16 to 31 Aug 2014 – Newsletter

GKP 9370                                                   સ્વામિશ્રીજી                                      

જય ગુરૂહરિ પપ્પાજી

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે તા.૧૬/૮/૧૪ થી તા.૩૧/૮/૧૪ દરમ્યાન જ્યોત-જ્યોત શાખાઓ તથા મંડળોમાં થયેલ ઉત્સવ ભક્તિના દર્શન-સ્મૃતિ માણીશું. આ પખવાડિયું તો જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ધાર્મિક ઉત્સવો લઈને આવેલ છે. તેમાં સોનામાં સુગંધ ભળી અને ગુરૂહરિ પપ્પાજી, જ્યોત અને જ્યોત સંબંધિત ઉત્સવો ઉજવાયા.

 

( ૧) તા.૧૭/૮/૧૪ જન્માષ્ટમી

જ્યોત પંચામૃત હૉલમાં રાત્રિ સભામાં કીર્તન આરાધના કરી. તા.૮/૮/૧૪ મહાપૂજા સુવર્ણપર્વની સ્મૃતિ સહ ૮ ના આંકડાની ગુરૂહરિ પપ્પાજીના લીલાચરિત્રોની સ્મૃતિ બહેનોએ કરાવી. છેલ્લે સુંદર સુશોભિત પારણામાં બિરાજમાન શ્રી હરિનો પ્રાગટ્યોત્સવ થયો. પૂ.ચંપાભાભીએ અને પૂ.અલ્પાભાભી (કેશોદ) ના હસ્તે દર્શન ખુલ્લા મૂકાયા અને થાળ (પંચાજીરીનો) ધરાવ્યો ત્યારબાદ પધારેલ ગૃહસ્થ બહેનોએ આરતીનો લાભ લીધો હતો.

ગુરૂહરિ પપ્પાજીના પ્રાસંગિક આશીર્વાદ ધ્વનિમુદ્રિત લીધા હતા. આજે કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યદિન આખી દુનિયામાં ઉજવાશે. “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી” ગાશે-નાચશે-આનંદ કરશે. આપણે અક્ષરધામમાં તો બેઠા જ છીએ. હવે આનંદ કર્યા કરવો. આત્માનો ગુણ છે આનંદ. પ્રાપ્તિનો કેફ અખંડ રહ્યા કરે. આનંદ કરવો એ પણ મોટામાં મોટી સેવા છે. આમ, ગુરૂહરિ પપ્પાજી હંમેશા ધાર્મિક કે સામાજિક સંબંધોને પણ માન આપી તેમાં આધ્યાત્મિકતા ઉમેરીને આશ્રીત ભક્તોને ગુણાતીત જ્ઞાન આપતાં રહે છે. પંચાજીરીનો પ્રસાદ લઈ સભાનું સમાપન કર્યું.

{gallery}/images_in_articles/newsletter/2014/Aug/17-08-14 janmastami/{/gallery}

( ૨) તા.૧૭/૮/૧૪ માહાત્મ્યમહેરામણ મહોત્સવ-૧

જ્યોતના હીરક તારલાઓનો માહાત્મ્ય મહેરામણનો સમૈયો જ્યોત પંચામૃત હૉલમાં આ બંને દિવસ સવારે ૯.૦૦ થી ૧.૦૦ બહેનોની સભામાં થયો હતો. શ્રી ઠાકોરજી મહારાજ ! ગુરૂહરિ પપ્પાજી મહારાજ ! અને પૂ.દેવીબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે દિવ્યતાસભર સભાઓ થઈ હતી. જ્યાં મહિમાગાન થાય ત્યાં દેવો અને સાક્ષાત પ્રભુ દિવ્ય દેહે હાજર થતાં હોય છે. આ વર્ષે આ બહેનોને ૬૦ વર્ષ પૂરાં થયા ! આ જ્યોતમાં રહી જે આ ઉંમરે પહોંચે તે વણકહ્યે પરમ ભાગવત સંત હોય જ!  ગુરૂહરિ પપ્પાજીનું આ વચન મુજબના દર્શન સભામાં સતત  થતાં હતાં. ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું કાર્ય ! પાતાળે નાખેલા પાયાના અને અસાધારણ શ્રમ સંકલ્પે કર્યો છે તે આજે અનુભવાય છે.

તા.૧૭/૮/૧૪ ના રોજ પૂ.મીનાબેન કોઠારી, પૂ.ગોદાવરીબેન ચપલા, પૂ.વિણાબેન પોપટ, પૂ.મીનાબેન ભટ્ટ અને પૂ.ભારતીબેન રતનપરાની હીરક જયંતિ સમૂહમાં ઉજવી હતી.

સફેદ અને લવંડર કલરના સુશોભનમાં પતંગિયા ઉડી રહ્યાં હતાં. તેવું આ પ્રસંગને લગતું ડેકોરેશન હતું. આ બહેનો ખરેખર પતંગિયા બનીને ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂઓના વચને જ્યોતમાં હોમાઈ ગયા છે. સહુ પ્રથમ હાર અર્પણ શ્રી ઠાકોરજી, ગુરૂહરિ પપ્પાજીને અને સહુ ગુરૂઓ વતી પૂ.દેવીબેનને પુષ્પાર્પણ થયાં.

ત્યારબાદ હીરક તારલાઓને…

આધ્યાત્મિક ગ્રુપવાઈઝ હાર અર્પણ થયા. બેજ અર્પણ થયા. માળમાં રહેતા મુક્તોએ કલગી અર્પણ કરી. ગુરૂ સ્વરૂપોના મુક્તોએ કેક અર્પણ કરી. બંને દિવસની સભામાં આ રીતે સ્વાગત અર્પણ વિધિનો કાર્યક્ર્મ હતો. હવે

એ મુક્તોના માહાત્મ્યગાનમાં ડૂબીએ.

