01 to 15 Oct 2013 – Newsletter

સ્વામિશ્રીજી                    

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

અહીં આપણે તા.૧ થી ૧૫ ઑક્ટોબર દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવ ભક્તિની સ્મૃતિ  માણીશું.

() તા./૧૦/૧૩મંગળવાર 

આજે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધના થઈ હતી. દર વખતની જેમ પહેલા બહેનોએ ભજનો ગાયા. પછી ભાઈઓએ ભજન ગાયા. આજના ભજનની વિશેષતા એ હતી કે, પ્રભુને રાજી કરવાની ટૂક જે ભજનમાં આવતી હતી તેવા ૭ ભજનની ટૂક નોન સ્ટોપ બહેનોએ ગાઈ હતી.

 

નાના ભૂલકાંઓને પણ ભજન ગાવાનો ચાન્સ આપ્યો હતો. બહેનોમાં પૂ.રૂહાની બી. માંગરોળીયા (વડોદરા) એ સરસ ભજન ગાયું હતું. અને ભાઈઓમાં પૂ.મોક્ષ કુમારે ભજન ગાયું હતું. પૂ. હરિશભાઈ ઠક્કર, પૂ.બેચરભાઈ, પૂ.ઈલેશભાઈ અને નવા ગાયક પૂ.જીતુકાકાએ પણ સરસ ભજનો સાધનાના ગાઈને સહુને બ્રહ્માનંદ કરાવ્યો હતો. અંતમાં પ.પૂ.દીદીએ સામેથી આશીર્વાદ આપ્યા હતાં. આમ, આજની કીર્તન આરાધના ખૂબ જ સરસ થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/October/01-10-2013 kirtan aardhna/{/gallery}

() તા./૧૦/૧૩બુધવારગાંધીજયંતિ 

ગુણાતીત સ્વરૂપ પૂ.પદુબેનનો ૪૩મો સ્વરૂપાનુભૂતિદિન આજની બહેનોની રાત્રિ સભામાં ખૂબ મહિમા સભર રીતે ઉજવાયો હતો. પૂ.પદુબેન, પ.પૂ.દીદીએ સહુ પ્રથમ આસન ગ્રહણ કર્યું. આહવાન શ્ર્લોક બાદ ભજન અને પુષ્પાર્પણના કાર્યક્ર્મ બાદ પહેલા પ્રારંભે ગુરૂહરિ પપ્પાજીની પરાવાણીનો લાભ લીધો. આશીર્વાદ લીધા હતાં. પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિન ૩જી ઑકટોબરના છે. ૩જી ઑક્ટોબર એટલે સાધના માર્ગનો ઐતિહાસિક સ્મૃતિદિન છે. ઈ.સ.૧૯૫૨માં “બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે ? મહારાજ જોગ ગોઠવી આપશે.” બહેનોને ભગવાન ભજવાના આશીર્વાદ ૩/૧૦/૧૯૫૨માં બાપાએ આપેલા. તેવું જ, “બહેનોનું જુદું સ્થાન આપણા પ્લોટમાં  વિદ્યાનગરમાં બાંધી આપો”. એ પણ ૩જી ઑક્ટોબર ૧૯૬૩માં યોગીબાપાએ પ.પૂ.પપ્પાજી-પ.પૂ.કાકાજીને આજ્ઞા આપી. તે પણ આ દિવસ !

ગુરૂહરિ પપ્પાજીના પ્રથમ દર્શન તા.૩/૧૦/૧૯૭૦માં પૂ.પદુબેને કર્યા ! તે પ્રથમ પળથી જ પૂ.પદુબેનને પ્રત્યક્ષની સર્વોપરીભાવની નિષ્ઠા થઈ ગઈ. એ પૂર્વના જબરજસ્ત આત્મા કે, પ્રભુ તેમની સાથે એમનું કાર્ય કરવા પૃથ્વી પર લઈને આવ્યા હોય. એક સ્વરૂપનિષ્ઠાનો જબરજસ્ત દાખલો બેસાડ્યો એ પૂ.પદુબેન ! જબરજસ્ત કર્તા હર્તા પ્રભુને માનીને પળેપળ પૂ.પદુબેન જીવ્યા છે. જીવે છે.

