30 Dec 2017 to 31 Jan 2018 – Newsletter

સ્વામિશ્રીજી

 

ગુરૂહરિ પપ્પાજીની જય

 

કાકાજીપપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય

 

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તોજય સ્વામિનારાયણ !

 

આજે અહીં આપણે તા.3,૩૧ ડીસેમ્બર તથા જાન્યુઆરી માસ દરમ્યાન જ્યોતમાં થયેલ સભા અને ધૂનભજનની સ્મૃતિ માણીશું.

 

() તા.૩૦/૧૨/૧૭

 

ગુણાતીત સમાજના જૂના જોગી એકાંતિક ભક્તરાજ પૂ.વિમળાબેન વી. પટેલ તા.૩૦/૧૨/૧૭ના રોજ અક્ષરધામ નિવાસી થયા છે.

નાનપણ આસોજમાં, લગ્ન મહેળાવના સત્સંગી કુટુંબના પૂ.વિઠ્ઠલભાઈ (ફુઆ) સાથે થયાં ને આણંદમાં કાર્યક્ષેત્રને કારણે આવી વસ્યા. ગુરૂહરિ પપ્પાજી, .પૂ.બાના જોગમાં આવ્યા ને ગુરૂસ્થાને .પૂ.દેવીબેનને સ્વીકારી સમગ્ર ગુણાતીત સમાજની ચારે પાંખે સમતાભરી સેવાભક્તિ અદા કરી. ૧૯૬૬માં જ્યોતની સ્થાપના થઈ ત્યારથી પૂ.વિમુબેન અને પૂ.વિઠ્ઠલભાઈ સુખ દુઃખમાં બહેનોની સાથે રહી આત્મીયભાવે સેવા કરી. બ્રહ્મ જ્યોતિ, હરિધામ વગેરે કેન્દ્રોમાં એમની સેવા મોખરે છે. આદર્શ ગૃહસ્થ સાધુ તરીકે સત્સંગપ્રધાન જીવન જીવી જીવન ધન્ય બનાવ્યું.  સાક્ષાત્ .પૂ.હરિપ્રસાદસ્વામીજીની બેન છતાં અદના સેવક બની .પૂ.દેવીબેનને શું ગમે, ના ગમે એવી સતત પ્રભુભક્તિ કરી. આત્મીય ધામ બાકરોલમાં ખડે પગે સેવા કરતાં રહ્યાં. .પૂ.હરિપ્રસાદસ્વામીજી, .પૂ.પપ્પાજી, .પૂ.સાહેબજી, .પૂ.બા, .પૂ.દેવીબેનને હૈયે હાશ કરી, સર્વે કુટુંબીજનોને પણ વારસામાં પ્રભુ ભક્તિ આપી. તેમના સુપુત્રો પૂ.મિનેષભાઈ, પૂ.કિશનભાઈ, પૂ.પ્રિતેશભાઈને પણ સંતો, બહેનો, યુવકો ને સમાજની સમત્વભાવે સેવા ને સૂઝ અર્પી. સદાય આવા પવિત્ર આત્મા પ્રભુની સંગે આવે છે ને આવતા રહેશે. પરંતુ સમાજ ને અને કુટુંબીજનોને આવા દિવ્ય માવતરની ખોટ જરૂર લાગે . પૂ.વિમુબેનના દિવ્યાત્મા જ્યાં હોય ત્યાંથી સૌ પર આશિષ વરસાવે ને સેવાની સૂઝ અર્પે પ્રભુ ચરણે પ્રાર્થના.

 

() તા.૩૧/૧૨/૨૦૧૭ રવિવાર

 

આજે ૨૦૧૭ના વર્ષનો છેલ્લો દિવસ. તે નિમિત્તે જ્યોત પપ્પાજી હૉલમાં રાત્રે .૦૦ થી ૧૨.૦૦ .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને .પૂ.જશુબેનના સાંનિધ્યે સભા કરી હતી. પૂ.ડૉ.પંકજબેન સંબંધિત ત્રણ યુવતીઓ અને જ્યોતની એક સેવિકા બહેન એમ ચાર યુવતીઓએ અકબરબીરબલની વાર્તાનકલમાં પણ અકલની જરૂર છે.’ ખૂબ અદ્દભૂત રીતે રજૂ કરીને બધાને ખૂબ આનંદ કરાવ્યો હતો. વાર્તામાં ચાર યુવતીઓ પણ એક એક યુવતીએ ત્રણ જુદા જુદા રોલ અદા કરીને ખૂબ સુંદર રીતે નાટક રજૂ કર્યું હતુંત્યારબાદ બે યુવતીઓ પૂ.દુર્ગા અને પૂ.ઉર્મિલાએજન્મોજન્મ તારા…’ ભજન ઉપર અને પૂ.ગીતા શાહીએજે દિથી મળ્યા તમે નાથ…’ ભજન ઉપર નૃત્ય કર્યું હતું.

 

ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીએ સંબંધયોગની વાત કરી છે તે લાભ માણ્યો હતો ગુરૂહરિ પપ્પાજી તો ચૈતન્યદર્શી છે. તેઓ જાણે છે કે કેવું ચૈતન્ય છે અને કેવી રીતે તેઓ તેમને સંબંધ આપીને ભગવાન ભજવા લઈ આવ્યા છે. આપણે તેમને શોધવા નથી ગયા. પણ ગુરૂહરિ પપ્પાજીએ આપણને શોધીને ભેગા કર્યા છે. અને તેમની કૃપા આપણા પર વરસાવી છે. ગુરૂહરિ પપ્પાજીએ ક્યારેક અમુક બહેનોને પોતે ગયા જન્મમાં શું હતાં ? ક્યા પુણ્યના પ્રતાપે તેઓ અહીં આવ્યાં છે ? તેવી વાત કરી છે. તેવાં બહેનોએ સભામાં લાભ આપ્યો હતો.

 

પૂ.કાજુબેને વાત કરી કે, એક વખત જૂનાગઢમાં તેઓ ગુરૂહરિ પપ્પાજી સાથે પ્રાણીબાગ જોવા ગયા હતા. ત્યાં એક સિંહને પાંજરામાં પૂર્યો હતો. તે ખૂબ ગર્જના કરતો હતો. ગુરૂહરિ પપ્પાજીના દર્શન કરીને તે શાંત થઈ ગયો. ત્યાં ગુરૂહરિ પપ્પાજીએ પૂ.કાજુબેનને કહ્યું કે, ગયા જન્મમાં તેઓ સિંહ હતાં. અને નીલકંઠ વર્ણી જ્યારે પુલ્હાશ્રમમાં બિરાજમાન હતા ત્યારે જંગલના બધા હિંસક પ્રાણીઓ તેમની પાસે રાંક બની બેસી જતા. અને તે દર્શનના પ્રતાપે તેઓ આજે જ્યોતમાં છે.

 

બ્રહ્મવિહારની સેવા કરતાં પૂ.હરિનીબેન અને પૂ.હિનલબેન એક વખત ગાર્ડનમાં સેવા કરતાં હતાં. ત્યાં ગુરૂહરિ પપ્પાજી પધાર્યા. તો પૂ.નિલમબેન ગમ્મતમાં કહે, પપ્પાજી ! ગયા જન્મમાં બંને માળી હશે ? તો ગુરૂહરિ પપ્પાજી કહે, ના બંને તો કાશી નરેશની કુંવરીઓ છે. તેમને બાગ– બગીચા ખૂબ ગમતાં. તેથી રાજાએ તેમના માટે સુંદર બગીચા કરાવ્યા હતા. નીલકંઠ વર્ણી જ્યારે વિચરણ કરતાં કરતાં ત્યાં પધાર્યા ત્યારે તેમણે તેમની ખૂબ ભાવથી સેવા કરી હતી. અને તે પુણ્ય પ્રતાપે જન્મમાં પણ તેઓને શ્રીજી મહારાજ રૂપે ગુરૂહરિ પપ્પાજી મળ્યા.