( ૧) પૂ.ગોદાવરીબેન ચપલા

પૂ.ગોદાવરીબેને ૩૦ વર્ષ પ્રભુકૃપામાં સેવા કરી છે. પૂ.મમ્મીજીની રૂચી પ્રમાણે જીવનાર સેવક હતાં. પૂ.મમ્મીજીના વચને દેહ-દેહભાવ ગણ્યા વગર સેવા કરી છે. ગુરૂહરિ પપ્પાજી-પૂ.મમ્મીજીનો વિશ્વાસ સંપાદન કર્યો છે. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેનની સાથે અસાધારણ નિષ્ઠા અને આત્મબુધ્ધિ ને પ્રિતી. અત્યારે પણ માહાત્મ્યથી થાય તે સેવા કરી રહ્યાં છે. પૂ.ડૉ.મેનકાબેને વાત કરી કે, ના મનાય તેવી વાત છે. પણ પ.પૂ.બેનની બુક બહાર પાડી છે તેમાં પૂ.ગોદાવરીબેનનો અગત્યનો ફાળો છે. પણ પ.પૂ.બેનના વચને પૂ.ગોદાવરીબેન ગૃહસ્થ મુક્તો પૂ.શાંતાબેન જે.ડી ની સેવા પણ કરી છે ! ધન્યવાદ !

( ૨) પૂ.મીનાબેન કોઠારી

કર્મયોગ માર્ગે પ્રામાણિક જીવન જીવી જ્યોત બહાર ગુરૂહરિ પપ્પાજીની શાન વધારી છે. મૌન અને શાંત સ્વરૂપ. ભજન-ભક્તિ સેવા સાથેનું નિયમિત જીવન. ગરજ રાખીને સેવા કરી છે. ધન્યવાદ !

( ૩) પૂ.વિણાબેન પોપટ

પ.પૂ.દીદીની ર્દષ્ટિથી ભગવાન ભજવાનું ઉદય થયું. પહેલેથી જીવનમાં ખાનદાની. ગુરૂહરિ પપ્પાજી- પ.પૂ.દીદીના વચને ફાર્મસીનું કર્યું. અમદાવાદ કર્મયોગ કર્યો. પછી જ્યોતમાં પૂ.ડૉ.નીરૂબેનના આસીસ્ટન્ટ તરીકે જ્યોત દવાખાનામાં પૂ.વિણાબેનની પસંદગી થઈ. ખૂબ ચોક્સાઈ-ચીવટાઈથી દવાની જવાબદારી સંભાળી લીધી. ૩૦ વર્ષની એકધારી આ સેવા કરી રહ્યા છે. ગુરૂહરિ પપ્પાજી લંડન પધારે ત્યારે ગુરૂહરિ પપ્પાજીની દવાઓ બધી ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરી, લેબલ કરીને સાથે આપે. પૂ.ડૉ.નિલમબેનની લખાણ વગેરેની સેવા, C.O.ની અન્ય લખાણની સેવા ખૂબ સરસ અક્ષરે કરીને મોટેરાંને રાજી કર્યા છે. ધન્યવાદ !

( ૪) પૂ.મીનાબેન ભટ્ટ

જૂનાગઢમાં નાનપણમાં યોગીબાપા અને સંતોની રસોઈની સેવા આ બ્રાહ્મણ કુટુંબને મળેલી. ત્યારથી પ.પૂ.સોનાબાની ર્દષ્ટિમાં આવી ગયા. પ.પૂ.દીદીની ર્દષ્ટિ પડી અને ભગવાન ભજવાનું નક્કી કર્યું. પ.પૂ.દીદીની આજ્ઞાથી નર્સિંગનું ભણ્યા. અને અમદાવાદ સિવીલ હૉસ્પીટલમાં મોકલ્યા. પૂ.મીનાબેનનું હોલા જેવું ફફડું હૈયું ! છતાંય ગુરૂહરિ પપ્પાજીની પ્રસન્નતા માટે પ.પૂ.દીદીની આજ્ઞાથી એકધારૂં સેવા-ભાવનાથી વર્ત્યા. તો તેમનું જીવન જોઈને સિવીલના મોટા ડૉ.પૂ.દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, જ્યોતમાં જેટલી નર્સ બહેનો હોય તેને અહીં મોકલજો. પછી જ્યોતની ૧૨ નર્સ બહેનોને સિવીલ હૉસ્પીટલમાં કર્મયોગ મળી ગયો. એ પૂ.મીનાબેનના વર્તનને આભારી છે. ગુરૂહરિ પપ્પાજી કહેતાં કે, “જેટલું તમો બહાર જ્યોત-જોગીનું નામ વર્તનથી દીપાવો. એટલી તમારી પ્રાપ્તિ ! એ મોટામાં મોટી સેવા !

પૂ.મીનાબેનને પ.પૂ.બાની બિમારી વખતે પ.પૂ.બાની સેવા પણ મળી. પ.પૂ.બાની સેવા ખૂબ ભક્તિભાવથી કરી અને પ.પૂ.બાની પ્રસન્નતા લઈ લીધી. એવું જ ઈ.સ.૧૯૯૧માં મદ્રાસ પ.પૂ.તારાબેનની બાયપાસ સર્જરી વખતે પણ પૂ.મીનાબેનની પસંદગી થઈ. ત્યાં પણ મીનાબેનની સેવા અને રાંકભાવ ભર્યું જીવન. વર્તનથી ગુણાતીત સમાજના સત્સંગી પૂ.સવિતાબેન સૂર્યકાંતભાઈને પણ ખૂબ ગુણ આવ્યો. અને કહે પૂ.મીનાબેનને અહીં મૂકીને જાવ. અહીં હૉસ્પીટલમાં સર્વિસ કરે અને અમારા ઘરે રહે. આમ, “વેરી ઘા વખાણે તે ખરું” એવું ગુરૂહરિ પપ્પાજી કહેતા તે  મુજબ ગુણાતીત સમાજમાં પણ ગુરૂહરિ પપ્પાજીની જ્યોતની આભા પ્રસરાવી ! ધન્યવાદ ! 

