16 to 30 Sep 2017 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.

અક્ષર મુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો આજે જન્મદિવસ

 

સ્વામીશ્રીનો જન્મ વિ.સં.૧૮૪૧માં ભાદરા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકરબાઈ હતું. બાળપણનું નામ મૂળજી હતું. તેમને નૈસર્ગિક ભક્તિની શક્તિ પ્રાપ્ત થયેલી. સંસારથી ઐદાસીન્ય સ્વતઃ થયેલું. બાળપણથી ભક્તિરસમાં ડૂબી ગયેલા છતાં સંસાર વ્યવહાર સારી રીતે કરતા.

 

સ્વામીએ તત્કાળ ઘર સંસાર છોડીને સંન્યાસ તરફ પ્રયાણ કર્યું. સંવત ૧૮૮૬માં દીક્ષા લીધી અને મૂળજીમાંથી ગુણાતીતાનંદ સ્વામી બન્યા. સાધના અને જાગૃતતાને કારણે તેમણે એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી કે તેઓને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિના અખંડ દર્શન થતા. પળવાર પણ વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય.

 

સંપ્રદાયમાં આવેલા ધુરંધર સંતોમાંથી કોઈએ પોતાના જ્ઞાનથી, કોઈએ કવિત્વ શક્તિથી, કોઈએ સંગીતથી, કોઈએ વિદ્વતાથી સંપ્રદાયની સેવા કરી ઈતિહાસના પાને આદર સહિત સ્થાન મેળવ્યું હતું.