 

તેવી રીતે પૂ.પૂજાબેન ઝાલાવાડીયાએ કહ્યું કે, એક વખત ગુરૂહરિ પપ્પાજી માણાવદર પધાર્યા હતા. પૂજાબેનને તેમની બા કહ્યું કે, જા ! તું પપ્પાજીને કહી આવ કે તેઓ આપણી ઘરે જમવા પધારે. પૂજાબેન પપ્પાજીને કહેવા ગયા. તો ગુરૂહરિ પપ્પાજી કહે, તું ભગવાન ભજીશ ? તો હું તારી ઘરે જમવા આવીશ. પૂ.પૂજાબેને ના કહી. તો ગુરૂહરિ પપ્પાજી કહે, તો હું નહીં આવું. પછી પૂજાબેન ઘરે જતાં હતાં તો થયું કે લાવને પપ્પાજી કહે છે તો હું હા તો પાડી દઉં. જેથી કરીને ગુરૂહરિ પપ્પાજી મારા ઘરે જમવા પધારે. તેથી પાછા તેઓ પપ્પાજીને કહેવા ગયા. કે હું ભગવાન ભજીશ. અને ગુરૂહરિ પપ્પાજી તેમના ઘરે જમવા પધાર્યા. અને પૂ.પૂજાબેનને ધબ્બો આપ્યો. અને તેમનું અંતરમન બદલાઈ ગયું. અને તેઓ જ્યોતમાં ભગવાન ભજવા પધાર્યા. અને ત્યારપછી ૧૯૯૧ની સાલમાં ગુરૂહરિ પપ્પાજી અમૃતગ્રુપના બહેનોને લઈને મહાબળેશ્વર શિબિર કરવા ગયા હતા. ત્યાં તેઓ કબૂતરનો શો જોવા ગયા. ત્યારે ગુરૂહરિ પપ્પાજી પૂ.પૂજાબેનની સામે જોઈ રહ્યા હતાં. તો એક મુક્તે પૂછ્યું કે પપ્પાજી ! તમે શું જોઈ રહ્યા છો ? તો ગુરૂહરિ પપ્પાજી કહે, ગયા જન્મમાં તે જટાયુ હતી. કે જે પક્ષીઓના રાજા હતા. અને રાવણ જ્યારે સીતાનું હરણ કરીને લંકામાં લઈ ગયા તે સમાચાર રામને આપવા માટે જટાયુ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા હતા. અને રામ ભગવાન વખતના જટાયુ આજે જ્યોતમાં છે. ગુરૂહરિ પપ્પાજીએ બધાને શોધી શોધીને એમના શરણમાં લાવ્યા છે.

 

એવી રીતે પૂ.સ્મૃતિબેન દવે વાત કરી કે, એક વખત તેઓ ગુરૂહરિ પપ્પાજી સાથે ઉદયપુર ગયા હતાં. ત્યાંસહેલીઓ કે બારીએવા ફુવારા છે. તે જોવા ગયા. એટલે સ્મૃતિબેન ધીરેથી બોલ્યા કે રાજા કેવા છે ? તેમણે તેમની કુંવરી અને તેમની સહેલીઓ માટે ફુવારા બનાવ્યા. તો ગુરૂહરિ પપ્પાજી કહે કે, રાજાની કુંવરી તું છે. અને તારી સહેલીઓ સાથે હું તને ભગવાન ભજવા લઈ આવ્યો છે.

 

પૂ.નેહલબેન દવે કે જેઓ આર્ટીસ્ટ છે. અને તેઓ દર વખતે ગુરૂહરિ પપ્પાજીને કાર્ડ બનાવીને આપે. તેમને પણ ગુરૂહરિ પપ્પાજીએ કહ્યું હતું કે ગયા જન્મમાં તું મારી બા દિવાળીબા હતી.

 

આમ, પાંચ બહેનોની વારી લેવાઈ હતી. બીજાં પણ એવાં બહેનો છે કે જેમને ગુરૂહરિ પપ્પાજીએ તેમના પૂર્વજ્ન્મની વાત કહી છે. પણ સમયના અભાવે તેમનો લાભ લઈ શક્યા નથી.

 

સભાના અંતમાં સ્વરૂપોના આશીર્વાદ લીધા હતા. .પૂ.દીદીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, ૨૦૧૮માં આપણા વિચાર, વાણી, ને વર્તન માહાત્મ્યભર્યા રાખીએ. જેથી ગુરૂહરિ પપ્પાજીની વફાદારી ચૂકાય નહીં. દેહે કરીને જપયજ્ઞ, સેવા, સંપસુહ્રદભાવએકતાથી આપણા હૈયે હાશ, મુખે હાસ્ય રહે તો ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતા પામી જઈએ. આમ, નવા વર્ષે કેવું જીવન જીવવાનું તેનો ખૂબ સુંદર આદેશ આશીર્વાદના રૂપમાં .પૂ.દીદીએ આપ્યો હતો.  ત્યારબાદ પ્રભુકૃપામાં ગયા. ત્યાં ૧૨.૦૦ વાગ્યાના ૧૨ ડંકા પડ્યા. અને ત્યારબાદ ગુરૂહરિ પપ્પાજીની આરતી કરી. અનેહે પરમ કરૂં આરાધના…’ ભજન ગાયું. ત્યારબાદ પ્રસાદ લઈને સહુ મુક્તોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છૂટા પડ્યા. આપ સર્વને પણ યાદ કરીને પ્રભુકૃપામાં પાયલાગણ કર્યા હતા.

{gallery}images_in_articles//newsletter/2018/Jan/31-12-17 JYOT PAPPAJI HALL PRABHU KRUPA AARTI{/gallery}

 

() તા.//૧૮ સોમવાર

 

આજે ૨૦૧૮નું નવું વર્ષ. દર ૧લી તારીખે સવારે .૦૦ વાગ્યે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા મટે જાય છે. તેમ આજે પણ ગયાં હતાં. .પૂ.દીદીએ આપેલ નવા વર્ષનો આદેશ આપણા સહુના જીવનમાં સાકાર થાય તેવી પ્રાર્થના ગુરૂહરિના ચરણે કરી હતી.

 

રાત્રે ૧લી તારીખ નિમિત્તેની કીર્તન આરાધના જ્યોત પપ્પાજી હૉલમાં કરી હતી. બહેનોએ ગુરૂહરિ પપ્પાજી યશગાથા રજૂ કરી હતી. અને ત્યારબાદ ભાઈઑએ ભજન ગાયા હતાં. અંતમાં સ્વરૂપોના આશીર્વાદ લઈને સભાની પૂર્ણાહુતિ કરી હતી.

 

() તા.//૧૮ પોષીપૂનમ

 

આજે પોષી પૂનમ. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિન. નિમિત્તે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં સભા કરી હતી.

 

ઓહોહો ! આજે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દિક્ષાદિન ! ગુરૂહરિ પપ્પાજીને દિવસનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. ગુરૂહરિ પપ્પાજી દિવસને સાધકોનું આધ્યાત્મિક નવું વર્ષ કહેતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે સ્વામીની વાતુ’  પુસ્તકની પારાયણસ્વાધ્યાય ઉપર ગુરૂહરિ પપ્પાજી ભાર મૂકતા. મંગલ પ્રભાતે સંઘધ્યાન વખતે દરરોજસ્વામીની વાતુવંચાવતા અને સમજાવતા. આપણી ઉપાસના અક્ષર પુરૂષોત્તમની છે. અક્ષર એટલે ગુણાતીત. ગુણાતીત આપણો આદર્શ છે. .પૂ.દીદી રચિત ભજનની એક પંક્તિ છે.

 

સાકાર બ્રહ્મનો દીક્ષાદિન ઊજવીએ સ્થિતિ કરવા કાજ રે, ગુણાતીત ધ્રુવતારો છે…”

ગુરૂહરિ કાકાજીપપ્પાજી બંનેને સ્વામીની વાતુગુણાતીત ધ્રુવતારા સમાન રહ્યાં છે.

 

.પૂ.સાહેબ અને અનુપમ મિશનના પ્રથમ ભાઈઓને ગુરૂહરિ પપ્પાજીગુરૂહરિ કાકાજી અને .પૂ.સોનાબાએ વિદ્યાનગરમાં વ્રત ગુણાતીત દીક્ષાદિને ૧૯૬૭ આપ્યું હતું. તેને આજે ૫૧વર્ષ પૂરાં થાય છે.

 

ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને ભગવાન ભજાવવાનું કાર્ય ગુરૂ યોગીજી મહારાજની આજ્ઞાથી કર્યું. ૨૫ બહેનોને તારદેવ (મુંબઈ) તૈયાર કર્યાં પછી યોગીજી મહારાજની આજ્ઞાથી વિદ્યાનગરમાં બહેનો માટેની સંસ્થા તૈયાર કરી. અને તેનું શુભ નામ  ‘ગુણાતીત જ્યોતરાખ્યું. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્યદિન શરદ પૂનમ અને દીક્ષા ડભાણમાં મહારાજે પોષીપૂનમે આપી! પોષી પૂનમ એટલે પ્રકાશમય રાત્રિ. ગુરૂહરિ પપ્પાજીએજ્યોત’ ‘પ્રકાશશબ્દો વાપર્યા છે. વ્રતધારી ભાઈઓનું ગુણાતીત પ્રકાશ તરીકે નામ રાખ્યું છે.