{gallery}/images_in_articles/newsletter/2013/October/02-10-13 p.p.paduben divine day/{/gallery}

પૂ.પદુબેન એટલે માહાત્મ્ય સ્વરૂપ ! વળી, સંબંધવાળા ચૈતન્યો માટે સાધુની ર્દષ્ટિ. ત્યાં સ્વધર્મ સ્વરૂપ માહાત્મ્ય અને સ્વધર્મનો સમન્વય એટલે પૂ.પદુબેન ! પૂ.પદુબેનના મહિમાગાનમાં જ્યોતના કર્મયોગી બેન પૂ.દીનાબેન મચ્છરે પોતાના અનુભવની વાતો ઉદાહરણ પ્રસંગ વર્ણવીને સરસ રીતે વાતો કરી હતી. પૂ.કામિનીબેન ભાવેશભાઈ પટેલ – નવા સત્સંગી છતાંય થોડા સમયમાં ઘણાં અનુભવ કર્યા તે દાખલા સાથે યાચના પ્રવચન કર્યું હતું.પૂ.શારદાબેન માવદિયા – જ્યોતના ભક્તિમાર્ગી બહેન કે જે પૂ.પદુબેનનું જતન પામી રહ્યાં છે. ગુણાતીત વર્તન પૂ.પદુબેને સીંચ્યું છે અને જેમણે ઝીલ્યું છે. તેવા પૂ.શારદાબેને વિધ વિધ દાખલા આપીને પૂ.પદુબેનનો મહિમા ગાયો હતો. વચ્ચે વચ્ચે પુષ્પાર્પણ, કાર્ડ અર્પણ થયું. પૂ.સુશીબેન પટેલ (જ્યોતના બહેને) પૂ.પદુબેનના અનુભવ ઝીણવટથી કહીને આનંદ સાથે વારી આપી હતી. પ.પૂ.દીદીએ પૂ.પદુબેનની સરસ વાતો કરીને ખૂબ સરસ આશીર્વાદ આપ્યાં હતાં. પૂ.પદુબેને કાયમ સાજાસમા નિરોગી તંદુરસ્ત રાખવાની ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થના કરી. આજની આખી સભાનો સારાંશ પ.પૂ.દીદીએ કહ્યો. અંતમાં, આજે પૂ.પદુબેને પ.પૂ.પપ્પાજીનો ખૂબ મહિમા ગાઈને અત્યારે આપણે શું કરવાનું છે તેની સમજ ગુણાતીત જ્ઞાન સાથે સૂઝ આપી હતી. આશીર્વાદ આપ્યા હતાં. આમ, આજની સભા ખરેખર ખૂબ સરસ થઈ હતી. આમ, પૂ.પદુબેનનો સ્વરૂપાનુભૂતિદિન યથાર્થ રીતે ઉજવાયો હતો.

() પૂ.જમનાબાવીંછીંઅક્ષરધામનિવાસીથયાં. 

પૂ.જમનાબા વીછીં જ્યોતમાં આજે બપોરે ૨.૩૦ વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં. જૂના ચૈતન્ય માધ્યમ કે જેઓએ ખરા ટાણે સાથ આપ્યો. ‘દુકાળમાં કોદરા પૂર્યા.’ એવા ગૃહસ્થ સાધુ પૂ.જમનાબેન અને પૂ.પુરૂષોત્તમભાઈ વીંછીં મુંબઈના રહેવાસી . યોગીબાપા વખતનો સ્વામિનારાયણ સત્સંગ. તારદેવનો જોગ થયો ત્યારથી જ સત્સંગપ્રધાન જીવન. નિર્દોષ બુધ્ધિનો પાકો સત્સંગ હતો. ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા. મારા કલ્યાણદાતા આ છે. ગુરૂ પ.પૂ.તારાબેનનો નિત્યનો સમાગમ. તારદેવની સેવા અને જોગ. જેથી સત્સંગની વૃધ્ધિ થતી જ રહી. પોતાના સંતાનોને પણ સત્સંગનો વારસો આપ્યો છે. એટલું જ નહીં પણ મારા સંતાનો સાધુતામાં ડગ માંડે. એવી ધખણા, સીંચન અને ભજન સતત ચાલુ હતું. જેના ફળ સ્વરૂપે ત્રણ દીકરા અને એક દિકરી બધાને સત્સંગના માર્ગે વાળ્યાં. આજે પૂ.હંસાબેન ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજી સદ્દગુરૂ તરીકે છે. પૂ.હરિકૃષ્ણભાઇ, પૂ.ઘનશ્યામભાઈ અનુપમ મિશનમાં વ્રતધારી સંત ભાઈઓ તરીકે ભક્તિ કરી રહ્યાં છે. વળી, ગૃહસ્થ સાધુ પૂ.નંદુભાઈ અને પૂ.શશીભાભી ગુણાતીત પ્રકાશ ગૃહસ્થ વ્રતધારી તરીકે સપરિવાર સત્સંગ પ્રધાન જીવન જીવી રહ્યાં છે. એ બધાની પાછળ પૂ.જમનાબાનું બેઠું જતન અને ભજન છે. પૂ.જમનાબેનના, બેનના કુટુંબને થાનગઢ, ભાઈના કુટુંબને મુંબઈ, પાયામાં સત્સંગ આપનાર આ પૂ.જમનાબેન છે. તેઓની આવી ભક્તિના ફળ સ્વરૂપે ગુરૂહરિ પપ્પાજીએ તેમને જ્યોતમાં રહેવાનું ગોઠવી આપેલ. શેષ જિંદગીના વર્ષો જ્યોતમાં વિતાવ્યા. તે પણ ખૂબ આંતરિક રાંકભાવે કે બહેનો બધા બ્રહ્મચારી છે. હું ગૃહસ્થ છું. તો મારાથી તેમની સેવા થાય તે કરાય પણ સેવા ના લેવાય. એવો એક માહાત્મ્યનો ભાવ સતત રાખીને આદર્શ તરીકે જીંદગી વીતાવી. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.તારાબેન અને સર્વે સદ્દગુરૂ સ્વરૂપોના સમાગમનો ખૂબ લાભ લીધો. અને ૯૨ વર્ષની વયે હરતાં-ફરતાં, સ્વાધ્યાય, ધૂન કરતાં કરતાં ૭/૧૦/૧૩ના રોજ પ.પૂ.જ્યોતિબેનની સંનિધિમાં અક્ષરધામ સિધાવ્યા. તેમના પુત્રો આવ્યા પછી તા.૮/૧૦ ના રોજ તેમની અંતિમવિધિ જ્યોત પ્રાંગણમાં ખૂબ ભક્તિસભર  સંપન્ન થઈ હતી.

{gallery}/images_in_articles/newsletter/2013/October/07-10-2013 p.jamnaba vichhi akshardham nivasi/{/gallery}

તા.૯મીએ પ્રાર્થના સભા જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં થઈ હતી. તા.૧૦,૧૧,૧૨ પારાયણ બહેનોની સભામાં થયું હતું. ખૂબ મહિમા પૂ.જમનાબાનો ગવાયો. મૃત્યુ પણ મંગલ!  જાણે જન્મદિન ઉજવાતો હોય તેમ ગુણાનુગાન ગવાયા, પ્રાર્થના થઈ હતી. ત્રયોદશીની મહાપૂજા તા.૧૯/૧૦ ના જ્યોતમાં અને તા.૨૦/૧૦ ના અનુપમ મિશનમાં મહાપૂજા થશે. આમ, પૂ.જમનાબા તો ગુણાતીત સમાજનો એક પૂલ બની ગયા. પૂ.જમનાબાને કોટિ અભિવાદન ! કોટિ પ્રણામ સહ જય સ્વામિનારાયણ !

() નવરાત્રિ 

આ વખતે આપણે અહીં ‘નવરાત્રિ’ પર્વના ઈતિહાસ વિશે પણ જાણીએ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસ નવરાત્રિના દિવસો ગણાય છે. આ નવ દિવસ જગદંબાના (જગતની માતાના) તહેવારના દિવસો ગણાય છે.

આ દિવસોમાં જગદંબાનું પૂજન થાય છે. મોડી રાત સુધી ચકલે ચકલે સ્ત્રીઓ અને મોડેથી પુરૂષો પણ માતાના ગરબા ગાય છે. આ તહેવારની ઉત્પત્તિ વિશે એવી વાત છે કે જૂના કાળમાં એક બહુ બળવાન રાક્ષસ ઉત્પન્ન થયો. તેનું ધડ માણસના જેવું અને માથું પાડા (મહિષ) જેવું હતું. એટલે તે મહિષાસુર (પાડા જેવો અસુર) એ નામે ઓળખાવા લાગ્યો. આ અસુરે ભારે તપ કરીને બ્રહ્માજીને ખુશ કર્યા અને માગ્યું કે, “કોઈ પણ પુરૂષ મને હરાવી શકે નહીં.” બ્રહ્માએ કહ્યું, “ભલે તેમ થશે.” આવું વરદાન મળ્યા પછી મહિષાસુર બહુ જ અભિમાની થઈ ગયો. અને ઘણો ત્રાસ આપવા લાગ્યો. કોઈ પુરૂષ તો તેને મારી શકે તેમ નહોતો. એટલે બધા દેવો જગદંબા પાસે ગયા અને વિનંતી કરી કે, તમે મહિષાસુરને મારો અને તેના ત્રાસમાંથી બચાવો. દેવોનું દુઃખ ટાળવા માટે જગદંબાએ મહાકાળીનું રૂપ લઈ, હથિયાર લીધાં અને મહિષાસુરને મારવા નીકળ્યાં. તેમની અને મહિષાસુર રાક્ષસ વચ્ચે ૯ દિવસ સુધી ભારે યુધ્ધ થયું. છેલ્લે દિવસે જગદંબાએ રાક્ષસનું માથું કાપી નાંખ્યું. જગદંબાના આ કાર્યની ખુશાલીમાં આ નવરાત્રિના દિવસને ઉત્સવ તરીકે ઉજવવાનો રિવાજ પડ્યો. બંગાળમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ નવરાત્રિ દરમ્યાન માતાજીનું સ્થાપન કરી પૂજન-આરતી કરવામાં આવે છે. અને ચુસ્ત ભક્તો નવ દિવસના ઉપવાસ પણ કરે છે. નવ દિવસ દરમ્યાન રોજ રાત્રે ગરબા ગાવામાં આવે છે. નવરાત્રિ પર્વ એટલે ગરવી ગુજરાતની ગુજરાતણોનું પર્વ કહેવાય છે.

ઉત્સવ પ્રિય ગુરૂહરિ પપ્પાજીએ દરેક ઉત્સવને માન આપ્યું છે. વળી, ઉત્સવને અવનવું આધુનિક રૂપ આપ્યું છે. જ્યોતમાં પણ ગુરૂહરિ પપ્પાજીએ બહેનોને આ નવરાત્રિના દિવસોમાં ગરબા ગાવાની પ્રેરણા વર્ષોથી આપી છે. હરિભક્તો બાળકો સાથે જ્યોતમાં વર્ષોથી ગરબા ગાવા આવે છે. આ નવરાત્રિ દરમ્યાન પણ જ્યોતમાં ખૂબ સરસ ગરબા રાસ થયા. વળી, નાના બાળકોની ગાડી અચૂક થાય. નાના ભકતનું પણ અહીંયા મૂલ્ય (સ્થાન) છે. પોતાના સ્વરૂપ પર લગાડી અવનવા ભજનોની સી.ડી બહેનોએ તૈયાર કરી છે. એ ગરબાના નાદે તાલ મિલાવી રમઝટ રાસ ચગે છે. જાત(ભાન) ભૂલી મૂર્તિમાં લય થઈને મીરાંબાઈ, નરસિંહ મહેતાની જેમ ગરબા ગાય. તે જોઈ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દીદી અને સદ્દગુરૂ સ્વરૂપો ખૂબ રાજી થયા ! તેઓમાં રહીને ગુરૂહરિ પપ્પાજી પ્રસન્ન થયા. ગુરૂહરિ પપ્પાજી તો નિત નવરાત્રિ મનાવવાનું કહેતા. રોજ એક વખત માનવ માત્રે ગરબા ગાઈને કે એવી રમત રમીને એકદમ ફ્રી હળવા થઈ જવું જરૂરી છે. એવું કહેતા. એટલું જ નહી પણ કસરતનો એક ભાગ ગણી રોજ ગરબા ગાવાની પ્રેરણા બહેનોને આપતા.

ગુરૂહરિ પપ્પાજીની, પ.પૂ.બા, પ.પૂ.બેનની અનેક સ્મૃતિ સાથે નવરાત્રિ ઉત્સવ આનંદથી માણ્યો હતો. અને છેલ્લા નોરતે પ.પૂ.દીદીના હસ્તે સ્મૃતિભેટ બાળકોને આપી હતી. તેમજ પૂ.જ્યોતિભાભી હરૂભાઈ માવાણીની પૌત્રી પૂ.ધ્રુવીના જન્મદિન નિમિત્તે બાળકોને પ.પૂ.જ્યોતિબેનના હસ્તે પૈસાની નોટ આપીને રાજી કર્યાં હતાં. આમ, આનંદ સાથે નવરાત્રિ ઉત્સવ સંપન્ન થયો હતો.

{gallery}/images_in_articles/newsletter/2013/October/05-10 to 12-05-13 navratri ras garba/{/gallery}

() દશેરા 

નવરાત્રિ પછીનો દસમો દિવસ તે દશેરા. આસો સુદ દશમને દશેરા અથવા વિજયાદશમી કહે છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણને હરાવીને એના ઉપર વિજય મેળવ્યો હતો. તેથી વિજયાદશમી કહે છે. આ દિવસે હિન્દુસ્તાનમાં રજા હોય છે. લોકો મશીનરી-વાહનો સાફ કરીને તેની પૂજા કરે છે. સારા કાર્યોનો પ્રારંભ આ દિવસે કરે છે. મીઠાઈઓ તેમાંય ખાસ જલેબી-ગાંઠિયાની ઉજાણી માણે છે. વિજયનો આનંદ માણે છે. ગુરૂહરિ પપ્પાજી પણ આ દિવસે દશેરાની વાત કરતા તથા લેખ પણ લખેલ છે. મશીનોની પૂજા કરતાં તેમજ ‘આપણે બધા પ્રભુના યંત્ર છીએ’ કહી મુક્તોને પણ ચાંદલો કરી પૂજન કરતા. આપણું  સમગ્ર તંત્ર એક પ્રભુનું જ છે. પ્રભુને અર્થે ને પ્રભુની રીતે વપરાય તે આપણા માટે દશેરા. – પપ્પા ગુરૂહરિ પપ્પાજીએ ૧૯/૧૦/૧૯૯૯ના દિવસે લેખ લખેલો તેનું અહીં પઠન કરીએ અને અનુસરીએ.

સ્વામિશ્રીજી

ગુણાતીત સમાજની જય

મુક્તાક્ષર પુરૂષોત્તમની જય

દશેરાની પુણ્ય પર્વણી -૨૦૫૫ આજે વિજયાદશમીનો શુભ તહેવાર. શ્રી રામે આજે રાવણને મારી અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો. પોતાનું ધ્યેય પૂર્ણ કરી અયોધ્યામાં પ્રવેશ કરી રાજ્યભાર સંભાળી લીધો. આપણું ધ્યેય પ્રભુ ધારતા થવાનું છે. તો આજે…

૧. કર્તા હર્તા એક યોગીબાપાએ માની જે કાંઈ પ્રસંગ ઉભો થાય, સારો કે માઠો તેમાં કર્તાહર્તા યોગીબાપાને જ માની મહારાજ ! આ પ્રસંગમાં મારે શું કરવાનું છે ? તો તટસ્થ રહી મહારાજની ભક્તિ હોય તેમ વિચાર, વાણી, વર્તન કરવા.

૨. આજથી તેવું આધ્યાત્મિક જીવન જીવવાની ટેવ કે હેવા પાડી જ દેવા.

૩. મહારાજનો સિધ્ધાંત – નીરવ રહી પ્રભુને ધારતા થવું.

૪. અખંડ બ્રહ્માનંદની મસ્તી, પ્રાપ્તિનો કેફ રાખ્યા કરવો. અને ગુણાતીત જ્ઞાનના નવનીત અને પંચામૃત પ્રમાણે જીવવું.      

 

() તા.૧૫/૧૦/૧૩સદ્દગુરૂસ્વરૂપ.પૂ.હેમાબેનભટ્ટનોસ્વરૂપાનુભૂતિદિન 

આજે જ્યોત મંગલસભામાં પૂ.હેમાબેનના મહિમાગાનમાં પૂ.પન્નાબેન દવે, પૂ.શુભીબેન તૈલી અને પૂ.શોભનાબેને લાભ આપ્યો હતો.પૂ.હેમાબેન ખૂબ નિર્માની સ્વરૂપ, અત્યંત બુધ્ધિશાળી છતાંય રાંકભાવે જીવી, નાનામાં નાના સાધક સાથે ભળી જઈ આનંદ કરાવી દે. ‘સુખ દુઃખમાં સમભાવ’ જેવા સાધુ ગુણોએ યુક્ત પૂ.હેમાબેનને તેઓના સ્વરૂપાનુભૂતિદિનના વંદન સહ જય સ્વામિનારાયણ.

આખું પખવાડિયું સરસ આનંદ સાથે પસાર થયું હતું. અત્રે સર્વ સ્વરૂપોની તબિયત સારી છે. ત્યાં સર્વને અહીંથી સર્વે સ્વરૂપો મુક્તોના જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના જય સ્વામિનારાયણ !