28 Dec 2014 – Pujya Hansaben’s 50th Divine Day

  GKP 6494સ્વામિશ્રીજી           

ગુરૂહરિ પપ્પાજીની જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ!

ગુણાતીત જ્યોતના ૩૦ મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોમાંના પ.પૂ.હંસાબેન ગુણાતીતનો સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોતમાં સવારે ૯.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ખૂબ આનંદ સાથે ઉજવાયો હતો.

 સભા પહેલા મંદિરથી જ્યોત પંચામૃત હૉલ સુધી પ.પૂ.જ્યોતિબેન અને પૂ.હંસાબેનનું ભવ્ય સ્વાગત બહેનોએ કર્યું હતું. ત્યારબાદ સભા થઈ હતી. ભાવાર્પણ ભજનો સાથે થયું. અનુભવ દર્શનમાં લાભ હરિભક્ત મુક્તોએ આપ્યો. પ.પૂ.પપ્પાજીના ધ્વનિ મુદ્રિત આશીર્વાદ લીધા. પ.પૂ.દીદીના વરદ્દ હસ્તે ભજનની નવી બુક જે પૂ.હંસાબેન અને બહેનોએ પસંદગીના ભજનની બનાવી હતી. તે બુકનું ઉદ્દઘાટન થયું. પ.પૂ.દીદીએ આશીર્વાદ આપ્યા.

અંતમાં પૂ.હંસાબેન ગુણાતીતના અને પ.પૂ.જ્યોતિબેનના આશીર્વાદ લઈને સભાનું સમાપન કર્યું હતું.

અંતમાં પ.પૂ.જ્યોતિબેનની આજ્ઞા મુજબ બાલમુક્તોએ ઓરડો ભજન ગાયું. અને સ્વામિની વાતો બોલી બધાને નિર્દોષ બ્રહ્માનંદ કરાવ્યો હતો.

{gallery}images_in_articles//newsletter/2014/Hansaben/{/gallery}