 

૧૯૬૧માં ગુણાતીત જ્યોત ખાતમુહ્રૂર્ત વખતે યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા કે, “આખી દુનિયામાં ગુણાતીત જ્ઞાનના સંદેશા અહીંથી ફેલાશે.”

 

આજે જ્યોત પપ્પાજી હૉલમાં બહેનોની સભામાં પોષીપૂનમ નિમિત્તે પૂ.શોભનાબેને લાભ આપ્યો હતો. અને .પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતા. જેમાં ગુરૂહરિ પપ્પાજીએ કહેલ આજના દિનની સર્વ સ્મૃતિઓ કહીને નવાજૂના સર્વ સાધકોને ધન્ય કર્યા હતાં.

 

બીજું કે બ્રહ્મજ્યોતિ પર પોષી પૂનમની સાથે સાથે અગાઉ બે દિવસ .પૂ.સાહેબના વારસ સ્વરૂપો .પૂ.અશ્વિનભાઈ, .પૂ.શાંતિભાઈના અમૃતપર્વની ઉજવણી નિમિત્તે તા.૩૧ ડીસે. અને તા., જાન્યુ. ત્રણ દિવસનો સળંગ સમૈયો હતો. તેમાં દરેક સભાકાર્યક્રમમાં જ્યોતમાંથી બેત્રણ સદ્દગુરૂઓ અને બહેનોભાઈઓએ મળીને ૨૫૩૦ની સંખ્યામાં ભાગ લીધો હતો.

 

તા., જાન્યુઆરીએ હરિધામ તરફથી અમદાવાદમાં યજ્ઞ અને મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્ર્મ હતો. તા.૨જીએ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો. બાકીના બહેનોએ જ્યોતમાં રાબેતા મુજબના કાર્યક્ર્મ ભજનસભાના ચાલુ હતાં. તેમાં લાભ લીધો હતો.

 

() .પૂ.સવિબેન જી. નો અમૃતપર્વનો સમૈયો

   

     તા., જાન્યુઆરીએ આપણે ઉજવવાનો રાખેલો. તેની પૂર્વ તૈયારી ૨૦ દિવસ પહેલાંથી થઈ રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની 

     પ્રેક્ટીસ માટે ગામોગામથી બાળકો પણ શનિરવિ આવતાં હતાં. લગભગ ૩૦/૧૨ થી તો સળંગ પ્રેક્ટીસ પણ ચાલુ થઈ ગઈ હતી.

 

બીજી બાજુ .પૂ.જ્યોતિબેનને તાવઉધરસની તકલીફ શરૂ થઈ ગઈ હતી. દિલ્હી સમૈયામાંથી આવ્યા પછી .પૂ.જ્યોતિબેન નીચે સભામાં પણ નહોતા પધારી શક્યા. તેઓને ઈન્ફેક્શન ના લાગી જાય તે માટે તેઓના દર્શનાર્થે જવાની પણ મનાઈ કરી હતી. .પૂ.જ્યોતિબેન બ્રહ્મ જ્યોતિ પરના ત્રણ દિવસના સમૈયામાં પણ નહોતા પધારી શક્યાં.

 

.પૂ.જ્યોતિબેનની નાજુક તબિયત અનુસાર પૂ.સવિબેનના અમૃતપર્વનો સમૈયો હાલ મુલતવી રાખવાની વાતનો .પૂ.જ્યોતિબેનને સ્વીકાર નહોતો. તેઓને તા./૧ના રોજ અમદાવાદ ઝાયડસ હૉસ્પિટલમાં જવાનું થયું. .પૂ.જ્યોતિબેને ખાસ કહેલું કેકોઈ હરિભક્તોને વિદ્યાનગર આવવાની ના પાડશો નહીં.” તેથી તા.૫મીથી ભક્તો પધારવા લાગ્યા. સમૈયાની પૂર્વ તૈયારી થઈ ગઈ હતી. અને .પૂ.જ્યોતિબેનની તબિયત માટે ૨૪ કલાકની ધૂન પણ શરૂ થઈ ગઈ હતી. તેથી હરિભક્તો પધાર્યા. તેઓ પણ ધૂનમાં જોડાયા. સમૈયો બંધ રાખવાનો નિર્ણય કરી દીધો હતો.

 

તા., , બધા હરિભક્તો ધૂનમાં બહેનો સાથે બહેનો અને પ્રભુકૃપામાં ભાઈઓ સાથે ભાઈઓ જોડાઈ ગયા.

તા./૧ના સાંજે .પૂ.દીદી અને સદ્દગુરૂ Aના સાંનિધ્યે હરિભક્તોને અનુલક્ષીને (સ્ટેજ પરના ભવ્ય સુંદર સુશોભન જે તૈયાર કરીને ઢાંકી દીધું હતું.) તે ડેકોરેશનમાં એક નાની સભા કરી હતી. સમૈયામાં બહાર પાડવાની બે D.V.D તૈયાર કરી હતી.

 

() પૂ.સવિબેનના સ્મૃતિ દર્શનની D.V.D જેનું નામમર્માળી મૂર્તિની મહેંકતેનું અનાવરણ .પૂ.દીદીના વરદ્દ હસ્તે કરાવ્યું હતું. 

 

() તા.૧૦ ડીસેમ્બરે પપ્પાજી તીર્થ પર ગુરૂહરિ પપ્પાજીના ચરણાર્વિંદની રાજોપચાર વિધિથી પૂજા કરી તે D.V.D “આર્ત હ્રદયે પરમ ચરણાર્વિંદના પૂજન”.

 

D.V.D નું ઉદ્દઘાટન .પૂ.દેવીબેનના વરદ્દ હસ્તે કરાવી હરિભક્તોને સ્મૃતિભેટ આપી હતી.

 

{gallery}images_in_articles//newsletter/2018/Jan/10-01-18 P.P.SAVIBEN AMRUTPARVA SABHA{/gallery}

 

() તા.૨૭//૧૮ શનિવાર નડિયાદ પ્રસાદરજમંદિરનો પાટોત્સવ

 

પૂ.દિનકરભાઈ, પૂ.વશીભાઈ ભક્ત સમાજ લઈને પવઈથી વિદ્યાનગર પધાર્યા હતાં. આજે તે સર્વે ભક્તો ૫૦ની સંખ્યામાં અને અત્રેના ભક્તોની સભામાં પૂ.વશીભાઈ, પૂ.ઈલેશભાઈએ ભક્તિભાવ પૂર્વક મહાપૂજા તથા પાટોત્સવ પૂજાવિધિ કરાવી હતી. તથા સાથે સાથે હ્રદય પ્રાર્થનાભાવ ધરતા હતા.

 

આજની મહાપૂજામાં .પૂ.સાહેબજી પણ પધાર્યા હતાં. અને આશીર્વાદ આપી ધન્ય કર્યા હતાં.

મંદિર બનાવનાર મુખ્ય સત્કર્મ કરનાર પૂ.કાંતિકાકાના ગુણ વારસ દીકરા પૂ.ઘનશ્યામભાઈ અમીન કે જેમને .પૂ.જ્યોતિબેનનો છપૈયામાં કરેલ સંકલ્પ સાકાર કર્યો. એવા પૂ.ઘનશ્યામભાઈને બિરદાવી હેતપ્રેમથી હળવાફૂલ કરી દીધા હતા. એવા પ્રસન્નતાભર્યા આશીર્વાદ .પૂ.દિનકરભાઈએ પણ આપ્યા હતાં. સ્વામિનારાયણ મંત્ર રટ્યા કરવો તે વાત પર ભાર દઈ ઉદાહરણ સાથે વાત કરીને સહુને ધન્ય કર્યા હતા. આમ, મહાપૂજા આશીર્વાદ અને પાટોત્સવનો પ્રસાદ લઈ, મહાપ્રસાદ માટે વિદ્યાનગર પધારી ત્યાં બહેનોએ .પૂ.જ્યોતિબેનની પસંદગીનો શાકોત્સવનો તથા પાપડીનો લોટનો થાળ સ્મૃતિ સાથે તૈયાર કર્યો હતો તે ભાવથી જમ્યાજમાડ્યો અને અન્યોન્ય સહુ ધન્ય થયા. બહેનો સહુ .પૂ.દીદીના આશીર્વાદ લઈ વિદાય થયા.

{gallery}images_in_articles//newsletter/2018/Jan/27-01-18 NADIYAD PRASAD RAJ DHAME MAHAPPOOJA{/gallery}

 

() તા.૩૧//૧૮

 

આખો મહિનો .પૂ.જ્યોતિબેનમયપ્રભુમયભક્તિમય પસાર થયો હતો. મહિનાના છેલ્લા દિવસે આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ હતું. તે નિમિત્તે સાંજે .૦૦ થી .૦૦ .પૂ.દીદી, .પૂ.દેવીબેન અને સહુ સદ્દગુરૂ A ના સાંનિધ્યે બહેનોની સભામાં પપ્પાજી હૉલમાં ભેગા મળી ભજનકીર્તનગોષ્ટિ કરી હ્રદયમાં ભક્તિનો બ્રહ્માનંદ અનુભવ્યો હતો.

 

હે વહાલા જ્યોતિબેન ! પ્રાગટ્ય આપનું ધરાનું તીર્થત્વ છે. દિવ્ય ચરિત્રો આપના ઈદમ્ સ્મરણીય છે. પ્રગટ ને પ્રત્યક્ષ સ્વરૂપોને ઓળખ્યા, પામ્યા, સેવ્યા, ધાર્યા એવા .પૂ.જ્યોતિબેનનો પર્વ !

 

૧૯૫૨માં .પૂ.બા.પૂ.જ્યોતિબેન.પૂ.તારાબેન ગુરૂહરિ પપ્પાજી આફ્રિકાથી પધારેલ તેઓને લેવા ગયા ને ત્યારે કૃપાદ્રષ્ટિ વરસી ગઈ ને અલ્પ સંબંધવાળાનું ખૂબ જતન કરી એક સુહ્રદભાવની એક પક્ષીય ગંગા વહાવી ગુરૂહરિ પપ્પાજીના ધારક પપ્પાજી સ્વરૂપ બની ગયા. ૧૯૫૨ થી ૨૦૦૬, ૫૪ વર્ષ પ્રત્યક્ષ ગુરૂહરિ પપ્પાજીને માણ્યા ને ૧૯૫૨ થી ૨૦૧૮, ૬૫ વર્ષ પ્રત્યક્ષને માણ્યા ને વહેંચ્યા. બ્રહ્મ નિયંત્રિત બ્રહ્મ સમાજનું પ્રગટીકરણનો સંકલ્પ કર્યો ને કાર્યને વહેતું રાખવા શ્રીજી સંકલ્પને પ્રગટાવવા પ્રગટ્યા.

 

૧૯૩૩ થી ૨૦૧૮ પરમ જ્યોતિની પરમ આધ્યાત્મિક યાત્રા સફળ બની રહી !!

આંખો મહીં જે વસી જાય એવી સહજ, સરલ મૂર્તિ તમારી. અમ દિવ્યતાના રાહે બળ આપી આપનું સાંનિધ્ય અનુભવીએ તેવું બળ દેજો.

 

હે વહાલાં .પૂ.જ્યોતિબેન ! આપની પરાભક્તિની પરાકાષ્ટા, પ્રભુના સંબંધવાળાની સેવાની ભાવનાને અનંત કોટિ કોટિ વંદન હો ! પ્રાર્થીએ તુજ ચરણીયે નમન કરી વંદન કરીએ.

 

વાસ કરજો અમ હ્રદયમાં સદાય. પરમ જ્યોતિની પરમ જ્યોત સદાય ઝળહળતી રહેશે ને સહુ રહીએ સાથ સંપ…. સુહ્દભાવએકતાએએવા આશિષ અર્પો અખિલ બ્રહ્મ સમાજને

 

ભક્તિ સ્વરૂપ સેવા સ્વરૂપ .પૂ.જ્યોતિબેનની જય જય જય !

 

હે વહાલાં .પૂ.જ્યોતિબેન અમ અંતરે શાશ્વત રહો…! અમર રહો…!

 

     અત્રેનાં સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

 

જ્યોત સેવક P.71 ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ !