01 to 15 Jul 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા. ૧ થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. 

 

(૧) તા.૧/૭/૧૮

 

આજે સવારે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતાં. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો ધર્યા હતા.

રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ રાબેતા મુજબની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં સંયુક્ત સભામાં કરી હતી. પહેલાં ‘પરમ સૂર વૃંદ’ના બહેનોએ ભજનો ગાયાં હતાં. ત્યારબાદ ભાઈઓએ ભજનની રમઝટ બોલાવી સહુને ભક્તિરસમાં તરબોળ કર્યાં હતાં. 

{gallery}images_in_articles//newsletter/2018/July/01-07-18 kirtan aardhana{/gallery}

 

(૨) તા.૭/૭/૧૮ પૂ.દયાબેનનો ૫૫મો સ્વરૂપાનિભૂતિદિન

 

ગુરૂહરિ પપ્પાજી કહેતા, દયાબેન એટલે ગોંડલના ઘનશ્યામ મહારાજ. ગુરૂહરિ પપ્પાજી સાથે સમજણેયુક્ત ગાઢ પ્રીતિ, ગુરૂહરિ પપ્પાજીના સેવક બની, સેવા ને વચન એ જ ને પ્રભુની રીતે જ એક જ વચન કહ્યું, દયા આ રસ્તેથી જજે. નાન સામાન્ય વચનને  મોટું કરી પાળ્યું. તારાબેને કહ્યું, દયા ! કોઈનું જોતી નહીં ને સ્વામી ! સ્વામી કરજે. વચનને સાથી બનાવી પપ્પાજી સ્વરૂપ બની ગયાં. કર્તવ્યનિષ્ઠ છતાં ભાવનાશીલ. ઓછું બોલે છતાં ખુલ્લા દિલે રહે, સ્વધર્મનિષ્ઠ છતાં પલાયનવાદ નહીં. વ્યવસ્થિતતાને વખાણે છતાં ગબરગંડને વધાવે, દાસ્ત્વભક્તિ છતાં સ્વભાવ સામે સત્તાવાન, જાણે છતાં અજાણ રહેવાની કળા, સોંપેલા ચૈતન્યો માટે પૂરેપૂરૂં સભાનતાપૂર્વકનું જતન, છતાં પ્રભુની ભક્તિ હોય તે જ જીવન. એવા પપ્પાજી સ્વરૂપ પૂ.દયાબેનને કોટિ કોટિ વંદન !

 

પૂ.દયાબેનના સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણી આજે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ બહેનોની મંગલ સભામાં થઈ હતી. સ્ટેજ પર સાદું છતાંય સુંદર ડેકોરેશન બહેનોએ ભક્તિભાવથી કર્યું હતું. પૂ.દયાબેન સંબંધિત હરિભક્તો બહેનો-બાળકો સાથે આ સમૈયો ઉજવવા બહારગામથી આવ્યા હતાં. 

 

આહવાન, ભજન બાદ કિશોરીઓએ સરસ નૃત્ય કર્યું હતું. પૂ.દયાબેન આનંદસ્વરૂપ. તેથી સભાની શરૂઆત ભજન ઉપર નૃત્ય દ્વારા થઈ હતી. તે નૃત્યના અંતમાં બાલિકા અને બહેનો જોડાયા અને આનંદ આનંદ થઈ ગયો. ત્યારબાદ પ્રથમ પ્રભુ અને પછી પગલું સૂત્ર પ્રમાણે ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ગુરૂહરિ પપ્પાજીનો દિવ્ય સૂર સુણી જૂની સ્મૃતિમાં ગરકાવ થયા. આજની સભામાં ગૃહસ્થ બહેનોએ અનુભવ દર્શન ગુરૂહરિ પપ્પાજી-પૂ.દયાબેન વિશેના કહ્યાં હતાં. તથા ખાસ બાળકોએ તો દોડી દોડીને માઈક પર અવી વારી આપી. પૂર્વના મુક્તો ! અને માતા-પિતાના સંસ્કાર સિંચનના દર્શન થયાં. જ્યોત તરફથી પૂ.મનીબેનનો લાભ લીધો હતો. અંતમાં પૂ.દયાબેન અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. આજની સભા સરસ ટૂંકી અને સચોટ હતી. જેમાં પૂ.દયાબેનની આખી સાધના અને જીવનદર્શન અને ગુણનાં દર્શન થયાં હતાં. સર્વએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 

{gallery}images_in_articles//newsletter/2018/July/07-07-18 P.DAYABEN SWARUPANUBHUTIDIN{/gallery}

 

(૩) તા.૮/૭/૧૮ રક્ષાબંધનની રાખડીની મહાપૂજા

 

આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં રક્ષાબંધનની રાખડીની મહાપૂજા કરી હતી. જ્યોતના બહેનો દર વર્ષે પોતાના હાથે રાખડી બનાવે છે અને હરિભક્તોને ઘરે ઘરે મોકલે છે. આ રાખડી પહોંચાડતાં પહેલાં તેની મહાપૂજા કરી પ્રાર્થના-ભજનથી તેમાં શક્તિ પૂરે છે. ૭૦,૦૦૦ રાખડી બહેનોએ બનાવી હતી. તે શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધરી હતી. કુલ ૧૦૪ બહેનો આ મહાપૂજામાં બેઠા હતાં. 

 

આજની તારીખ ૮-૭-૧૮ તથા ૧૦૪ના અંકનો પણ સુમેળ સધાયો હતો. તા.૯ના રોજ પ.પૂ.બેનનો ૧૦૪મો પ્રાગટ્યદિન છે. તેથી આપમેળે ૧૦૪ બહેનો આ મહાપૂજામાં બેઠા હતાં. 

 

૮/૭/૧૮ તથા ૧૦૪ના અંકનો સુંદર સમન્વય

 

૮-વહાલાં પ.પૂ.તારાબેન

 

૯-વહાલાં પ.પૂ.જ્યોતિબેન

 

૧+૮=૯ વહાલાં પ.પૂ.દીદી

 

૧૦૪માં ૧૦- વહાલાં પ.પૂ.દેવીબેન

 

૪ની પાછળ ૧-૪૧ –વહાલાં પ.પૂ.જશુબેન

 

અને ૧૦૪મો વહાલાં પ.પૂ.બેનનો ધરાએ અવતરણદિન !

 

મહાપૂજા બાદ ગુરૂહરિ પપ્પાજીની ઓરીજીનલ પ્રસાદીની રાખડી સ્વરૂપોએ બીજી રાખડીને અડકાડી પ્રસાદીની કરી હતી. અંતમાં પ.પૂ.દીદી અને પ.પૂ.જશુબેનના આશીર્વાદ લીધા હતા. આ મહાપૂજાના વિશેષ દર્શન આપ વેબસાઈટ પર કરી શકશો. તેથી અહીં વિરમું છું. 

{gallery}images_in_articles//newsletter/2018/July/08-07-18 RAKHDI NI MAHAPOOJA{/gallery}

 

(૪) તા.૯/૭/૧૮ પ.પૂ.બેનનો ૧૦૪મો પ્રાગટ્યદિન

 

અત્યારના કળિયુગના સમયમાં અનાદિ મુક્ત મુમુક્ષુ આત્મા પ.પૂ.શાંતાબેન પોપટ (પ.પૂ.બેન)નો જન્મ ૯ જુલાઈ ૧૯૧૪માં સૌરાષ્ટ્રમાં સરદારગઢ ગામે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. રહેવાસી મેખડી ગામના માતા-પિતા પાનકુંવરબેન ઓધવજીભાઈ. ગોરા ગાલ અને વાંકડીયા વાળમાં શોભતી આ કન્યા ભણવા ન જાય તેથી આલોકની વિદ્યા ભણ્યાં જ નહીં. પૂર્વનો આત્મા ખૂબ મોટો. તેથી સમજણાં થયા ત્યારથી પ્રભુ પ્રત્યેની પ્રીતિ એમના વર્તનમાં સહજ દેખાઈ આવે.

 

શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. જેના પ્રતિક રૂપે એમના હાથમાં બાળકૃષ્ણનો પંજો છે. શ્રી શંકરભગવાનના સાક્ષાત્ દર્શન કર્યાં અને શંકર ભગવાનના કહેવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો. પરોક્ષ પ્રભુનો તો સાક્ષાત્કાર કર્યો. સાથે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતા પામી સાચા ગુણાતીત સાધુ સ્વરૂપ બની એક આદર્શ સ્વરૂપ બની ગયાં. જેમનો કીર્તિધ્વજ ચોમેર લહેરાતો રહ્યો છે. 

 

હિન્દુ સમાજની એક બાળવિધવા સ્ત્રી પ્રભુની સહાયે અને આત્મબળે ઈસ્ટ આફ્રિકામાં યુગાન્ડાના જીંજા ગામે સ્વામિનારાયણ મંદિર બાંધ્યું. પ.પૂ.બેન જે કાંઈ કરે એ સાચા દિલથી કરે. એમની આવી અંતરની ભાવનાને સ્વીકારી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૬૪મી જન્મ જયંતિ ઉજવવાનો લ્હાવો જીંજામંડળના મુક્તોને મળ્યો. 

 

જીંજામાં પ.પૂ.બેન સાથે સત્સંગના સંસ્કાર પામેલો આખો સમાજ ઈંગ્લેન્ડ સેટલ થયો. તેથી પ.પૂ.બેનના ગુણાતીત જ્યોતના મોટેરાં બહેનો સાથે ઈંગ્લેન્ડ આવન-જાવનથી બધાનો સત્સંગ લીલો છમ રહ્યો અને ઘણાં નવાં ચૈતન્યો પણ સંબંધને પામ્યાં.

 

ભણેલી ગણેલી બહેનો માટે લંડનમાં પ.પૂ.બેનના સંકલ્પે ગુરૂહરિ પ.પૂ.પપ્પાજીએ ગુણાતીત જ્યોતની શાખાની સ્થાપના કરી, સાથે ચૈતન્ય માધ્યમો તૈયાર કરી સેન્ટરો પણ શરૂ કર્યાં. અલૌકિક ભૂમિકાઓના ભૂલભૂલામણી ભર્યા રાહેથી સાચી સાધુતા પ્રસરાવનાર ગુણાતીત સ્વરૂપ પ.પૂ.બેનના ચરણે કોટિ કોટિ વંદન સહ આજ ૧૦૪મા પ્રાગટ્યદિને પ્રભુ ચરણે પ્રાર્થના કે અમને વહેલામાં વહેલી તકે પરમ ભાગવત સંત બનાવજો. 

 

સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ બહેનોની મંગલ સભામાં પ.પૂ.બેનના પ્રાગટ્યદિન નિમિત્તે સભા કરી હતી. સભામાં પ.પૂ.બેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પૂ.ડૉ.મેનકાબેન, પૂ.તારાબેન પટેલ, પૂ.અમીબેને અનુભવદર્શનમાં લાભ આપ્યો હતો. 

રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ પ.પૂ.બેનના ગ્રુપના બહેનોએ આનંદબ્રહ્મ કરાવ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2018/July/09-07-18 P.P.BEN 104 PRAGTYADIN SABHA{/gallery}

 

(૫) તા.૧૫/૭/૧૮

 

૧૯૭૮ની સાલમાં ગુરૂહરિ પપ્પાજીએ લેખ લખ્યો કે, “જે કામ ભજન કરે તે બીજું કોઈ જ ન કરે.” તે વિશિષ્ટ સ્મૃતિનો દિવસ આજે છે.

 

તા.૧૫/૭/૭૮ના રોજ પ્રત્યેક સાધક માત્રના જીવનને ઉર્ધ્વગતિ આપનારું અને અતિ અણમોલ બ્રહ્મસૂત્ર આપ્યું કે, “જે કામ ભજન કરે તે બીજું કોઈ જ ન કરે. અરે ! અશક્યમાં અશક્ય કામ ભજન કરીએ તો શક્ય થાય જ.” આવું શક્તિશાળી સૂત્ર-સાધન આપ્યું છે. પણ આપણને બુધ્ધિ કે બીજા-ત્રીજા તુક્કાઓમાં જેટલી શ્રદ્ધા છે તેટલી પ્રાર્થનામાં ન હોય. અને એટલે જ બીજું બધું અજમાવીને થાકી જઈએ, ત્યારે પરાણે પ્રાર્થનાનો ઉપાય લઈએ અને એ પણ મજબૂરી કે કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભજનનો ઉપાય લઈએ છીએ. પરંતુ તેમાં સાચું માહાત્મ્ય નથી હોતું. ગુરૂહરિ પપ્પાજી મહારાજના આ વચનમાં એમની પ્રત્યક્ષતા સમાયેલી છે. જો પૂર્ણ વિશ્વાસ હોય તો તેની અનુભૂતિ થયા વિના રહે નહીં. આપણા સમાજમાં અસંખ્ય મુક્તોને આવી પ્રાર્થનાના અસંખ્ય અનુભવો છે. ખુલ્લી આંખે જીવવા પ્રયત્ન કરીએ તો આપણી નજર સામે એવા ઉદાહરણો આવશે. ગુરૂહરિ પપ્પાજી મહારાજે આપેલ જ્ઞાન સીધું-સાદું, સરળતાથી સમજી શકાય અને અમલમાં મૂકી શકાય એવું છે. વળી, એમણે પોતે જીવી બતાવેલું છે. પ્રભુએ અણમોલ જીવન આપણને બક્ષિસ આપ્યું છે. તેને કેવી રીતે પસાર કરવું તે આપણા હાથમાં છે.

 

હે ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! આપની સ્મૃતિ સહીત ભજનથી દરેક ડગલાં માંડીએ, દરેક પ્રશ્નો ઉકેલીએ. અને સાચા અર્થમાં “જે કામ ભજન કરે તે બીજું કોઈ જ ન કરે.” એ સૂત્ર અમારું જીવન બની જાય અને અમે અમારી અમૂલ્ય જીવન સાધના સરળ, સુખદાયી અને સફળ કરીએ એ જ પ્રાર્થના.

 

સુરતના ગુણાતીત પ્રકાશના ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ આ પ્રાર્થના આપણા સહુ વતી ગુરૂહરિ પપ્પાજીના ચરણે ધરી હતી. ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂ સ્વરૂપો આપણને સહુને ભજન કરવાનું ખૂબ ખૂબ બળ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના.

 

આમ, આ પખવાડીયું ભક્તિ સભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ ! રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !