Parabhakti Parva – Newsletter

                                                                                  સ્વામિશ્રીજી

                                                                    પરાભક્તિ પર્વની જય જય જય                                                                                                                                         

પરાભક્તિ પર્વ પરિપત્ર નં-૧                                                                                                                      

                                                                                                                                                       

 

ગુરૂહરિ પપ્પાજીના લાડીલા અક્ષરમુકતો,જય સ્વામિનારાયણ !

સહર્ષ જણાવવાનુ કે, આપ જાણ છો તે મુજબ ગુરૂહરિ પપ્પાજીનો ૯૫ મો પ્રાગટ્ય પર્વ આવી રહ્યો છે, તેનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આ પર્વને આપણે ‘પરાભક્તિ પર્વ’ ના નામે ઉજવીશું. પરાભક્તિ પર્વના સમૈયાની ઉજવણીની તા.૧૧, ૧૨,૧૩ નવેમ્બર ૨૦૧૧ રાખેલ છે. સમૈયાનો કાર્યક્ર્મ આ સાથે છે તથા પત્રિકામાં પણ આવી જશે. ખાસ, આપણે આ આખું વર્ષ ભજન-ભક્તિ, સ્વાધ્યાય, સ્મૃતિ સાથે આધ્યાત્મિક રીતે પરાભક્તિ પર્વ ઉજવણી કરવી છે. તે માટે જ્યોતમાં, જ્યોતશાખા મંદિરમાં, મંડળમાં તથા ઘરમંદિરમાં આ પરાભક્તિ પર્વ અનુસંધાને વિધવિધ કાર્યક્ર્મ કરીને માણીશું, ભક્તિ અદા કરીશું. સમૈયા કમિટીએ અમુક બાબતો પરાભક્તિ પર્વના ભાગરૂપે નક્કી કરી છે, જે નીચે મુજબ છે. જેમાં ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઇ ધન્ય થઇશું.

(૧) મંત્રલેખન

૯૫૦૦ સ્વામિનારાયણ મંત્ર લખી શકાય તેવી નાની બુક્લેટ, પર્સમાં સાથે રાખી શકાય તેવી તૈયાર થશે. દિવાળી વખતે જ્યોત વેચાણ કેન્દ્ર પરથી ઉપલબ્ધ રહેશે. ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિએ સહિત મંત્રલેખન કરીશું.

(૨) સ્મૃતિ લેખન

પપ્પાજીની આપણને પ્રાપ્ત થયેલ ચિરંજીવ સ્મૃતિનું આલેખન કરવું. લીલા ચરિત્રગાન કરવું. મંત્રલેખનની જેમ પપ્પાજીનો સંબંધ પામેલા ભાગ્યશાળી સર્વ મુક્તોએ પપ્પાજીની સ્મૃતિ જે કાંઇ આપણા જીવનમાં છે તેને ખાસ સમય ફાળવી લખી લેવી. સાક્ષાત્ અક્ષરપુરૂષોત્તમનું સ્વરૂપ જ્યારે નરદેહ ધારી પૃથ્વી પર પધાર્યા ! ૯૦ વર્ષની ઉંમર સુધી કેવળ પરાભક્તિમય ભક્તો અર્થે જ પળેપળ જીવ્યા ! અઢળક મૂર્તિ આપી ! આપણી સાથે આપણા જેવા થઇ વરત્યા ! એવા આપણા જીવનપ્રાણ ગુરૂહરિની જે કાંઇ નાની મોટી સ્મૃતિ છે તે આપણી અમૂલ્ય મૂડી છે. એવી સ્મૃતિઓનું આલેખન આ વર્ષ દરમ્યાન આપણે પરાભક્તિના ભાગરૂપે કરી લઈશું, અને અલ્પ સંબંધવાળા મુક્તો જે આપણી નજદીક હોય તેની પાસે કરાવી લઈશું પપ્પાજીનાં દર્શન કર્યાં હોય, તેઓ સાથે વાર્તાલાપ(સંવાદ) વાત કરવાની તક મળી હોય, પપ્પાજીએ કોઇ આશીર્વાદ આપ્યા હોય, ધબ્બો માર્યો હોય, ચરણ સ્પર્શ કર્યો હોય, શિર પર હાથ મૂક્યો હોય, રાજી થયા હોય ! આપણા આંગણે પધાર્યા હોય કે ઘરમંદિરમાં આરતી ઉતારી હોય, નામકરણ કર્યું હોય, ગામમાં પધાર્યા હોય, હાથ પકડવાની કે ખુરશી ઉંચકવાની સેવા મળી હોય, ભેટ લીધી હોય-દીધી હોય એવી એવી અનંત સ્મૃતિઓ દરેક સંબંધવાળાના ઉરે પડેલી છે જ. તેને ખોલી લખી લઇએ, લખાવી લઇએ. આપણી યાદીમાંથી ભૂંસાઈ જાય કે ઝાંખું થાય તે પહેલાં એટલે કે આ વર્ષ દરમ્યાન લખીએ. લખનારનું નામ, ગામ, ઓળખ, ગુરૂ વગેરે વિગતે સ્પષ્ટ લખવું. તથા વર્ષ, તારીખ, દિવસ વગેરે પણ યાદ હોય તે લખવું. આ લખાણ મોટા A4 સાઇઝના કાગળમાં લખી આપણા ગુરૂ-સંત કે જ્યોતનાં બહેનો, ગુણાતીત પ્રકાશના ભાઈ કે ચૈતન્ય માધ્યમ, મંડળ સંચાલક તથા જેમના યોગમાં હોઇએ તેઓને પહોંચાડતા રહેવું. આપણા વ્હાલા ગુરૂહરિ પપ્પાજીની ચિરંજીવ સ્મૃતિ, લીલાચરિત્ર ગાન આપણા આ લખાણના માધ્યમ ધ્વારા આ પૃથ્વી પર યાવત ચંદ્ર દિવા કરૌ રહેશે. તથા ખાસ વિશેષ તો સ્મૃતિગાનની સાથે મહિમાગાન પણ આવરી લેવાશે તો તે અધિક સ્મૃતિ ગણાશે. વિશેષમાં પપ્પાજી દર્શન, સ્પર્શન, વાતુ, પ્રસાદી ધ્વારા આપણને અંતરમનમાં કે હૈયાને વિષે જે કાંઇ અનુભવ થયો હોય તે તથા તેમનો સંબંધ થયા પછી જીવનનું પરિવર્તન થયું હોય તે લખવું તથા હમણાં આપણા ગયા વર્ષોમાં પપ્પાજીના અંર્તયામીપણાના પ્રાર્થનાના અનુભવ લખ્યા તેની

 

બુક્સ ‘આતમ પુકારે પપ્પાજી પધારે’ ચરણ ૧,૨ લખાયા, તેવા અનુભવ પણ આ સ્મૃતિ, મહિમા, લીલા ચરિત્ર ગાન લખતાં લખતાં સાથે યાદ આવી જશે, તે પણ લખવા. આમ, પપ્પાજીનું જે કાંઈ આપણા અંતરવૈભવમાં છે તે લખવું. તથા પપ્પાજી વિષેના ઉચ્ચ વિચારો, પપ્પાજીની ઓળખ, અફાટ માહાત્મ્યના ભાવો પણ લખી શકાય એ તો એથીય પણ વિશેષ છે. આમ, પપ્પાજી વિષે સર્વ કાંઇ લખી શકાય. એ લખવું તે એક પપ્પાજીની સેવા-ભક્તિ ગણાશે. અને એટલું પપ્પાજીની સ્મૃતિમાં ડૂબાશે. પરાભક્તિની ઉજવણીનો સરસમાં સરસ એક આ ભાગ છે. માટે સહુ કોઇ લખજો, લખાવજો.

 (૩) પરાભક્તિ મહાપૂજા

પરાભક્તિ પર્વના ભાગ રૂપે આ દિવાળીના તહેવારોની ઉજવણી દરમ્યાન એક સમૂહ મહાપૂજાનું આયોજન કરેલ છે. ૯૫ દંપતિ યજમાન મુક્તો યજ્ઞસમ મહાપૂજા કરશે. દિવાળીએ શારદાપૂજનની મહાપૂજા તો છે જ. તે પછીના દિવસે તા.૬/૧૧/૧૦ ના રોજ આ પરાભક્તિ મહાપૂજા વિશેષરૂપે કરવાની રાખી છે. બહેનો માટેનો સફેદ લેસપટ્ટાવાળો યુનિફોર્મ છે. તે જ્યોતમાંથી મળશે. અને ભાઇઓ માટેનો ગણવેશ સફેદ પહેરણ અને સફેદ લેંઘો છે. તે તેઓએ જાતે તૈયાર કરવાનો છે. મહાપૂજા માટે નોંધ સદ્દગુરૂ તરફથી મળશે. કાંઇપણ પૂછવું હોય તો તેઓને મળવું, ભાઇઓએ ગણવેશ બાબતે પૂછવું જરૂરી હોય તો પૂ.ઇલેશભાઇને મળવું.

 (૪) શિબિર સભા

દિવાળીના તહેવારોની ઉજવણીનો કાર્યક્ર્મ પત્રિકા ધ્વારા મળ્યો હશે. દિવાળીના આ દિવસો દરમ્યાન સમયનો સદ્ઉપયોગ કરીને ગયા વર્ષની જેમ આ વખતે પણ ગૃહસ્થ મુક્તોની શિબિર રાખી છે. ચૈતન્ય માધ્યમ, મંડળ સંચાલક, કાર્યકર મુક્તોની અલગ શિબિર સભા પણ ત્યારે રાખી છે. આમ, તા.૩/૧૧/૧૦ થી ૭/૧૧/૧૦ નો પાંચ દિવસનો કાર્યક્ર્મ બનાવ્યો છે, તેમાં લાભ લેવા જરૂરથી પધારજો.

 (૫) આ વર્ષ દરમ્યાન પરાભક્તિ પર્વ નિમિત્તે જ્યોતશાખામાં, મંડળમાં વિધ વિધ રીતે શિબિર, સત્કર્મ, ભક્તિ આયોજન કરીશું. આમ, હળીમળીને ઘરમંદિર માં કે વ્યક્તિગત અનેક રીતે તન, મન, ધન, આત્માથી આપણે ‘પરાભક્તિ પર્વ’ ની ઉજવણી આખું વર્ષ કરીશું. તે માટે ફરી પત્રથી અને દિવાળીએ રૂબરૂ મળીશું. તેથી અહીં પત્ર પૂરો કરીએ છીએ. રાજી રહેશો.

એ જ જ્યોત સમૈયા સમિતિના જય સ્વામિનારાયણ !

 

‘પરાભક્તિ પર્વ’ નો કાર્યક્રમ

 (ઇ.સ.૨૦૧૧ તા.૧૨,૧૩ નવેમ્બર શનિ-રવિ) સ્થળ :- પપ્પાજી તીર્થ

 ૧. તા.૧૨/૧૧/૨૦૧૧ શનિવાર, કારતક વદ – ૨

સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦ પપ્પાજીના માહાત્મ્યગાનની સભા (બહેનો + ભાઇઓ)

સાંજે ૦૬.૩૦ થી ૦૯.૦૦ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાપ્રસાદ.

 ૨. તા.૧૩/૧૧/૨૦૧૧ રવિવાર, કારતક વદ-૩, મુખ્ય મહોત્સવ

સવારે ૦૯.૦૦ થી ૧૨.૩૦ અખિલ ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો,

ગૃહસ્થો ભેગા મળી ગુરૂહરિ પપ્પાજીનો ૯૫ મો પ્રાગટ્યપર્વ ‘પરાભક્તિ પર્વ’ રૂપે

ઉજવીશું. બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાપ્રસાદ બાદ વિસર્જન

-: જય સ્વામિનારાયણ :-