભક્તિ, રાંકભાવ અને પોતાનું અસ્તિત્વ જ નહીં. એવું જીવન જીવીને મીના અત્યારે પ્રભુની અનુવૃત્યા ભક્તિ કરે છે. એવા રાજીપાના ઉદ્દગારો સાથેના ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદનો લાભ લઈને સભાની સમાપ્તી થઈ હતી.

આજનું સુશોભન સુંદર ઝગમગતા હીરાવાળું હતું. જેવો પ્રભુ પપ્પાજીનો જ્યોતનો ઝગમગતો હીરો પૂ.મીનાબેન છે. એવા સુમેળભર્યા સંયોગના દર્શનથી સહુએ ધન્યતા અનુભવી હતી. સનાતન સ્મૃતિ નવા નાના મુક્તોએ પણ માણી હતી.

(૪) તા.૧૨/૧૨/૧૪ શુક્રવાર પ.પૂ.સવિબેન જી.નો સ્વરૂપાનુભૂતિદિન

આજ રોજ પરમ ભાગવત સંત પ.પૂ.સવિબેનનો સ્વરૂપાનુભૂતિદિન હતો. તેની ઉજવણી આજની મંગલસભામાં મહિમાગાનથી કરી હતી.

પૂ.સવિબેનના આશીર્વાદ લીધા. પૂ.સવિબેને પોતાના જીવનની કહાની ટૂંકમાં કહીને ગુરૂહરિ પપ્પાજીનો ખૂબ મહિમા ગાયો હતો. પ.પૂ.સોનાબાના સંકલ્પે ગુરૂહરિ પપ્પાજીએ મને ગ્રહણ કરી. કેવળ કૃપા જ ! બસ, એમનું ઋણ ચૂકવાય તેમ નથી. પ.પૂ.બા અને પ.પૂ.બેને છેલ્લા શ્વાસ સુધી ગુરૂહરિ પપ્પાજીની જ ભક્તિ કરી છે. એવી આપણે ગુરૂહરિ પપ્પાજીની ભક્તિ કરવી છે. મારા પળેપળના જીવનમાં પપ્પાજી એક તું જ રહે ! તને ગમે તેવા મારા વિચાર, વાણી ને વર્તન થાય ! મારો શ્વાસ પપ્પાજીમય હોય ! આવી આજીજીભરી યાચના પૂ.સવિબેને કરીને સાચા અર્થમાં સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી કરી હતી.

પૂ.કાંતિબેને પૂ.સવિબેનના તાર્દશ્ય મહિમાની વાતો ઉદાહરણ સાથે કરી હતી. નાનપણથી પૂ.સવિબેનના જોગમાં પૂ.કાંતિબેન હતાં. માણાવદર જૂના મંદિરે ઘનશ્યામ મહારાજ સમક્ષ પ્રાર્થના કરતાં. તે પ્રસંગ તથા હાર્ટની જબરજસ્ત બિમારી છતાંય સેવા અને ભક્તિ મૂક્યા નથી. છેલ્લે મોટી સર્જરી થઈ ત્યારે હૉસ્પીટલમાં બીજા જ દિવસે સવારે પૂજા કરવા માંગી. માળા લઈ પથારીમાં ધ્યાન કર્યું. માળા કરી.

ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. ગુણાતીત જ્યોતમાં કોઈપણ જાતની ત્રેવડ હોય તો એ પૂ.સવિબેનને આભારી છે. પ્રભુ સાથે, જ્યોત સાથે જબરજસ્ત આત્મબુધ્ધિ ને પ્રિતી છે. પૂ.સવિબેને તારદેવથી તૈયાર થઈને અહીં આવ્યા. અહીં નવા બહેનોને આત્મલક્ષી જીવન જીવતા કરી દીધાં.

પૂ.સવિબેને નાનપણથી ભગવાન ભજવા હતાં. તો બાપા મને આણંદ લઈ ગયા. નિમિત્ત

વડોદરા લગ્નમાં જવાનું ઉભું થયું. બાપા મળ્યા પછી લગ્નમાં જતો નહીં પણ ગયો. વડોદરા લગ્ન પતાવી આણંદ બાપાના દર્શને ગયો. પૂ.હરિભાઈ પૂ.સવિને લઈને હાર્ટની દવા કરાવવા આવેલા. પૂ.હરિભાઈની ઈચ્છાથી પૂ.સવિબેનને મુંબઈ લઈ ગયો. નીચે પ.પૂ.સોનાબા પાસે રાખી. પૂ.સવિબેને ભજન-પ્રાર્થના કર્યા તો કાળ, કર્મ, માયા પાછા ઠેલાયા ! “ભજન કરીએ તો પ્રારબ્ધ ન કરે દુઃખિયા” તીવ્રપણે કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે છે. આપણે પ્રાર્થનાથી ભગવાનને કામ કરતા કરવા છે. એવું પૂ.સવિબેને કર્યું. પૂ.સવિબેનનું જીવન ચરિત્ર વાંચી અનુસરવું. આવા મોટેરાંએ ભજન અને સેવા કરી છે. એવું કરવાથી પરમ ભાગવત સંત બની જવાય છે. આ રીતે આજે સવિબેનનો સ્વરૂપાનુભૂતિદિન સિધ્ધાંતિક રીતે માહાત્મ્યગાનથી ઉજવાયો હતો.

(૫) તા.૧૪/૧૨/૧૪ બ્રહ્માકુમારીઝ વિદ્યાનગર દ્વિ-દશાબ્દી પર્વે અભિવાદન સમારોહ

બ્રહ્માકુમારીઝ વિદ્યાનગર સંસ્થાને ૨૦ વર્ષ પૂરાં થયા એ નિમિત્તે આખા વર્ષ દરમ્યાન તેઓએ અલગ અલગ રીતે ઉજવ્યું.

આજના આ સમારોહમાં બાલાસિનોર-ખેડા-આણંદ વિભાગમાંથી ધાર્મિક સંસ્થાઓના મહંતશ્રી મહાનુભાવોને અગાઉથી તેઓની મુલાકાત લઈ આમંત્રણ આપ્યું હતું. જેમાં લગભગ ૩૦ સંસ્થાના મહાનુભાવો હાજર રહ્યા હતાં. સ્ટેજ પર સર્વે મહાનુભાવોના આસન હતાં. તેઓનું વિશેષ રીતે સન્માન કર્યું.

સૌ પ્રથમ સભામાં પ્રભુનું આવાહન કરી ભજન ગાયું. ત્યારબાદ મહાનુભાવોને કલગી, હાર અને બેજ અર્પણ કર્યાં. નાની બે બાલિકાઓએ સ્વાગત નૃત્ય કર્યું. ૐ ના પ્રતિકને પુષ્પથી શણગારેલી ને તેમાં દીપ મૂક્યા હતાં. સ્ટેજ પરનાં સર્વે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું. બાલ બ્રહ્મચારીઓએ સવારે વહેલાં ઉઠી પ્રભુ પ્રસાદ (થાળ) બનાવેલ તે સ્ટેજ પર લાવ્યા. થાળને ઢાંકવાની રીત પ્રમાણે થાળનું પણ હાર ને પુષ્પગુચ્છથી સ્વાગત કરી થાળ બોલ્યા.

સર્વે મહાનુભાવોનું વિશેષ રીતે અભિવાદન કરવા માટે તેઓએ ચાર ચરણ કર્યાં હતાં. ૭-૭ મહાનુભાવોનું સ્વાગત કરે અને બે વક્તાઓ લાભ આપે. વિશેષ અભિવાદનમાં મહાનુભાવોને સૌ પ્રથમ તિલક કરે, કલગી અર્પણ કરે, શાલ ઓઢાડે પ્રભુ પ્રસાદ ફ્રુટ અને મીઠાઈ અર્પણ કરે, સન્માન પત્ર અર્પણ કરે. ને સૂટકેસની ગીફ્ટ આપે.

‘ગુણાતીત જ્યોત’ આપણી સંસ્થાનું ગૌરવ કહેવાય કે આપણા મહંતશ્રી પ.પૂ.હંસાદીદીનું આવું વિશેષ રીતે સન્માન અભિવાદન કર્યું.

સભા સંચાલિકા પૂ.જાગૃતિબેન અભિવાદન કરનાર મહાનુભાવોની ઓળખ આપે ને તેમના વિશે માહાત્મ્ય બોલે ને ત્યારે એ મહાનુભાવનું અભિવાદન થાય. વક્તાઓના નામ ડીકલેર કરે એ પહેલાં પણ માહાનુભાવોનું માહાત્મ્ય બોલે. એક ધાર્મિક સંસ્થા જ્યારે બીજા ધાર્મિક સંસ્થાની ને મહંતશ્રી તથા મહાનુભાવોનુ અભિવાદન કરે એ આપણા આનંદની વાત કહેવાય. બધાં જ વક્તાઓને ૩ મિનિટની સમય મર્યાદા આપી હતી. પ.પૂ.હંસાદીદીની પાંચમી વારી હતી.

{gallery}images_in_articles//newsletter/2014/Dec/14-12-14 P.Pdidi invitation for bramh kumari sprogramme/{/gallery}

(૬) ગુણાતીત જ્યોતમાં દરરોજ સવારે મંગલસભા અને રાત્રિ સભા થાય છે. તેમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લઈએ છીએ. આ પખવાડિયા દરમ્યાન  ૯/૧૨/૧૪ના રોજ ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીમાં એક નાની વાર્તા ઉદાહરણ રૂપે આવી હતી. દેહ અને ઘરને મંદિર બનાવવાની વાત ઉપરથી ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું કે જો આપણને સત્પુરૂષ સાથે સાચી પ્રિતી હોય તો ગમે તેવા ગુસ્સો કે સ્વભાવ હોય તોય પ્રિતીએ કરીને મૂકી દઈએ. તેની એક વાર્તા છે.

વાર્તા – એક વાઘરણ હતી. વાઘરી વાસમાં કૂબામાં રહેતી હતી. એ એક બ્રાહ્મણના છોકરા જોડે પ્રેમ થઈ ગયો. બ્રાહ્મણનો છોકરો પરણ્યો. તેથી નાતના લોકોએ તેને નાત બહાર કાઢ્યો. જેથી વાઘરી વાડે જઈને રહ્યો.

એક દિવસ આ વાઘરણ એક કરિયાણાની દુકાને માલ લેવા ગઈ. તે દુકાનવાળાએ આ બાઈને પૂછ્યું કે, બધા કૂબામાંથી ઝગડવાનો અવાજ આવે છે. પણ તારા કૂબામાંથી કેમ ક્યારેય ઝગડવાનો અવાજ નથી આવતો ? તું કેમ આટલી શાંત થઈ ગઈ છે. પેલી બાઈએ કહ્યું કે ભાઈ ! મારા માટે એ બ્રાહ્મણે જાત અભડાવી. વટલાયો તો મારે તેના હાટુ મારો સ્વભાવ મૂ્કી દેવો જોઈએ ને ?

એમ આવા ગુણાતીત સ્વરૂપો અક્ષરધામેથી આવી ઢેઢવાડે આપણી જોડે રહ્યાં.કોઈ કોટીમાં ના રહ્યાં. અને આપણી જોડે આપણા જેવા થઈને રહ્યાં. તો તેને ખાતર આપણો સ્વભાવ મૂકી દઈએ. સંપ, સુહ્રદભાવ, એકતા રાખી જીવીએ. સંબંધવાળાને પ્રભુનું સ્વરૂપ માની જીવીએ. તો આપણે પણ બ્રહ્મસ્વરૂપ (બ્રાહ્મણ) બની જઈએ.

આ વાર્તા પૂ.તારાબેને શરૂઆતથી પોતાના જીવનમાં આદર્શ તરીકે રાખેલી અને સહુને આ વાર્તા કહેતા. એ આપણું સહુનુંય જીવન બની રહે તેવી પ્રાર્થના.

આખું પખવાડિયું સરસ-આનંદમય બ્રહ્મમય ગયું હતું. અત્રે સહુ સ્વરૂપોની તબિયત સારી છે. સર્વે સદ્દગુરૂઓએ, મુક્તોએ આપને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ.