01 to 15 Jul 2016 – Newsletter

સ્વામિશ્રીજી           

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા. થી ૧૫ જુલાઈ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ કરીશું.

 

() તા.//૧૫

 

દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂનભજનપ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં.

પપ્પાજી હૉલમાં પૉલીશનું કામ ચાલતું હોવાથી ૧લી તારીખની કીર્તન આરાધના ભાઈઓએ વખતે મંદિરમાં અને બહેનોએ .પૂ.જ્યોતિબેન, .પૂ.જશુબેન અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે જ્યોતિ હૉલમાં કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2016/July/01-07-16 KIRTAN AARDHNA{/gallery}

 

છેલ્લે પૂ.જ્યોતિબેનની ફરમાઈશનું ભજનઆરાધુ અખંડ પ્રેમે…” ગાયું. અને .પૂ.જ્યોતિબેન અને .પૂ.જશુબેનના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

() તા.//૧૬

 

ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વ નિમિત્તે જ્યોતના બહેનોની શિબિર સભા મંદિરમાં થઈ હતી. તેમાં પૂ.માયાબેન દેસાઈએ એક વાર્તા કરી હતી. તે સાર રૂપે અહીં માણીએ.

 

શબ્દ બળવાન છે. તે ધારે તે કરી શકે. તેના ઉપર વાર્તા કરી હતી.

ચાર ચોર હતા. એમણે નક્કી કર્યું કે આપણે મારીઝૂડીને કે સંતાઈને ચોરી નથી કરવી પણ શબ્દ પ્રયોગથી ચોરી કરવી છે. એક ઘોડેસવાર દૂરથી આવતો હતો, તે તેમણે જોયો. અને ચારે ચોર થોડા થોડા અંતરે ઉભા રહી ગયા. જેવો ઘોડે સવાર નજીક આવ્યો તેવો પહેલો ચોર કહે, ભાગોભાગો વાઘ આવ્યો. ઘોડે સવારે જોયું કે તો ઘોડો છે. ક્યાં વાઘ છે ? ઘોડે સવાર આગળ ગયો, ત્યાં બીજા ચોરે પણ આવું કહ્યું કે, અરે ! તો વાઘ છે, ભાગો. ઘોડેસવારને પાછી ભ્રાંતિ થઈ અને જોઈ લીધું કે તો ઘોડો છે. પાછો આગળ ગયો ત્યાં ત્રીજો ચોર એમ બોલ્યો જે તો વાઘ છે. ચોથા ચોરે પણ એમ કહ્યું. ઘોડે સવારને અંદર બીક પેઠી કે તો વાઘ છે. એટલે ઘોડો મૂકીને ભાગી ગયો. અને ચારે ચોર ઘોડાને લઈ ગયા.

 

આમ, શબ્દ બળવાન છે. સાંભળીએ અને પ્રમાણે વર્તવા માંડીએ તો બેડો પાર થઈ જાય.  પોતે પોતાના ગુરૂ બની સ્વાધ્યાય કરીએ. વચનામૃત, સ્વામીની વાતો વાંચીને પપ્પાજી પર લગાડીએ. ગુરૂ પર લગાડીએ. આપણે આપણા આત્માનું જતન પોતે કરવાનું છે. એમ વાત કરી આશીર્વાદ આપ્યા હતા.

 

(3) તા.૧૩//૧૬

 

.પૂ.દીદી શિકાગો (અમેરિકા)માં કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવમાં પધારી, અમેરિકાના હરિભક્તોને લાભ આપી ૩૪ દિવસની ધર્મયાત્રા કરી આજે રાત્રે ૧૦.૧૫ વાગ્યે જ્યોતમાં પધાર્યાં.

 

.પૂ.દીદીએ વાત કરી કે, આટલા બધા મુક્તોનાં દર્શન કરીને મને બહુ આનંદ થયો. તમે મારી સાથે હતા. મહાપૂજામાં રોજ બધાને યાદ કરતીતી. ધરતીનો છેડો ઘર. ચાલો સર્વને જય સ્વામિનારાયણ કરી રૂમમાં પધાર્યા.

{gallery}images_in_articles//newsletter/2016/July/13-07-16 P.P.DIDI WELCOME IN INDIA AND p.p.MALKANI UNCEL SWAGAT SABHA{/gallery}

 

પૂ.મલ્કાની અંકલ (દિલ્હી) પણ આજે જ્યોતમાં પધાર્યા હતા. તેમણે વાત કરી કે હવે મારાથી દેહે કરીને બહુ નથી આવી શકાતું. ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું છે કે જ્યાં તમારું મન છે ત્યાં તમે છો. મનથી હું વિદ્યાનગર પ્રભુકૃપામાં રહું છું. રોજ સવારે ફોનથી .પૂ.જ્યોતિબેનને મળી લેવાય છે. પણ પ્રભુકૃપા છે. ગુરૂહરિ પપ્પાજીની તો મને બહુ યાદ આવે છે. પર્સનલી પપ્પાજીને બહુ Miss કરું છું. આજે એમની જગ્યાએ .પૂ.જ્યોતિબેનને ફોન કરું છું. એમના દ્વારા ગુરૂહરિ પપ્પાજી પ્રત્યક્ષ છે. એવું દિલથી માનું છું. દિલ્હી મારી રૂમમાં સામે ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ છે. તેની સાથે વાતો કર્યા કરું છું. પ્રાર્થના કરું છું ગુરૂહરિ પપ્પાજી સાથે બ્રહ્મવિહારના બગીચામાં જતા તે સ્મૃતિ કર્યા કરું છું.

 

બીજા દિવસે સવારે સભામાં પણ મલ્કાની અંકલ પધાર્યા હતા. તેમણે ગુરૂહરિ પપ્પાજીના અનુભવની વાત કરી કે, પ્રભુકૃપામાં એક વખત પપ્પાજી સાથે બેઠો હતો. મેં પપ્પાજીને પૂછ્યું કે મારે મારા બીઝનેસના કામ માટે બહાર સીંગાપોર ને એવા બીજા દેશોમાં જવાનું થાય છે. ત્યાં વેજીટેરીયન ખાવાનું ના મળે ? તો હું Fish ખાઉં ?

પપ્પાજી કહે, ‘ના

 

થોડાં વર્ષો પછી પાછો પપ્પાજી પાસે બેઠો હતો. મને થયું કે બહુ વર્ષો પહેલાં મેં પપ્પાજીને પૂછ્યું હતું. પપ્પાજી કદાચ ભૂલી ગયા હોય. તેથી પાછું મેં પપ્પાજીને પૂછ્યું, “પપ્પાજી ! હું બહાર જાઉં તો ખાવાપીવામાં બહુ મને મુશ્કેલી પડે છે અને Fish તો શાકાહારી કહેવાય છે તો હું લઈ શકું?

 

પપ્પાજી તરત બોલ્યા કે, “I told you once, no”.

ગુરૂહરિ પપ્પાજીને આપણું બધું યાદ રહે છે. પપ્પાજીની યાદમાં હું અહીં આવતો રહીશ. આપ સર્વને મારા જય સ્વામિનારાયણ.

આમ, પૂ.અંકલે ખૂબ સરસ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ અને અનુભવની વાત કરી હતી.

 

આમ, પખવાડીયા દરમ્યાન બહુ સમૈયા થયા નથી. પણ જ્યોતમાં રોજ સવારસાંજ કથાવાર્તા થાય છે. સદ્દગુરૂ સ્વરૂપોની વારીમાં એક વાત હોય છે કે ગુરૂહરિ પપ્પાજીનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. પપ્પાજીની એક ઇચ્છા હતી કે, “આબાલવૃધ્ધ તન, મન, ધન અને આત્માથી સુખીયા થાય. અને સહુ કોઈ પરમ ભાગવત સંત બને.” રીતે દરેક મુક્ત પોતાની રીતે ભક્તિ કરી ગુરૂહરિ પપ્પાજીને રાજી કરવાનું તાન રાખી મંડ્યા છે. ગુરૂહરિ પપ્પાજી અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપો આપણને રીતે વર્તવાનું ખૂબ બળ આપે એમના ચરણોમાં પ્રાર્થના.

 

અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. ગુરૂપૂનમ અને .પૂ.સોનાબાના પ્રાગટ્યદિનની સભાની સ્મૃતિ સાથે ટૂંક સમયમાં ફરીથી મળીશું.

આવજોરાજી રહેજો….જય સ્વામિનારાયણ !

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !