16 to 31 Jan 2020 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો !

 

જય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાઉત્સવની સ્મૃતિ માણીશું

 

(તા.૧૬//૨૦ પૂ.ઈન્દુબેન પટેલ (લંડન)ની ત્રયોદશીની મહાપૂજા

 

લંડનના વૉલધમસ્ટ્રો મંડળના ચૈતન્ય માધ્યમ પૂ.ઈન્દુબેન નવીનભાઈ પટેલની ત્રયોદશીની મહાપૂજા તેમનાં દીકરી અને કુટુંબના સભ્યોએ કરાવી હતી.

સવારે ૯.૩૦ વાગ્યે જ્યોત મંદિરમાં પૂ.ઈલેશભાઈ અને ભાઈઓએ ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરી હતી. ત્યારબાદ તેમના દીકરા પૂ.ભૂપેન્દ્રભાઈએ અને તેમના ભત્રીજી પૂ.નેહાબેન પટેલ જે ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજે છે તેમણે પ્રાર્થના સુમન ધર્યાં હતાં.

અંતમાં પૂ.નીમુબેન સાકરીયાએ કૃપાલાભ આપતાં કહ્યું કે, ઈન્દુબેન બહુ જ શૂરવીર, બહુ જ છૂપાં, જ્યારે સુરત હતાં ત્યારે ગોપીપુરામાં સત્સંગ સભા તેમણે શરૂ કરાવી હતી. અત્યારે પણ ગોપીપુરાના બધા હરિભક્તો તેમને યાદ કરે છે. ઈન્દુબેને ભજન-પ્રાર્થનાથી બધાનું જતન કર્યું છે. નિષ્કામભાવે એમણે સત્સંગ કર્યો છે. દેહમાં બિમારી તો બહુ આવી પણ કદી ફરિયાદ કરી નથી. પોતાના દેહમાં નથી રહ્યાં. ભગવાનમાં જ રહ્યાં છે. પ.પૂ.બેનની અભિપ્રાયની ભક્તિ એમણે કરી છે. અખંડ પ્રાપ્તિની મસ્તી રાખી મનને પ્રભુસ્મૃતિથી ભર્યું રાખ્યું છે. એવી અખંડ સ્મૃતિમાં રહેવાનું બધાને બળ મળે એ જ પ્રાર્થના. 

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/16-01-20 P.INDUBEN TRAYODASHI MAHAPOOJA{/gallery}

 

(તા.૨૧//૨૦ .પૂ.સોનાબા સ્મૃતિ પર્વ

 

.પૂ.સોનાબાના સ્મૃતિપર્વે ગુણાતીત પ્રકાશના વ્રતધારી સંત ભાઈ પૂ.પિયૂષભાઈ પનારાએ .પૂ.સોનાબાનુંમાહાત્મ્યગાન કરી આપણા સહુ વતી તેમના ચરણે પ્રાર્થના ધરી હતી

 

આજે આનંદકિલ્લોલ કરી રહેલા પ્રત્યેક અક્ષરમુક્તો !

 

આપણે સહુ ઋણી છીએ  દિવ્ય સોનાબાના !

 

ગુણાતીત સમાજના બીજ રોપાયાં તે પહેલાથી  જેમણે પોતાનું જીવન સર્વસ્વ .પૂ.શાસ્ત્રીજી મહારાજના ચરણે ધર્યુંકાકાજીપપ્પાજીના  ગુણાતીત સમાજની રચનાના કાર્યમાં સંપૂર્ણ અસ્તિત્વ ઓગાળી દીધું

 

જીવનની અનંત નાનીમોટી ઠોકરો ખાઈ ખાઈને પણ  દિવ્ય સમાજને પાળ્યોપોષ્યો અને

ખીલતો રાખ્યો. કેવળ દિવ્ય પ્રેમથી અને એના મીઠાં ફળ આપણે સૌ મુક્તો સુખશાંતિ ને આનંદથી માણી રહ્યાછીએપ્રભુના માર્ગે આનંદ પૂર્વક ચાલી રહ્યા છીએ.

 

તો હે દિવ્ય આત્મજનની સોનાબા…!

આપની  દિવ્ય સ્મૃતિ સાથે અમારા જીવનને આપના પગલે ચાલી ખમીનમીહળીમળીને ચાલવાનાં બળબુધ્ધિને પ્રેરણા આપતા  રહેજો તેવી અમારીઆપે સર્જેલા આખા ગુણાતીત સમાજના પ્રત્યેક મુક્તોની અંતરની પ્રાર્થનાછે.

 

(3તા.૨૫/૧/૨૦ પ.પૂ.માયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વે માહાત્મ્યગાનની સભા

 

માહાત્મ્ય અને સ્વરૂપનિષ્ઠાનો સમંદર, સર્વોપરી પ્રભુ-ગુરૂ ભક્તિ કરનાર

પૂ.માયાબેનને સંભારતાં ગુરૂહરિ પપ્પાજીની મૂર્તિ ખડી થઈ જાય. “ભગવાન મળ્યા ! આ માયા મને ભગવાન માને છે.” એવાં પ.પૂ.માયાબેનને સુવર્ણ પર્વે કોટિ કોટિ વંદન !

 

ગુરૂહરિ અને ગુરૂ તારાબેનને સાચા અર્થમાં જ્યારે જે મળ્યું, અંતરમાં જે સ્પર્શ્યું તેને રોમરોમમાં પ્રગટાવ્યું. ૧૧ વર્ષની ઉંમરે પપ્પાજીનાં દર્શન ગોંડલ શરદ પૂનમના સમૈયે કર્યાં, એ દર્શન દિલમાં ઠર્યાં. કાશીબાના વચને પપ્પાજીના ઉતારાની સફાઈ “આ લહાવો ક્યાંથી ?” એવા માહાત્મ્યથી કરી ને ૧૭ વર્ષની ઉંમરે ભગવાનનો ર્દઢ નિશ્ર્ચય થયો. 

 

સેવા અને વફાદારીની પાંખે ઉડતાં જ રહ્યાં. ગમે તેવી ભીંસ ને પરીક્ષામાં અક્ષરધામની સમાધિ જવા નથી દીધી. સાધનમાં શું કર્યું ? ગુરૂહરિ પપ્પાજીના લીલા ચરિત્રોનો મનન-ચિંતન કરી સાક્ષાત્કાર કરી નાંખ્યો. 

 

ગુરૂહરિને ભગવાન માનવામાં કાંઈ બાકી નથી રાખ્યું ને પોતે ગુલામ બનવામાં કાંઈ બાકી નથી રાખ્યું. તો ગુરૂહરિ પપ્પાજી વર્ણીય થઈ ગયા ને મહાસાગરે માઝા મૂકી પોતાનું ઐશ્વર્ય સામર્થી બક્ષિસમાં આપી દીધાં. ને આજ “પ્રભુના એ સહુ મારા” એ સહજ સમજણ. પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં. કેવળ શૂન્ય અને ગુરૂ સ્વરૂપો વિષે રાંકભાવ.

 

એવું ગુરૂહરિ પપ્પાજીનું અદ્દભુત સર્જન. જેમણે વર્તને શીખ આપી. “મુક્ત સ્વરૂપો સહુ ખાલી ખોખાં છે, પરબ્રહ્મ શક્તિ મહીં.” એ સાકાર કરવા સહુના સહ્ર્દયી ગુરૂ સ્વરૂપોના પ્રસન્નતાનાં પાત્ર પૂ.માયાબેનના ચરણોમાં તેમના સુવર્ણ સાક્ષાત્કાર પર્વે પ્રાર્થના.

આમ પ.પૂ.માયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વ નિમિત્તે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં ભાવાર્પણ અને માહાત્મ્યગાનનો કાર્યક્ર્મ હતો. 

 

પૂ.માયાબેને તો પ્રારંભથી જ માહાત્મ્યનું દર્શન વર્તનથી કરાવ્યું હતું તે શું તો ? ગુરૂહરિ પપ્પાજીએ જેઓને સદ્દગુરૂ A માં મૂકેલા છે તેવા સીનીયર સદ્દગુરૂ A ને સ્ટેજ પર બિરાજમાન કરી બેજ, પુષ્પ અને સ્મૃતિભેટ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું અને

સર્વે ગુરૂસ્વરૂપોને સ્ટેજ પર બિરાજમાન રાખ્યાં હતાં. ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીના ભજન ઉપર નૃત્ય પૂ.પલ્લવીબેન અને ત્યારબાદ પૂ.પરાબેન ભરવાડે કર્યું હતું. પૂ.માયાબેનના ભજન ઉપર ગરબો નાની આઠ બાલિકાઓએ અદ્દભૂત રીતે રજૂ કર્યો હતો. 

 

શ્રી ઠાકોરજી મહારાજ, ગુરૂહરિ પપ્પાજી અને પૂ.માયાબેનને કેક અર્પણ બહેનોએ કરી હતી. કેક પણ પ્રસાદના રૂપમાં કટીંગ કરેલ મીઠાઈ હતી. આમ, સ્ટેજ પરના સ્વરૂપોને મીઠું મ્હોં કરાવી નાનાં બાલ ભૂલકાંઓને પણ રાજી કર્યાં હતાં. 

 

પૂ.માયાબેનના આધ્યાત્મિક જીવનની ઝાંખી તેઓના કાર્યક્ષેત્રમાં તથા દિનચર્યામાં થઈ તે અંગે ટૂંકાણમાં પણ સરસ લાભ પૂ.લત્તાબેન નકારજાએ આપી માયાબેનના જીવનને જાણે ર્દષ્ટિગોચર કરી દીધું હતું.

 

આમ, માયાબેન એટલે બસ આનંદ આનંદ આનંદ.. ! પોતાનો સમૈયો ઉજવાય છે તેવું લાગતું નહોતું કારણ નાની-મોટી સુવિધા કરવા માટે માયાબેન પોતે બધી બાજુ ઘૂમી વળતા હતાં. આમ, સ્વરહિત માયાબેનના જીવનના દર્શન થતા હતાં. 

 

(૪) તા.૨૬/૧/૨૦ પ.પૂ.માયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વની મુખ્ય સભા 

 

આજે પ.પૂ.માયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વની ઉજવણી સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં કરી હતી. સભા પહેલાં સ્વાગતનો ભવ્ય દિવ્ય કાર્યક્ર્મ હતો. પ્રભુકૃપામાંથી જ્યોત દરવાજે થઈ પંચામૃત હૉલમાં થઈ પપ્પાજી હૉલના સ્ટેજ સુધી પ.પૂ.દીદી સાથે પ.પૂ.માયાબેનનું સ્વાગત યુવતીઓએ અને ભાભીઓએ દાંડીયા રાસ અને માથે કળશ લઈને કર્યું હતું. જ્યોતનાં બહેનોએ બંને બાજુ લાઈનમાં ઉભા રહીને પુષ્પથી વધામણાં કરી ચરણોમાં પુષ્પો પાથર્યાં હતાં. તેમજ પંચામૃત હૉલ પાસે પૂ.મધુબેન સી. એ પ.પૂ.દીદીને અને પૂ.મનીબેને પૂ.માયાબેનને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યાંથી પપ્પાજી હૉલમાં પધાર્યાં હતાં. ઓહોહો ! પપ્પાજી હૉલમાં તો બતકના આસનમાં ગુરૂહરિ પપ્પાજી રથમાં બિરાજમાન હતા. તે રથમાં ગુરૂહરિ પપ્પાજી સાથે પ.પૂ.દીદી અને પૂ.માયાબેનનું સ્વાગત સ્ટેજ સુધી કર્યું હતું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નીચે પથ પર વાદળ છવાયાં હતાં. તેમાંથી પસાર થઈ ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.દીદી અને પૂ.માયાબેન સ્ટેજ સુધી પધાર્યાં. પૂ.માયાબેનનું સ્વાગત ભજન પણ ઑડિયો દ્વારા ઝમકદાર ગવાતું હતું. સહુનાં હૈયાં આ ચિદાકાશી વાતાવરણમાં નાચી ઉઠ્યા હતાં. 

 

સ્ટેજ પર પણ ઈ.સ.૧૯૮૨ની મહાબળેશ્વરની ‘ચિદાકાશ ઉડ્ડયનની શિબિર’ની સ્મૃતિને માયાબેને તાર્દશ્ય કરી હતી. તે શું તો ? તે શિબિરમાં જે જે સદ્દગુરૂઓ હતાં તે બધાનું આસન આજે સ્ટેજ પર રાખ્યું હતું, સ્ટેજ આખું ભર્યું ભર્યું હતું તે દર્શન જોઈને ભક્તોનાં હૈયાં 

પણ ભર્યાં ભર્યાં થઈ ગયા હતાં.

 

સભા સંચાલક પૂ.ઝરણાબેન દવેએ શરૂઆતમાં જ પ.પૂ.માયાબેનના સુવર્ણ સાક્ષાત્કાર પર્વ એ અક્ષરો ઉપર માયાબેનના સાધના જીવન-આધ્યાત્મિક જીવનની ઝાંખી ખૂબ જ સરસ રીતે કરાવી હતી. તે આપણે અહીં માણીએ.

પ.પૂ.માયાબેન સુવર્ણ સાક્ષાત્કાર પર્વે…

 

માયાબેન એટલે મહાપૂજાનું સાક્ષાત્ મંદિર !

માયાબેન મહાપૂજા કરતા ત્યારે ગુરૂહરિ પપ્પાજી ત્યાં પધારતા ને ઘણી વખત પ્રદક્ષિણા ફરતા ને કહેતા કે, “આ માયા એવી અલૌકિક મહાપૂજા કરે છે કે હું તો એના મોંમા કોળીયા મૂકી દઉં, હવે એણે બીજું કાંઈ કરવાનું રહેતું નથી ! 

 

સુવર્ણ એટલે સેવાનું સાક્ષાત્ સ્વરૂપ

સાત સમેલીયા જેવી આવડત-તાકાત-નિર્માનીપણું અને દાસત્વભક્તિનો જીવંત આદર્શ એક જ તાન “હું પ્રભુનો ગુલામ” “I AM THE SLAVE OF HIM AND HIM ALONE”

 

સ્વરૂપાનુભૂતિ એટલે સ્વાધ્યાય-મનનનું જંગમ શાસ્ત્ર

૧૯૮૨માં ચિદાકાશદિન બાદ ગુરૂહરિ પપ્પાજીએ સહુ સદ્દગુરૂ સ્વરૂપોને આજ્ઞા આપેલી સ્વાધ્યાયની. અને પછી મનન નોટમાં લખવાની. માયાબેન એ આજ્ઞા પાળતાં અને ગુરૂહરિ પપ્પાજીને મનોમન પ્રાર્થના કરતાં કે, હે પપ્પાજી ! ચાલો હાથ મારો ને વિચારો તમારા. તમે લખો. ને માયાબેનની એ નોટ ગુરૂહરિ પપ્પાજી પૂ.આર.ડી.કાકાને ભાઈઓને વંચાવતા. ક્યારેક કોઈ ભાઈઓને વાંચવાની રહી જાય તો પપ્પાજી મંગાવતા ને કહે, હવે “માયા તું નોટ નં-૧, નોટ નં-૨ એમ જુદી બનાવ. એટલે કોઈને નોટ વાંચવા જોઈએ તો ચાલે. આમ, સુંદર રીતે સ્વાધ્યાયની લેખમાળાની નોટ તૈયાર થઈ. જેમાં ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની સૂઝ પપ્પાજીએ માયાબેન દ્વારા આપી. 

 

પર્વ એટલે સદાય પપ્પાજી તરફ જ ર્દષ્ટિ..પરમની પરછાંઈ

કેવળ પરાભક્તિ જ કરવાની છે ! પપ્પાજીની મરજી છે ? ધ્યેય તરફ શૂરવીરતાથી મંડે. જેનો સાથ મળે તેનો મેળવે. સામાન્ય મજૂરો હોય કે અલ્પ સંબંધવાળો હોય, હરિભક્ત હોય રંક કે રાજા સહુની સાથે આત્મીય થઈ શકે. સદા પ્રસન્ન આબાલ-વૃધ્ધની સાથે એના જેવા થઈ બ્રહ્માનંદ કરે ને પાછા પોતાની મૂર્તિમાં રત.

 

માયાબેન અદ્દભૂત આદર્શ આપનાર સ્વામી સ્વરૂપ. સર્વદેશી અને ગૃહી-ત્યાગી સહુના આત્મીય સ્વરૂપ. “હું પ્રભુનો ગુલામ” એ આદર્શ લીધો. પછી એની પાછળ મનન-ચિંત્વન-નિદિધ્યાસ ને સાક્ષાત્કાર કરી સ્વરહિત સ્વરૂપ બન્યાં. એક ગુરૂહરિ પપ્પાજીના 

જીવનદર્શનને વાગોળ્યા કર્યું.

નીડરતા, શૂરવીરતા, સરળતા, ખંત, સ્વભજન, ગરજ, નિર્માનીપણું વગેરે જેવા પરાભક્તિ કરવાના હરેક ગુણ તેમનામાં ખીલી ઉઠેલા

દેખાય છે. 

     વચનામૃત રૂપે શ્રીજી મહારાજનો, સ્વામીની વાતો રૂપે ગુણાતીતાનંદ સ્વામીનો અને પરાભક્તિની સૌરભ રૂપે ગુરૂહરિ પપ્પાજીનો  

     સાચા અર્થમાં દિલથી સમાગમ કર્યો છે.

 

ગુરૂહરિ પપ્પાજીના ભજન ઉપર સ્વાગત નૃત્ય પૂ.સ્તુતિબેન શાહ (નડીયાદ) એ કર્યું હતું. તેમના માતુશ્રી પૂ.નીપાબેન શાહે અનુભવ દર્શનમાં લાભ આપ્યો હતો. ત્યારબાદ પૂ.રસીલાબેન જામનગર, પૂ.દીનાબેન શાહ અને બીજા ઘણા મુક્તોએ પૂ.માયાબેનનું માહાત્મ્યગાન કરી આશિષ યાચના કરી હતી. ત્યારબાદ પ.પૂ.દીદીના આશીર્વાદ લીધા હતા. 

 

પ્રાસંગિક માહાત્મ્યગાન પૂ.ડૉ.ભાવનાબેન શેઠે કર્યું હતું. પ.પૂ.પદુબેન અને પૂ.શોભનાબેનના આશીર્વાદ લીધા હતાં.

અંતમાં ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેનના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લઈ આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી.  ખરેખર આજની સભા ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે થઈ હતી. જેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. આધુનિક ટેકનોલોજી દ્વારા આપ સહુને આ સભાનાં લાઈવ દર્શન વેબસાઈટ ઉપર માણ્યાં જ હશે. તેથી અહીં વિરમું છું.

 

{gallery}images_in_articles//newsletter/2020/Jan/25-26 P.P.MAYABEN SUVARN PARVA SABHA{/gallery}

 

(૫) તા.૩૦/૧/૨૦ શ્રી શાસ્ત્રીજી મહારાજ જયંતી, શિક્ષાપત્રી જયંતી

 

શાસ્ત્રીજી મહારાજ એટલે આપણાં વહાલા સોનાબાના ભગવાન. તેમનો આજે ૧૫૬મો પ્રાગટ્યોત્સવ. મહા સુદ-૫, વસંત પંચમી

ઈ.સ.૧૮૬૫ની ૩૧મી જાન્યુઆરીએ ગુજરાતના ચરોતર પ્રદેશના મહેળાવ ગામે હેતબા અને ધોરીભાઈના આંગણે એક ચૈતન્ય નામે ડુંગર પ્રગટ્યો. 

 

શુકાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યાં ને તેમની તેજસ્વીતા ને વૈરાગ્ય ભક્તિ નિહાળી સહુનાં દિલમાં થતું કે, આ કોઈ મહાપુરૂષ છે ને ૧૮ વર્ષની વયે તો વડતાલમાં વિહારીલાલજી મહારાજે યજ્ઞ કરી દીક્ષા આપી ને ‘યજ્ઞપુરૂષ’ નામાભિધાન કર્યું.

 

આ ભવ્ય વિભૂતિએ સંપ્રદાયની સામાન્ય સીમાઓને ઓળંગી એક અદ્દભૂત પ્રતાપ રેલાવ્યો ને ગુરૂ કૃષ્ણજીઅદાની આજ્ઞાથી ૪૧ વર્ષની વયે અક્ષરપુરૂષોત્તમની શુધ્ધ ઉપાસના માટે જંગ ખેડ્યો. ધન્ય હો અદાશ્રીને-શાસ્ત્રીજી મહારાજને અખિલ ગુણાતીત સમાજ સહુ અત્યંત ઋણી છે. આલોકના જીવ પર ખૂબ દયા કરી. ભયંકર દેશકાળમાં સ્થિતપ્રજ્ઞ રહી ભક્તો માટે અનહદ પ્રેમ દાખવ્યો ને ગગનચુંબી મંદિરો બંધાવી સહુનું કલ્યાણ કર્યું ને અમદાવાદ મુકામે શુભ પ્રારંભ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ માસિક પૂર્તિનો કરી સમગ્ર સત્સંગમાં મહિમા પ્રસરાવ્યો. ને પોતાનું સમગ્ર ઐશ્ર્વર્ય જંગમ મંદિર ઘડવાનું સુકાન યોગીજી મહારાજને સોંપ્યું. 

“જેનું ગાન દશોદિશે હરિજનો ગાયે અતિ હર્ષથી, એવા યજ્ઞપુરૂષદાસ તમને પાયે નમું પ્રીતથી.”

 

આમ, આખું પખવાડીયું ભક્તિસભર પસાર થયું હતું. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને અંતરના ભાવભર્યા જય સ્વામિનારાયણ. રાજી રહેશો.

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !