01 to 15 Sep 2014 – Newsletter

GKP 0517ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો,

૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યપર્વના હેતપૂર્વક જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાનના સમૈયા તથા અન્ય ભક્તિના કાર્યક્રમોની સ્મૃતિ માણીશું.

ઓહોહો ! સપ્ટેમ્બર માસ તો ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્ય લઈને આવેલ છે.

() તા.//૧૪ સોમવાર

આજે ગુરૂહરિ પપ્પાજીનો ૯૮મો પ્રાગટ્યદિન છે. ગઈકાલે રવિવારે પ્રાગટ્યદિન નિમિત્તે ઉજવણીની સભાસમૈયો ખૂબ ભવ્ય રીતે થયો. આજે પણ સવારથી રાત સુધી વિધ વિધ ભક્તિના કાર્યક્રમો થયા.

. મંગલ પ્રભાતે પ્રભુકૃપામાં દર્શન કર્યા. ગુરૂહરિ પપ્પાજીના ૯૮મા પ્રાગટ્ય પર્વનું સુંદર સુશોભન હતું.

. સવારે થી .૩૦ પપ્પાજી તીર્થ પર બહેનો શાશ્વતધામે પ્રદક્ષિણા માટે ગયાં હતાં. શાશ્વતધામ પુષ્પોથી સુશોભીત હતું. જે દર્શને આપમેળે પ્રભુ પ્રાગટ્યના ભાવો સાથે પ્રાર્થના વહે તેવું સુંદર વાતાવરણ હતું. તેમાં બહેનોએ દર્શન, ધ્યાન, પ્રદક્ષિણા કર્યા હતાં.

. સવારે .૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન ગૃહસ્થ ભાઈઓબહેનો માટેભક્તિ તુલાનો કાર્યક્ર્મ પ્રભુકૃપામાં હતો. .પૂ.જ્યોતિબેને, .પૂ.દેવીબેનના હસ્તે પ્રારંભ થયો. પ્રથમ ભાઈઓએ અને પછી ભાભીઓએ ખૂબ સમર્પિત ભાવે ભક્તિ તુલામાં ભાગ લીધો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/sept/01-09-14 bhakti tula/{/gallery}

 

.પૂ.જ્યોતિબેન અને .પૂ.દેવીબેને સાકરતુલા વખતે સરસ ટૂંકમાં પ્રાસંગિક આશીર્વાદ લાભ પણ આપ્યો હતો. આજે ગુરૂહરિ પપ્પાજીને સાકરથી તોળ્યા. સાકર એટલે શું ?

સહુથી ઉત્તમ તુલા સાકરની ગણાય છે. ભગવાનને આપણે કોઈની તુલના ના કરી શકાય. તેથી તો તુલાનું નામ ભક્તિ તુલા રાખેલ છે. આપણે કીડી જેવા જીવ છીએ. પ્રભુ કુંજર સમાન છે. આપણે કીડી બની સાકરની ગુણીમાં બેસી ગયા છીએ. અને પ્રભુ સંગે બ્રહ્માનંદનો સહેલ માણીએ છીએ. વાર્તા છે એક કીડી હતી. તે સાકરની ગુણમાં હતી. તે સાકર ખરીદાઈ અને હરદ્વાર મુકામે ગુણી ગઈ. ત્યાં સાકર ભગવાનને ધરાવી. કીડી પ્રભુના ચરણે કૃપામાં પહોંચી ગઈ. એમ આપણે બધા કીડી જેવા જીવો છીએ. કૃપામાં ભગવાનના ચરણમાં જઈને લીલા લહેર કરીએ છીએ. દરેક ચૈતન્યોમાં એક એક ગુણ હોય છે. તે ગુણ લઈએ એટલે આપણે ભગવાનને મીઠા લાગીએ. સાકર જેવા મીઠા થઈને ભગવાનના ચરણોમાં રહીએ. માહાત્મ્યનો ઉમળકો રાખીએ. ગુરૂહરિ પપ્પાજીના કાર્યના નિમિત્તે બની રહીએ. ગુરૂહરિ પપ્પાજી આપણને આત્માના સુખિયા કરવા છે. તેવા સુખિયા થઈએ. તેવી પ્રાર્થના સાથે આજનીભક્તિ તુલાશતાબ્દી પર્વના અનુસંધાને વખત ૨૫૨૫ કિલો સાકરથી ભક્તિ તુલામૂર્તિની તુલાથઈ હતી. ગુણાતીત સમાજ ચાર પાખાંળો છે. સંતો, વ્રતધારી બહેનો, વ્રતધારી ભાઈઓ, એકાંતિક ગૃહસ્થો (સૌરભ મુક્તો) ખરેખર આજે સ્થાનિક સમૈયો અને ભક્તિ તુલા સ્થાનિક હતી. છતાંય સંતો, બહેનો, ભાઈઓ અને ગૃહસ્થ ચારેય પાંખાળા મુક્તોએ ભાગ લીધો હતો.

દેશ પરદેશથી પણ ભક્તિ તુલામાં ભાગ લેવા નોંધણી કરાવી હતી. તેઓના વતી પણ હાજર મુક્તોએ કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આમ, બપોરે .૦૦ વાગ્યે ભક્તિ તુલાનો કાર્યક્ર્મ પૂરો થયો હતો અને અન્નકોટની તૈયારી શરૂ થઈ હતી.

. અન્નકૂટ દર્શન

આજે સાંજે .૦૦ વાગ્યે પ્રભુકૃપામાં શ્રી ઠાકોરજી અને ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ૯૮+૯૮=૧૯૬ આઈટમનો અન્નકૂટ થાળ ધર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/sept/01-09-14 annkut thal aarti evening 5.00 p.m/{/gallery}

.૦૦ થી .૦૦ માં બહેનોએ દર્શન, થાળ, આરતી અને કેક કર્તન કર્યા હતાં. થી માં ભાઈઓએ થાળઆરતી કર્યા હતાં. આમ, પૂ.જીતુકાકા અને પ્રભુકૃપા મંડળના મુક્તોએ ખૂબ સેવાભાવનાથી આખો દિવસ ફરતાફરતી પ્રભુકૃપા મંદિર ગાજતું રહ્યું હતું.

. રાત્રે .૦૦ થી ૧૦.૦૦ કીર્તન આરાધના સંયુક્ત સભામાં પંચામૃત હૉલમાં રાખી હતી. સુંદર ડેકોરેશનમાં શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન હતાં. આજે .પૂ.બેનનો પણ સ્વરૂપાનુભૂતિદિન હતો. તેથી .પૂ.બેનની મૂર્તિ પણ બિરાજમાન હતી. આહ્વાન શ્ર્લોક અને સ્વાગત પુષ્પહાર અર્પણ બાદ સહુ પ્રથમ ગુરૂહરિ પપ્પાજીએ આશીર્વાદ (ધ્વનિ મુદ્રિત) આપ્યા. ગુરૂહરિ પપ્પાજીનો કેફ વાળો સ્વર સુણીને જાણે સાક્ષાત બિરાજમાન હોય અને વાત કરતાં હોય તેવું સહુને અનુભવાતું હતું.

બહેનોએ પહેલા વાજીંત્રો સાથે ગુરૂહરિ પપ્પાજીના માહાત્મ્યભર્યાપ્રાર્થનાભાવ ભર્યા ભજનો ગાયા હતાં. જે ભજનો બહેનોએ બનાવેલ હતાં.

{gallery}images_in_articles//newsletter/2014/sept/01-09-14 kirtan aardhana/{/gallery}

પપ્પાજી શતાબ્દી પુરસ્કારનો કાર્યક્ર્મ વચ્ચે સંપન્ન થયો.

પપ્પાજી શતાબ્દી કેળવણી પુરસ્કાર, શ્રી ગુણાતીત જ્યોત મહિલા ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર, પપ્પાજી શતાબ્દી ફાઉન્ડેશન એવું બેનર હતું.

આજે ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિને પુરસ્કારનો પ્રારંભ થયો. પૂ.ડૉ.ભાવનાબેન શેઠે અંગે માહિતી આપી ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રે સિનીયર એવા પૂ.સરોજબેન મચ્છરના હસ્તે પુરસ્કાર અપાયો હતો. જ્યોતજ્યોતશાખા સંબંધિત મંડળોની કુલ ૬૩ વિદ્યાર્થીનીઓ પુરસ્કારને પાત્ર બની હતી. અમુક પુરસ્કાર અહીં અપાયા હતાં અને બીજા સ્થાનિક જ્યોતશાખા મંદિરે આપવામાં આવ્યા હતાં.

પુરસ્કાર કાર્યક્ર્મ બાદ ભાઈઓએ ખૂબ ઝલક સાથે વાજીંત્રો સાથે અવનવા અને નવાજૂના ભજનો ગાયા હતાં અને સહુનાય હૈયા નાચી ઉઠ્યા હતાં. તાળીઓ આપ મેળે દરેક ભજન બાદ વાગતી હતી.

() તા.//૧૪ જળઝીલણી એકાદશી

જલ ઝીલણી એકાદશીના દર્શનમાં વખતે નવીન સ્મૃતિ હતી. ..૨૦૦૦ થી ૨૦૦૩ દરમ્યાન ગુરૂહરિ પપ્પાજી પંચગીની વિશ્રામ લીલા માટે દર ઉનાળાના દિવસોમાં પધારતાં. અને ત્યાં બહેનો હરિભક્તો અને ગુણાતીત સમાજના ચારેય પાંખાળા સત્સંગના અક્ષરમુક્તો સ્વરૂપો સહિત પધારતા. અનેક શિબિર સભાઓ થઈ છે એવી મહાપ્રસાદીની ભૂમિપંચગીનીવેલીવ્યુ બંગલો કે જેનું નામ ગુરૂહરિ પપ્પાજીએઅક્ષર મહોલરાખ્યું હતું. બંગલાની પાછળ કૃષ્ણા નદી તાર્દશ્ય થાય છે. તે બંગલાના ગાર્ડનમાં ગુરૂહરિ પપ્પાજી બિરાજમાન રહેતા. સંઘધ્યાન કરતા. દર્શન સુખ દેતા. તેવા મહાપ્રસાદીના સ્થાનને આજે બહેનોએ જળઝીલણી દર્શનમાં તાર્દશ્ય કરી પ્રત્યક્ષની સ્મૃતિને તાજી કરી હતીકૃષ્ણા નદી તેમાં શ્રી ઠાકોરજી અને શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિ બિરાજમાન હતી. તેને સહુએ જલાભિષેક કરવાનો લાભ લીધો હતો. સહુ મુક્તોએ જલાભિષેક કર્યો ત્યારબાદ આરતી કરી હતી.

{gallery}images_in_articles//newsletter/2014/sept/05-09-14 jal jilni ekadashi/{/gallery}

(3) તા.//૧૪

.પૂ.જશુબેન, પૂ.ડૉ.નીલાબેન નાણાવટી અને સેવક પૂ.કમુબેન (ધમરાડ) ઈંગ્લેન્ડની ૨૮ દિવસની ધર્મયાત્રા કરીને પધાર્યા. તે નિમિત્તે દર્શનમિલનસભા બહેનોની પંચામૃત હૉલમાં થઈ હતી.

{gallery}images_in_articles//newsletter/2014/sept/09-09-14 P.Jasuben welcome to india sabha/{/gallery}

પૂ.કમુબેને સહુ પ્રથમ ત્યાંના સમાજની ત્યાંની જ્યોતના મુક્તોની વાત કરી કે, ગુરૂહરિ પપ્પાજી કહેતાં તેમ લંડનના મુક્તો તો પૃથ્વી પરનું અક્ષરધામ છે. ત્યાં કેવળ માહાત્મ્ય છે ! સંપ, સુહ્રદભાવ અને એકતા છે જે ગુરૂહરિ પપ્પાજીને ખૂબ ગમે છે. મને તો પૂ.જશુબેનની સેવાના નિમિત્તે જવાનું થયું. અને આવા ભવ્ય દર્શન થયા ! ધન્ય બની ગયા. .પૂ.જશુબેનની તબિયત પણ પ્રભુએ ખૂબ સરસ રાખી. પ્રભુનો અને તમારા સહુનો આભાર !

પૂ.ડૉ.નીલાબેન નાણાવટીએ પણ સહુ પ્રથમ આભાર વ્યક્ત કર્યો અને .પૂ.જશુબેનમાં રહેલી દિવ્ય શક્તિનો જે મને અનુભવ થયો. મારા અહોભાગ્ય છે. ત્યાંની શિબિરસભાઓ થઈ તેનો અહેવાલ આપ્યો. .પૂ.જશુબેને આશીર્વાદ આપ્યા અને વાત કરી જે અમે ઈંગ્લેન્ડમાં ગુરૂહરિ પપ્પાજીના કાર્યના દર્શન કર્યા. ગુરૂહરિ પપ્પાજી એમનું કાર્ય કર્યા કરે છે. કોટિ કોટિ ધન્યવાદ છે પપ્પાજીને અને કાર્ય કરનાર સ્વરૂપોને

ત્યારબાદ .પૂ.જશુબેને પણ ખૂબ વિગતે જાણે શિબિર સભા જેવી વાતો કરીને સંધ્યા આરતી બાદ સભાનું સમાપન કર્યુંરાજકોટ જ્યોતમાં પણ જલઝીલણીનો સમૈયો પૂ.વનીબેન અને બહેનોએ પ.પૂ.જ્યોતિબેનના સાંનિધ્યે ખૂબ સરસ કર્યો હતો.

() તા.//૧૪ પૂ.જીતુભાઈ ચિતલીયાની હીરક જયંતિની ઉજવણી

આજે તા.//૧૪ના રોજ પૂ.જીતુભાઈ ઉર્ફે જીતુકાકાના નામે ઓળખાય છે એવા પૂ.બાબુભાઈ ચિતલીયાના નાના ભાઈ પૂ.જીતુકાકાની આજે હીરક જયંતિ હતી. સવારે પ્રભુકૃપામાં .પૂ.જ્યોતિબેને આશીર્વાદ કાર્ડ અર્પણ કર્યા હતાં. પૂ.દયાબેન, પૂ.ડૉ.નીલમબેન, પૂ.જયાબા ચિતલીયા વગેરેને ભાવ અર્પણ કરી ગુણગાનથી નવાજ્યા હતાં. .પૂ.દીદી વતી પણ આશિષભાવ અર્પણ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/sept/09-09-14 P.Jitubhai Chitalia hirak parva/{/gallery}

હીરક જયંતિની સભા પૂ.વિજ્ઞાન સ્વામીજી, પૂ.પિયૂષભાઈ પનારા અને ભાઈઓના સાંનિધ્યે જ્યોત મંદિરમાં રાત્રે .૦૦ થી ૧૦.૩૦ માં થઈ હતી. આજે ગામોગામથી ભાઈઓ પૂ.જીતુકાકાની હીરક જયંતિ ઉજવવા આવ્યા હતાં. જે ના આવી શક્યું તેઓએ ફોન, Fax કે પત્ર કે સ્મૃતિભેટ મોકલીને પૂ.જીતુકાકાનો જન્મદિન માણવાનો લ્હાવો લીધો હતો.પૂ.જીતુકાકાના માતાપિતાભાઈબહેન આખું કુટુંબ ગુણાતીત સમાજમાં સમર્પિત થયેલ છે. નાનપણથી સત્સંગના સંસ્કાર અને જોગ. તેઓ સાંકરદા મંદિરે રહી ખૂબ સેવા કરીને .પૂ.સ્વામિજીના વિશ્વાસુ બન્યા. ગુરૂહરિ પપ્પાજીના સારથી તરીકે ગુરૂહરિ પપ્પાજીના ચરણે મૂકી દીધા.

પૂ.જીતુકાકા એટલે છૂપાવીને વર્તે તેવા નિર્માની સાધુ ! માહાત્મ્યેયુક્ત સેવાને પરમપદ માન્યું છે. ગુરૂહરિ પપ્પાજીના વિશ્વાસુ સેવક અને માણકીમર્સિડીઝપ્રાણેશ ગાડીના સારથી પૂ.જીતુભાઈ મૂક સેવક ભાવે જીવીને ગુરૂહરિ પપ્પાજીનો રાજીપો પામેલા અદના સેવક છે. ગુરૂહરિ પપ્પાજીના અંતિમ દિવસોની સેવા પણ તેમને ખૂબ ખંતથી કરીને આજે તે પ્રભુકૃપામાં તે કાયમી મંદિર બનાવીને તેના પૂજારી બનીને ભક્તો માટે ખુલ્લુ રાખ્યું છે. પ્રભુકૃપા એટલે અક્ષર ઓરડી. ..૧૯૬૬ થી માંડીને ૧૯૦૬ સુધીના ભક્તોનું પ્રત્યક્ષ સ્મૃતિ સ્થાન ! તે સ્થાનમાં આજે દરેક સમૈયાઉત્સવે વિધવિધ આયોજન કરીને તેને જીવંત રાખ્યું છે. આમ, પૂ.જીતુકાકા માહાત્મ્યેયુક્ત સેવાનું તો સ્વરૂપ છે . પરંતુ તેમના જીવનમાં માહાત્મ્યેયુક્ત જપયજ્ઞ, સ્મૃતિ અને સ્વાધ્યાયનું પણ એટલું સ્થાન છે. ચાર વ્હીલની જીવનની ગાડી બેઠી સ્પીડે પ્રભુ ભણી વહેતી રહી છે. તેમાં ઘણા મુક્તો મોજ માણતા રહ્યા છે. એવા પૂ.જીતુકાકાને હીરક અભિનંદન સાથે જય સ્વામિનારાયણ !

() ભાદરવા  વદ એટલે ગુરૂહરિ પપ્પાજીની પ્રાગટ્યતિથી. જે વખતે તા.૧૪//૧૪ ના રોજ રવિવારે આવી. ૧લી સપ્ટેમ્બર ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન. એટલે આખો સપ્ટેમ્બર માસ દરમ્યાન ગુણાતીત જ્યોતમાં બહેનોએ સ્થાનિક આયોજન ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યદિનનાં અનુસંધાને થતાં રહેશે.

દરેક બહેનોને પોતાનો ભાવ આવડત રજૂ કરવાનો લાભ પ્રાપ્ત થાય તેવા હેતુથી સદ્દગુરૂ ગ્રુપવાઈઝ સભાઆયોજન વહેંચી લેવામાં આવ્યા ! કર્મયોગ અને ભક્તિ માર્ગીના ક્રિયાયોગ રૂટીન ચાલતું રહે અને છતાંય રોજ રાત્રે ભેગા મળી લાભ માણી શકાય તેવા હેતુથી લગભગ જ્યોતની રાત્રિ સભામાં કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે.

તા., ૧૧, ૧૩, ૧૫ સપ્ટેમ્બરના રોજ ચાર ગ્રુપના આયોજન રજૂ થયા. જેમાં મુખ્યત્વે ગુરૂહરિ પપ્પાજીની જૂની સ્મૃતિની વાતો બહેનોએ કરી હતી. જેમાં પપ્પાજીના માહાત્મ્ય અને સામર્થીના દર્શન થતા હતાં. નાના બહેનોમાંથી ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યના ભજન ઉપર ડાન્સ પણ થયા હતા.

() તા.૧૩//૧૪ શનિવાર આનંદ બ્રહ્મ

ફનફેરનો કાર્યક્ર્મ ભાદરવા વદ નિમિત્તે વર્ષોથી આનંદબ્રહ્મ કમિટિ તરફથી જ્યોતના બહેનો માટે યોજાતો હતો. વર્ષે પણ આજે સાંજે .૦૦ થી .૦૦ આનંદબ્રહ્મનો કાર્યક્રમ પૂ.દયાબેનના સુવર્ણ સાક્ષાત્કારદિન નિમિત્તે તેઓ તરફથી યોજાયો હતો. જેમાં ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિસહ રમતગમતનું આયોજન હતું. બધી બહેનોએ ખૂબ બ્રહ્માનંદ કર્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/sept/13-09-14 b v6 funfare prg/{/gallery}

() તા.૧૪//૧૪ રવિવારે લંડનમાં .પૂ.દીદી હાજર હતાં. લંડન જ્યોતમાં દિવસે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ માં સમૂહ મહાપૂજા .પૂ.દીદીના સાંનિધ્યે બહેનોએ કરી હતી. પાંચ ચૈતન્ય માધ્યમને મહાપૂજામાં બેસાડ્યા હતાં.

પૂ.વિરબાળાબેન, પૂ.મીનાબેન ગોહિલ, પૂ.મીનાબેન પટેલ, પૂ.કાંતાબેન કોટેચા, પૂ.નીમુબેન રાડિયાએ મહાપૂજા કરી હતી.

પૂ.દિલીપભાઈ ભોજાણીના સાંનિધ્યે ભાઈઓએ મહાપૂજા કરી હતી. મહાપૂજા પૂ.દિલીપભાઈએ કરી હતી. ભાઈઓબહેનો બંને જગ્યાએ .પૂ.દીદીએ આશીર્વાદ લાભ આપ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/sept/14-09-14 bhadarva vad 6 uk mandal/{/gallery}

() તા.૧૪//૧૪ રવિવાર ભાદરવા વદ

આજે ગુરૂહરિ પપ્પાજીનો તિથી પ્રમાણે જન્મદિવસ હતો. જ્યોતના બહેનો પૂરતી અંગત ઉજવણી આજે રાખી હતી. ખૂબ સરસ રીતે ઉજવણી આજે આખો દિવસ થઈ હતી. જાણે ગુરૂહરિ પપ્પાજી સાક્ષાત પધારી ગયા હોય તેવો દિવ્યતાનો આનંદ સહુ મુક્તોએ માણ્યો હતો.

સવારે ૧૦ થી .૩૦ જ્યોતના બહેનોની સભા થઈ. તેમાં બહેનોને અગાઉ ગુરૂહરિ પપ્પાજી વિષેના ૧૧ પોઈન્ટસ આપેલા. તેમાંથી કોઈ એક વિષય ઉપર બોલવાનું હતું. તેવા ૧૪ બહેનોએ આજની સભામાં પોતાનું વક્તવ્ય (માહાત્મ્યગાન) આપ્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/sept/14-09-14 Guruhari pragtyadin sabha behno/{/gallery}

સાંજે .૩૦ થી .૧૫પપ્પાજી તમે તે દિવસે કેવું કર્યું હતું નહીં !” પોઈન્ટ ઉપર સ્મૃતિ પ્રસંગ બહેનોએ લખવાનો હતો. તેવા ૧૬ બહેનોએ અગાઉ લખી આપેલા સુંદર પ્રસંગોનું વાંચન પૂ.ઝરણાબેને કર્યું હતું  ત્યારબાદ તે ૧૬ બહેનોએ આરતી ઉતારી  હતી.

ગુરૂહરિ પપ્પાજીના પ્રાગટ્યનો સમય સાંજનો .૦૦ વાગ્યાનો છે. તે સમયે બહેનો સ્મૃતિ મંદિરમાં આરતી માટે જાય તેવું આયોજન હતું. બધા બહેનોએ સ્મૃતિ મંદિરમાં જઈ આરતી ઉતારીને ગુરૂહરિ પપ્પાજીનું પ્રાગટ્ય સ્વાગત કર્યું હતું. સ્મૃતિ મંદિરમાં પણ પૂ.હરણાબેન દવે , પૂ.નેહલબેન દવે, પૂ.પૂર્વિબેન પટેલ, પૂ.જ્યોતિબેન દેસાઈ અને પૂ.ઝરણાબેને સુંદર સુશોભન કર્યું હતુ. બોરસદ પ્રાગટ્ય સ્થાનનું સ્મૃતિ ર્દશ્ય તાર્દશ્ય કર્યું હતું.

{gallery}images_in_articles//newsletter/2014/sept/14-09-14 evening sabha 5.00 prabhu pragtya/{/gallery}

પૂ.ઈલેશભાઈ, પૂ.જીતુભાઈ અને વિદ્યાનગર મંડળના ભાઈઓએ .૩૦ થી .૦૦ પ્રભુકૃપામાં સભા રાખી હતી. જેમાં ભાદરવા વદ પ્રાગટ્ય સ્મૃતિ સહ આઈટમનો થાળ ગુરૂહરિ પપ્પાજીને ધર્યો હતો. થાળ ગાયો અને પ્રાગટ્ય સમય ..૦૦ વાગ્યે આરતી પણ કરી હતી. .પૂ.જ્યોતિબેન પણ અચાનક પધારી ગયા હતાં. તેઓના સાંનિધ્યે પપ્પાજી ગ્રુપના યુવકોએ અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. કેકનો પ્રસાદ પ્રાગટ્યદિનનો લઈ સહુ છૂટા પડ્યા હતાં.

{gallery}images_in_articles//newsletter/2014/sept/13-09-14 bhadarva vad 6 mahapooja bhaio/{/gallery}

રાત્રે .૦૦ ૧૦.૩૦ બહેનોએ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સહ પ્રાગટ્યદિને રસગરબા કરી દિવ્ય આનંદ માણ્યો હતો. .પૂ.જ્યોતિબેન, .પૂ.જશુબેનના સાંનિધ્યે મુક્ત હૈયે બ્રહ્માનંદ માણ્યો હતો.

આમ, આખો દિવસ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિ સભર હળીમળીને આનંદબ્રહ્માનંદ કર્યો હતો.

આમ, આખું પખવાડિયું પપ્પાજીમય પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