01 to 15 Jul 2014 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧/૭/૧૪ થી ૧૫/૭/૧૪ દરમ્યાન જ્યોત અને જ્યોત શાખા મંદિરમાં થયેલ સમૈયા–શિબિર, મહાપૂજા વગેરેની વિશેષ નોંધની સ્મૃતિ અહીં માણીશું. (૧) તા.૧/૭/૧૪ મંગળવાર કીર્તન આરાધના આજે મંગલ પ્રભાતે જ્યોતનાં બહેનો શાશ્વત ધામે દર્શન–પ્રદક્ષિણા–ભજન–ધૂન માટે ગયાં હતાં. અને ભક્તિભાવથી ભજન–ભક્તિ કર્યાં હતાં. સાંજે ૭.૩૦ થી ૯.૦૦ રાબેતા મુજબ