( ૫) પૂ.ભારતીબેન રતનપરા

માણાવદર પ.પૂ.હરિભાઈની માનસપુત્રી કે જેમણે ભગવાન ભજવા માટે જ આ ઘરે પ્રભુએ જન્મ આપ્યો. પૂ રંભાભાભી અને પૂ હરિભાઈએ તેને જ્યોતમાં ભગવાન ભજવા માટે વિદાય આપી. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીના હાથમાં સોંપી. ત્યારથી એક્ધારી વર્ષો સુધી પ.પૂ.દીદીની સેવામાં રહ્યાં છે. ગરજુ થઈ સેવા કરીને પ.પૂ.દીદીના વિશ્વાસુ બન્યા છે. કથાવાર્તા, ભજન-ભક્તિમય જીવન, નિયમિતતા, હસમુખા, વફાદારી અને સ્પષ્ટતા જેવા અનેક સદ્દગુણોભર્યા વર્તનથી ગુરૂહરિ પપ્પાજીનો પણ ખૂબ વિશ્વાસભર્યો રાજીપો મેળવ્યો છે. ધન્યવાદ !

આજની આ સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના ધ્વનિમુદ્રિત તથા પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતાં. પૂ.દયાબેન, પૂ.માયાબેનના હસ્તે આ બહેનોને સ્મૃતિભેટ અર્પણ કરી હતી.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/17-08-14 MAHATMYA MEHRAMAN MAHOTSAV-1{/gallery}

( ૩) તા.૧૮/૮/૧૪ માહાત્મ્યમહેરામણ મહોત્સવ-૨

આજે બીજા આઠ બહેનોની હીરક જયંતિ ઉજવી હતી. પૂ.સુમાબેન પટેલ, પૂ.ભાવનાબેન ડી. અમીન, પૂ.પન્નાબેન દવે, પૂ.પ્રભાબેન રતનપરા, પૂ.દક્ષાબેન તૈલી, પૂ.કાંતાબેન કેશોદ, પૂ.હર્ષાબેન દોશી, પૂ.ઉષાબેન કાછીયાની હીરક જયતિ ઉજવાઈ હતી. આ બહેનોના માહાત્મ્યમાં મહાલીએ

( ૧) પૂ.સુમાબેન પટેલ

પૂ.સુમાબેનનું ચૈતન્ય એટલે શ્રીજી મહારાજના વખતનાં ચંચળબા. આ જ વખતે તેમનો જન્મ પૂ.મહંત સ્વામિના પૂર્વાશ્રમના વટવૃક્ષ જેવા કુટુંબમાં પૂ.મણીબેનની કૂખે થયો. સુમા ઉપર ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીની ર્દષ્ટિ પડી અને પૂર્વ જન્મનું અધૂરું પૂરૂં કરવા પ્રગતિના પંથે પડ્યા. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીની આજ્ઞાથી ગુરૂ પૂ.દયાબેનની આજ્ઞામાં રહી એકધારૂં છૂપું જીવન જીવી પતંગિયાની જેમ ખપી ગયા. “speak less wotk more, let your result speak for you” ગુરૂહરિ પપ્પાજીના આ સૂત્ર પ્રમાણેનું એમનું જીવન છે. ખૂબ વિપરિત વિરોધના સંજોગોમાં ૧૯૬૬થી બહેનોએ ભગવાન ભજવાનું શરૂ કર્યું. ત્યારપછી સહુ પ્રથમ પૂ.સુમાબેન ‘પાળજ’ ગામમાંથી ધામધૂમથી બગીમાં બેસાડી પૂ.શાંતિમામા અને મોસાળના સગાં સંબંધીઓએ સુમાને વિદાય આપી હતી. પૂ.સુમાબેનથી (ઈ.સ.૧૯૭૧થી) ગુરૂહરિ પપ્પાજીનું કાર્ય બહાર આવવાનું શરૂ થયું. એ વિદાય સમારંભની વાત ઘણીવાર ગુરૂહરિ પપ્પાજીના મુખે આનંદથી સાંભળવા મળી છે. એવા પૂર્વના મુકતરાજ પૂ.સુમાબેનને ધન્યવાદ !

( ૨) પૂ.ભાવનાબેન ડી. અમીન

પટેલમાં અમીન કુટુંબ ઊંચું કહેવાય. એવા ખાનદાન કુળની અને પ.પૂ.સોનાબાના પ્રસાદીના દૂરના કુટુંબની દિકરી પૂ.ભાવનાબેન દિનુભાઈ અમીન જ્યોતમાં ભગવાન ભજવા આવ્યા ને આ ચાર દિવાલમાં રહી, શરૂઆતમાં બધી ટૂકડીઓમાં નાનામાં નાની સેવા પણ કરી છે. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દીદીની આજ્ઞાથી મ્યુઝીક પાર્ટી તૈયાર થઈ. વિશારદ થયેલ મ્યુઝીક પાર્ટી વર્ષોથી ભજન-ભક્તિની સેવા આપે છે. તેમાં પૂ.ભાવનાબેન સિતાર વગાડવાની સેવા કરી રહ્યાં છે. મ્યુઝીક પાર્ટીના હેડ તરીકે તથા ડૅકોરેશન, આનંદબ્રહ્મ વગેરે ક્ષેત્રોમાં સેવા આપી રહ્યાં છે. ગુરૂ પ.પૂ.દેવીબેનનો પડછાયો બની વફાદારીથી જીવન જીવી રહ્યાં છે. ધન્યવાદ !

( ૩) પૂ.પન્નાબેન દવે

એકાંતિક માત-પિતા પૂ.કુસુમબેન નલીનકાંતભાઈના ઘરે જન્મ મળ્યો. વળી તારદેવથી નાનપણમાં સત્સંગના સંસ્કાર મળ્યા. પ.પૂ.તારાબેનનું જતન મળ્યું. મુંબઈના રજોગુણી વાતવરણમાંથી ઉંચકી ગુરૂહરિ પપ્પાજીએ ભણવા માટે વિદ્યાનગર લાવી દીધા. બહુ શોખીન એવા પૂ.પન્નાબેને ભણતા ભણતા બધા શોખ ગુરૂહરિ પપ્પાજી-પૂ.શોભનાબેનની રૂચી પ્રમાણે ત્યજી દઈ સાધનાના પંથે પડી ગયા. પૂ.પન્નાબેન દરેક મુક્તોના ગુણ લે. મને કાંઈ આવડે નહીં. એવા દાસભાવે બધાના ગુણ ગાયા કરવાની મોટામાં મોટી સેવા કરતાં રહ્યા છે. આનંદબ્રહ્મ કમિટિમાં નવું નવું શોધી બહેનોને બ્રહ્માનંદ કરાવવાની સેવા ગુરૂહરિ પપ્પાજીની આજ્ઞા મુજબ એકધારી કરી રહ્યાં છે. ધન્યવાદ !

( ૪) પૂ.પ્રભાબેન રતનપરા

પૂ.પ્રભાબેનને ભગવાન ભજવા હતાં પણ માતા-પિતાની સંમતિ નહોતી. તો ભગવાને કેવું ચક્કર ગોઠવ્યુ. પૂ.પ્રભાબેન કે.પી. ભાઈના લગ્ન જીવનનો ઈતિહાસ જાણે કોઈ ફિલ્મી વાર્તા ના હોય ! એવા પૂ.પ્રભાબેન અને પૂ.કે.પી. ભાઈ પૂર્વના મુક્ત હતાં. પૂ.પ્રભાબેનને ગુરૂહરિ પપ્પાજીએ એમની અંતર ભાવના પ્રમાણે સંસારી જીવનમાંથી સાધુ બનાવી દીધાં. સાપ કાચલી ઉતારે તેમ બંને સંસાર અસાર કરી બંને ગુરૂહરિ પપ્પાજીના શ્રી ચરણોમાં આવી ગયા. ગયા જન્મ જેવું થઈ ગયું. ગુરૂહરિ પપ્પાજી-પૂ.જશુબેનની કૃપા !

પૂ.પ્રભાબેને પ્રભુકૃપામાં પૂ.મમ્મીજીના વચને સેવા કરીને એવા તૈયાર થઈ ગયાકે, બહેનો-ભાઈઓ વચ્ચેનો પુલ. ભોજન વ્યવસ્થાની સેવા સંભાળી લીધી. મર્યાદિત જીવન ! નિયમિતતા ! સિધ્ધાંતિક ભક્તિ કરી રહ્યાં છે. તેના હાથ નીચે સેવા કરનારનું જતન કરે છે. ગુરૂઆજ્ઞાએ મહાપૂજા પણ રોજ કરી લઈને સેવામાં પહોંચી જાય છે. એવા છૂપા મૂક સેવક પૂ.પ્રભાબેનને ધન્યવાદ !

( ૫) પૂ.દક્ષાબેન તૈલી

લંડનથી ભગવાન ભજવા આવેલ આ દક્ષાબેન ત્યાં ફાર્મસીનું ભણ્યા હતા ! અહીં આવ્યા ગુરૂહરિ પપ્પાજી અને ગુરૂએ કર્મયોગી બનાવ્યા. અમદાવાદ ફાર્મસીની દુકાનમાં સત્સંગીને ત્યાં કર્મયોગમાં મૂક્યાં. ત્યાં જ્યોતની વફાદારીથી સેવા કરી. કરમસદ કૃષ્ણા મેડીકલ હૉસ્પીટલમાં કર્મયોગ કરાવ્યો તે કર્યો. સાથે જ્યોતના બહેનો માટે વાર્ષિક ક્રિમ બનાવવાની સેવા પણ પૂ.દક્ષાબેન અને પૂ.શુભીબેન કરતાં. પ.પૂ.દેવીબેનનું મેડીકલ જતન સેવા પૂ.દક્ષાબેન સંભાળે છે. ભજન-ધૂન્ય-કથાવાર્તાની સાથેનું નિયમિત જીવન પૂ.દક્ષાબેનનું છે. વિડીયો વિભાગમાં નીપૂણ છે. વર્ષોથી સેવા કરી રહ્યાં છે. એવા મૂક સેવક પૂ.દક્ષાબેનને ધન્યવાદ !

( ૬) પૂ.કાંતાબેન રતનપરા (કેશોદ)

માણાવદર પૂ.હરિભાઈ-દેવશીબાપાના પૂર્વના કુટુંબના આ કાંતાબેન કૃપામાં ભગવાન ભજવા આવ્યા ! ખૂબ શોખીન ! રંગીલા કાંતાબેને જોતજોતામાં શોખ ત્યજી આજ્ઞાથી નડિયાદ શારદા મંદિર સ્કૂલમાં શિક્ષિકા તરીકે કર્મયોગ કરી સાધુતા શોભાડી ! ખૂબ રમૂજી-આનંદી કાંતાબેન હંમેશા હસતા જ હોય અને હસાવતા હોય ! પોઝીટીવ વાણીથી આખા વાતાવરણને હાસ્યમય બનાવી દેવાની મોટી સેવા પૂ.કાંતાબેન વર્તનથી કરે છે. ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દેવીબેનને ક્યારેય તેનું જોવું પડ્યું નથી. એવા છૂપા રત્ન પૂ.કાંતાબેનને ધન્યવાદ!

( ૭) પૂ.હર્ષાબેન દોશી

પૂ.હર્ષાબેન નર્સ તરીકે અમદાવાદ સિવિલમાં નોકરી કરતાં હતાં. ત્યારે અચાનક જ્યોતનો જોગ થયો. પ.પૂ.દીદીના વચને તકની સેવા પૂ.ચંદ્રીબેનની કરી લીધી. પ.પૂ.દીદીની ર્દષ્ટિ પડી ગઈ. ગુરૂહરિ પપ્પાજી બહુ પ્રસન્ન થઈ ગયા અને ગુણાતીત જ્યોતમાં ભગવાન ભજવાનો નંબર લાગી ગયો. પૂ.હર્ષાબેન ખૂબ જ બુધ્ધિશાળી ! નર્સિંગમાં આગળ વધી ટ્યુટર થયા. ખૂબ હોંશિયાર. એક સાથે ઘણાને હેન્ડલ કરી શકે. મેટ્રન મેડમ તરીકે હતાં. બદલી થઈ. જ્યાં ગયા ત્યાં સંત-ગુરૂ તરીકે પણ વિર્દ્યાર્થીનીઓમાં સ્થાન પામ્યાં. તે સહુને પૂ.તરૂબેનના દર્શન કરાવી જોગ આપ્યો. અમદાવાદ જ્યોતમાં ભીડા-ભક્તિમાં રહી સેવા-સાધના કરી લીધી. ભજન-ભક્તિમય માન-મોટ્યપની અપેક્ષા વગરનું તેમનું રિટાયર્ડ જીવન છે. એવા પૂ.હર્ષાબેનને ખૂબ ધન્યવાદ !

( ૮) પૂ.ઉષાબેન કાછીયા

જૂના સત્સંગી કુટુંબની દિકરી પૂ.મણીબેનની ર્દષ્ટિથી કૃપામાં ભગવાન ભજવા આવ્યા. ગુરૂહરિ પપ્પાજીની નિષ્ઠા અને નિશ્રામાં બસ જોગમાં પડી રહ્યાં. ભમરી ઈયળને લાવી. તેને ચટકા ભરે, તે પડી રહે. ચટકા ખમતી રહે તો પાંખ આવી જાય. તેમ પૂ.ઉષાબેન પૂ.મણીબેનરૂપી મકાન ભમરીના દરમાં રહ્યાં તો પ્રાપ્તિને પામી ગયા. આત્મબુધ્ધિને પ્રિતીથી સેવા કર્યા કરી પૂ.મણીબેનનો પડછાયો બની ગયા. હરિભક્તોને જ સાચવે. દેહ ચાલે, ના ચાલે તોય સેવા મૂકે નહીં. એવા છૂપા સેવક પૂ.ઉષાબેનને ધન્યવાદ !

સભાના અંતમાં ગુરૂહરિ પપ્પાજીના, પ.પૂ.દેવીબેનના અને પ.પૂ.દીદીના ફોન દ્વારા આશીર્વાદ પામી સહુ ધન્ય થયા.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/18-08-14 MAHATMYA MEHRAMAN MAHOTSAV-2{/gallery}

( ૪) તા.૨૨/૮/૧૪ શુક્રવાર અ.નિ.પૂ.ગંગાબેનની (વિદ્યાનગર) ત્રયોદશીની મહાપૂજા

જૂના જોગી પૂ.ગંગાબેન કાનજીભાઈ પટેલની ત્રયોદશીની મહાપૂજા આજે સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ જ્યોત મંદિરમાં પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી. મહાપૂજા પૂ.ઈલેશભાઈ અને પૂ.યશવંતભાઈ દવે એ કરાવી હતી. મહાપૂજામાં તેમના બે પુત્રો અને પુત્રવધુઓ બેઠા હતાં.

૧.પૂ.કિશોરભાઈ અને પૂ.વિણાબેન

૨.પૂ.હરિકૃષ્ણભાઈ અને પૂ.યશોદાબેન

પૂ.ગંગાબેન અને પૂ.કાનજીભાઈ  બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પ.પૂ.કાકાશ્રી, પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.બાનું સેવન પામેલા સમર્પિત આદર્શ ગૃહસ્થ છે. તેમની એકની એક દિકરી પૂ.હર્ષદાબેનને જ્યોતમાં ભગવાન ભજવા માટે મોકલ્યા. એટલું જ નહીં, તેમના સંકલ્પ-જતનથી એકની એક પૌત્રી (દિકરાની દિકરી) પૂ.રીનાને પણ તેમની હયાતીમાં જ જ્યોતમાં ભગવાન ભજવા ધામધૂમથી વિદાય કર્યા ! પૂ.વિણાભાભી અને પૂ.કિશોરકાકા ગુરૂહરિ પપ્પાજીના થઈને જીવે છે. પૂ.યશોદાભાભી અને પૂ.હરિકૃષ્ણભાઈ અનુપમ મિશનમાં સમર્પિત ગૃહસ્થ તરીકે રહી સેવા બજાવે છે. ત્રીજા ભાઈ પૂ.રમેશભાઈ લોથાર અનુપમ મિશનમાં વ્રતધારી ભાઈ છે. તેઓ સારથી તરીકે વર્ષોથી સેવા બજાવે છે. ગુરૂહરિ પપ્પાજી, પ.પૂ.બા ની ગાડી પણ ચલાવવાનો લ્હાવો મળ્યો છે. બહેનો-ભાઈઓની ખૂબ સેવા કરી રહ્યાં છે. આમ, આખું કુટુંબ સત્સંગ પરાયણ જીવન જીવે છે. શરૂઆતમાં પૂ.યોગીજીમહારાજે પૂ.કાનજીકાકાને પૂછેલું ‘કેટલા સંતાન છે ?’ તો કહે, પાંચ છે તો યોગીજી મહારાજ કહે, ‘અડધો અમારો ભાગ.’

અને ખરેખર બે બાળકો (એક ભાઈ-એક બહેન) સાધુ છે. પરંતુ એનાથી આગળ ચાલીને ગુરૂહરિ પપ્પાજીએ તો અડધામાંથી વ્યાજ લીધું. પૂ.રીનાને સાધુ બનાવી અને તે અડધાને પણ અડધિયા સાધુ બનાવી દીધા ! આ કેવી કૃપા. પૂ.ગંગાબેન અને પૂ.કાનજીભાઈએ સગાં-સંબંધીને પણ પ્રત્યક્ષનો જોગ કરાવ્યો. નિષ્ઠા કરાવી અને તેઓના સંતાનોને પણ ભગવાનના માર્ગે વાળ્યા. પૂ.ગંગાબેન – પૂ.કાનજીભાઈની હૂંડીનો પ્રભુએ સ્વીકાર કર્યો.

પૂ.સબોબેન, પૂ.પુષ્પાબેન, પૂ.અરૂણાબેન (બોરડીટીંબા) વગેરે એ રીતે જ જ્યોતમાં ભગવાન ભજવા આવ્યા છે. બોરડીટીંબા ગામમાં સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવનાર જ પૂ.ગંગાબેન છે. પૂ.ગંગાફોઈના જીવન વિષે પૂ.સબોબેન અને ભાઈ પૂ.ચુનીભાઈએ આ અંગે વિગતે વાત કરી શ્રધ્ધા સુમન ધર્યા હતાં.

પ.પૂ.દેવીબેન, પ.પૂ.જ્યોતિબેન, પૂ.રતિકાકા (અનુપમ મિશન), પૂ.ઈલેશભાઈ તથા પૂ.ડૉ.નિલમબેને પૂ.ગંગાબેનના જીવન વિષેની જૂની જૂની વાતો કરીને ખૂબ માહાત્મ્યભર્યો ભાવ રેલાવ્યો હતો.

પૂ.કાનજીકાકાને ઈ.સ.૧૯૬૬માં જ્યોતના મકાન બાંધકામની જવાબદારી ગુરૂહરિ પપ્પાજીએ સોંપી અને તેઓ મુંબઈથી વિદ્યાનગર રહેવા આવ્યા. ત્યારથી એકધારો સાથ પૂ.કાનજીકાકાએ-પૂ.ગંગાબેને આપ્યો છે. ભાઈઓને જમાડવા ગરમ સુખડી કરીને ઓચિંતા લઈને આવવું. વગેરે ઘણીક સ્મૃતિની વાતો કરીને સગાં-સંબંધી આવેલ સહુ મુક્તોને માહાત્મ્યથી ભીંજવી દીધા હતાં. ધન્ય છે આવા જૂના જોગીઓને ! ધન્ય છે પ્રભુ સ્વરૂપોને !

( ૫) તા.૨૭/૮/૧૪ પ.પૂ.દેવીબેનનો સાક્ષાત્કારદિન

જ્યોતમાં પંચામૃત હૉલમાં બહેનોની રાત્રિ સભામાં ઉજવણી કરી હતી. સુશોભનમાં ભૂરા, ગુલાબી અને પીળા કલરની વેલ ડિઝાઈનથી ખૂબ સુંદર ડેકોરેશન કર્યું હતું. તે મધ્યે ગુરૂહરિ પપ્પાજીનું આસન, પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન અને મંદિરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હતાં. સભાના પ્રારંભે જ પ.પૂ.દેવીબેન પધારી ગયા. આહવાન શ્ર્લોક બાદ સ્વાગત પુષ્પાર્પણ થયા. ત્યાં સભામાં પ.પૂ.જ્યોતિબેન પધાર્યાં અને અન્યોન્ય પુષ્પાર્પણ કર્યું.

પ્રાસંગિક માહાત્મ્ય દર્શન અને અનુભવ દર્શનમાં પૂ.જ્યોતિભાભી ઠક્કર (લંડન) એ ખૂબ સરસ બે-ત્રણ પ્રસંગો કહીને પૂ.દેવીબેનનો મહિમા ગાયો. ગમ્મત સાથે જ્ઞાન આપનારા પૂ.દેવીબેનના પ્રસંગો પણ એવા જ હોય ! તે કહીને છેલ્લે હાસ્ય રેલાવી વ્યક્તવ્ય પૂરૂં કર્યું.

 પૂ.શીલાબેન પટેલ (સુરત)

પૂ.શીલાબેનના ગુરૂ શોભનાબેન. પૂ.શીલાએ પ.પૂ.દેવીબેનના ગુણાનુગાન અને અનુભવની વાત કરતા પહેલા પૂ.શોભનાબેને વર્ષો પહેલા સભામાં કહેલ બ્રહ્મસૂત્ર કહ્યું એ સૂત્ર “ગુણ ગાવા એ ધર્મ છે. ગુણ સાંભળવા એ સ્વધર્મ છે. આપણા ગુણમાં રાચવું એ સ્વધર્મ છે.”

પ.પૂ.દેવીબેન જ્યોતના બહેનો સાથે ખૂબ આત્મીયતાથી ગતકડાં કરીને જ્ઞાન આપતાં હોય છે. પૂ.શીલાબેન પાસે પણ એવી જ આત્મીયતાના પ્રસંગો હતાં તે હસતા મુખે કહીને દિલથી પ્રાર્થના પ.પૂ.દેવીબેન સમક્ષ ધરી હતી. પ.પૂ.દેવીબેનના નિરામય સ્વાસ્થ્ય માટે અશ્રુભીની આંખે યાચના કરી હતી.

પ.પૂ.દેવીબેન વિષે બનાવેલ ભજન પૂ.અરૂણાબેન પટેલ અને પૂ.સ્મૃતિબેન રચિત “આશ્ર્ચર્ય પામ્યા રે…શ્રીજીના સંકલ્પે…”

માહાત્મ્યદર્શન પૂ.હીનાબેન વ્યાસે કરાવ્યું. પ.પૂ.દેવીબેને પિતા તરીકે અને માતા તરીકે જતન કર્યું છે. એક વખત પ.પૂ.દેવીબેન લંડન હતા અને હું ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.દેવીબેનને ઉંડાણથી યાદ કરતી હતી. ત્યાં લંડનથી પ.પૂ.દેવીબેનનો ફોન આવ્યો. અને મને ફોન પર બોલાવી. મેં વાત કરી. મને શાંતિ થઈ ગઈ. આવા આવા બે-ત્રણ પ્રસંગ હીનાએ કહીને પ.પૂ.દેવીબેનનો મહિમાગાન કર્યું હતું.

 પૂ.સોનલબેન રતનપરા

આનંદ સ્મૃતિ સંભારણા પૂ.સોનલબેને કહીને ખૂબ આનંદ કરાવ્યો. પૂ.સોનલબેનની ભાવના પ.પૂ.દેવીબેનના સમૈયામાં ભજન ગાવાની હતી. તે પૂર્ણ થઈ તે વાત કરી અને પ.પૂ.દેવીબેને ગમ્મત સાથે જ્ઞાન નાની નાની બાબતે આપ્યું હતું તે પ્રસંગો કહીને સહુનેય હાસ્ય કરાવ્યું અને જ્ઞાન આપ્યું.

પૂ.પીનાકીનીબેને પ.પૂ.દેવીબેનને પુષ્પ અર્પણ કરીને પ.પૂ.દેવીબેનની એક સુંદર સ્મૃતિ સામેથી કહી હતી.

કેક અર્પણ – પૂ.શારદાબેન ઉનડકટ દીકરી પૂ.પારૂલબેન હૉસ્પીટલમાં હાલ ક્રીટીકલ કન્ડીશનમાં છે. તેમના વતી પૂ.શારદાબેનના કહ્યા મુજબ પ.પૂ.દેવીબેનને કેક અર્પણ થઈ. પૂ.ભાવનાબેન ઉનડકટે કેક અર્પણ કરી હતી.

પૂ.મીનાબેન કોઠારીએ બ્રહ્મવિહારના પુષ્પોની સુંદર કલગી (બાસ્કેટ બુકે) બનાવી પ.પૂ.દેવીબેનને અર્પણ કરી હતી.

પૈસા ખર્ચીને હાર-બુકે લાવીને અર્પણ કરીએ તેમાં ગુરૂહરિ પપ્પાજી રાજી ના થાય. એવું કહીને હાથે બનાવેલી બુકે સ્વીકારી પ.પૂ.દેવીબેને રાજીપો બતાવ્યો હતો.

પૂ.ઋજુબેન ભરૂચીએ સ્વરચિત ભજન બનાવેલું હતું તેના ઉપર ડાન્સ કર્યો હતો અને ત્યારબાદ પ.પૂ.દેવીબેનના સ્મૃતિ પ્રસંગો અને અનુભવ પ્રસંગોની વાતો કરી હતી.

પૂ.શોભનાબેને પ્રાસંગિક માહાત્મ્યગાન ખૂબ ગંભીરતાપૂર્વક કરાવીને સહુને ભાથું ભરી આપ્યું હતું. સાધનાની શરૂઆત જ પાર્લા મોકલ્યા તોય પ.પૂ.જ્યોતિબેન સાથે ગુરૂહરિ પપ્પાજીને કહેવડાવ્યું કે “પોપટ ભૂખ્યો નથી. પોપટ તરસ્યો નથી.” તારદેવમાં પહેલું વાક્ય લીધું કે, “હું આ ઘરની દાસી છું” અને ખરેખર દાસી બનીને જીવ્યા.

૧૯૮૮ના પ્રસંગની વાત પ.પૂ.દેવીબેનના સ્મૃતિની કહી કે, લંડન જ્યોતમાં ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.દેવીબેન પધારેલા. બહેનો આખો દિવસ સર્વિસ અને જ્યોતની સેવા. તેથી સવારે ઉઠવામાં તકલીફ પડે. પ.પૂ.દેવીબેન સવારના પહોરમાં મોટેથી ભજન ગાય કે “જાગો રે જાગો રે સુખનો સૂરજ ઉગ્યો રે..…” ગુરૂહરિ પપ્પાજી જેવું સ્વરૂપ વિચરતા હોય તેનો લાભ અપાવવાની ભાવના પ.પૂ.દેવીબેનને રહેતી. “આ ગુરૂહરિ પપ્પાજી પધાર્યા છે તે સુખનો સૂરજ ઉગ્યો.” આવા મોટેરાં ક્યારેય ઓશિયાળા ના થાય. ખપ અને ગરજ અમારી વધતી રહે. તેવી આપ બંને સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના.

પ.પૂ.દેવીબેનના આશીર્વાદ

લખચોરાશી ફરીને આવ્યા. આ જોગ મળ્યો તો ભગવાન ભજી લેવા અને નવા પ્રારબ્ધ ઉભા ના થવા દઈએ. સેવાની ગરજ ઉપર સાચી વાત કહી. અમે તારદેવ રહીએ. સવારે ૨૦-૩૦ મિનીટ જ પાણી આવે ત્યારે  બધું પાણી ભરી લેવાનું. પ.પૂ.તારાબેન અને પ.પૂ.દીદી રસોડામાં સૂવે. પ.પૂ.દીદી સવારે રોજ પાણી ભરે. એક દિવસ પાણી જવાનો સમય થઈ જવા આવ્યો. પણ પ.પૂ.દીદી જાગ્યા નહોતા. હુ રસોડામાં શાંતિથી ગઈ અને પાણી ભરી લીધું. ત્યાં પ.પૂ.દીદી જાગ્યા અને કહે પાણી ભરાઈ ગયું. પ.પૂ.દીદી તો રડવા માંડ્યા. મેં પૂછ્યું કેમ ? તો કહે, મારી સેવા કેમ લઈ લીધી. એ પછી તો પ.પૂ.દીદી પાણી આવતા પહેલા જાગી જ ગયા હોય ? સેવાની ગરજ ! ધૂન્ય ભજનની ગરજ ! આ પ.પૂ.દીદીનું વર્તન. વર્તન વગરની વાતુ અસર ના થાય. માટે હે પપ્પાજી ! આપે આવો જોગ આપ્યો. જેવા તમે ર્દષ્ટારૂપે બેઠા છો એવા જ તમો મન-બુધ્ધિ ચિત્તમાં રોમેરોમમાં બેસી જાવ તેવી પ્રાર્થના.

આશીર્વાદ  ગુરૂહરિપપ્પાજી – જોગીબાપાએ ૧૯૫૨માં પ.પૂ.કાકાજીને સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાં રહી પોતે માનેલી મનની સ્થિતિને બ્રહ્મની અવસ્થા માનીને જીવતા હતા. ‘ર્દષ્ટા સ્થપાયો નહોતો. પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપના થઈને જીવતા થવું એ ર્દષ્ટા સ્થપાયો. એની પ્રસન્નતા એવું જીવન બને. દેહભાવ એ પિયરીયાનો ભાવ છે. અને ગુરૂમુખી જીવન એ સાસરિયાનો ભાવ છે. તેલધારા વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે ! ધામરૂપ રહેવું એ મહારાજની આજ્ઞા છે. એમના ભક્તોમાં ભગવાન જોઈને એની સેવા કરી લેવી એ ઉપાસના છે. એવી આજ્ઞા અને ઉપાસનામય જીવન જીવીને મોટેરાં સદ્દ્ગુરૂ A બન્યા. વર્તન વાતુ કરે એમાંના આદર્શ સ્વરૂપ પ.પૂ.દેવીબેન પાકી ગયા. “સમર્થ થકા ઝરણા કરે છે.” તન, મન, ધન, આત્માનું બહેનોનું રક્ષણ કરે છે. જતન કરે છે. સમાગમ ઘરે બેઠા આવીને આપે છે. અત્યારે આપણે જેટલું જીવન ગુણાતીત સ્વરૂપના થઈને જીવીશું એટલું આપણી સાથે આવશે. કેરી ફોરવર્ડ થશે. આવી મોજ ક્યારેય આપી નહોતી. આ તકનો લાભ લેવાનું ઉગે તેવા પ.પૂ.દેવીબેને આજે આશીર્વાદ આપી દે તેવી પ્રાર્થના ને આશીર્વાદ.

સભાના પ્રારંભે પ.પૂ.દેવીબેને ફરમાઈશ કરી કે, ‘પલ્લવી ડાન્સ કરે’ એ સૂચન મુજબ સભાના અંતમાં “મંગલ અવસર એક અનેરો..” એ ભજન ઉપર પૂ.પલ્લવીબેન પટેલે ડાન્સ કર્યો હતો.  છેલ્લે પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપ્યા. પ.પૂ.દેવીબેન સાધના કરવા આવ્યા ત્યારથી ગાંધીજીના ત્રણ વાંદરાની વાત મુજબ “બૂરૂં બોલવું નહીં, બૂરૂં જોવું નહીં, બૂરૂં સાંભળવું નહીં” આ સૂત્ર લીધું હતું.

પ.પૂ.દેવીબેન આવ્યા ત્યારથી કાંઈ જોઈએ નહીં. પહેરવું, ઓઢવું માં ચોઈસ નહી. ‘જે આવે તે ખપે, બાવો બેઠો જપે’ ખૂબ ખપ રાખી સાધના કરી લીધી. એમ આપણે ખપ, ખટકો, ગરજ રાખી જીવી શકીએ તેવા બળ, બુધ્ધિને પ્રેરણા બક્ષે તેવી આજના દિનની પ્રાર્થના.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/27-08-14 P.P.DEVIBEN DIVIND DAY{/gallery}

( ૬) તા.૨૯/૮/૧૪ શુક્રવાર ગણેશચતુર્થીસ્વામિસ્વરૂપ પ.પૂ.તારાબેનનો હીરકસાક્ષાત્કારપર્વ

ઓહોહો ! આજનો દિવસ તો ખૂબ ભવ્ય દિવસ ! ખૂબ ભવ્ય રીતે સભામાં ઉજવણીનો પ્રારંભ સવારે ૯.૦૦ વાગ્યે જ્યોત પ્રાંગણમાં વિશેષ રીતે થયો.

પ્રભુકૃપાની સામેના જ્યોતના નાનકડા ચોકમાં વિશિષ્ટ રીતનું આયોજન સ્વાગતનું હતું. ચિદાકાશમાંથી જ્યોતની અગાસીમાંથી ગુરૂહરિ પપ્પાજી અને પ.પૂ.તારાબેન નીચે હંસના આસનમાં પધાર્યાં. દરેક માળની જાળીમાંથી બહેનોએ પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું. જેમાં ઉપર બીજા માળેથી ઑફિસની ટુકડીની બહેનોએ પુષ્પ વૃષ્ટિ કરી હતી. પ.પૂ.તારાબેનની ટુકડી (સેવા) ઑફિસની હતી. તેવું જ પ.પૂ.તારાબેન જ્યોતના આધ્યાત્મિક ગ્રુપના સદ્દગુરૂ B-2 ગ્રુપના હતાં. તેથી B-2 ગ્રુપના બહેનોએ ૧લા માળે જાળીમાંથી પુષ્પ વૃષ્ટિ કરી સ્વાગત કર્યું. નીચે સ્વઆસને ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને બિરાજમાન કર્યા. ત્યાં પ.પૂ.તારાબેનના મોટા ગ્રુપ પ્રમાણેના ભૂલકાંઓએ ખૂબ ભવ્ય રીતે ‘ડાન્સ’ થી સ્વાગત કર્યું. પૂ.નેહલબેન દુબલ, પૂ.નેહલબેન દવે, પૂ.દિવ્યાબેન દુબલ અને પૂ.પરાગીબેન પટેલે ખૂબ સરસ રીતે સ્વાગત ડાન્સ કર્યો. છેલ્લે એ ડાન્સ સમૂહ રાસ-ગરબામાં પરિણમ્યો. ભાવસભર હૈયે ગૃહી-ત્યાગી ગરબા ગાનારા બહેનો તેમાં જોડાયા. આમ, નાચતાં નાચતાં સ્વાગત થયું.

પ.પૂ.તારાબેનના વારસદાર પૂ.લીલાબેન, પૂ.દયાબેન, પૂ.માયાબેન, પૂ.મીનાબેન ગાંધીએ પુષ્પોથી ગુરૂહરિ પપ્પાજી – પ.પૂ.તારાબેનને વધાવી સ્વાગત કર્યું. ત્યારબાદ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેને પણ ગુરૂહરિ પપ્પાજી- પ.પૂ.તારાબેનને પુષ્પથી વધાવ્યા. અને પંચામૃતમાં સ્વઆસને બિરાજ્યા.

ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને મૂર્તિ સ્વરૂપે પ.પૂ.તારાબેનના ગ્રુપના બે-બે બહેનોએ વારાફરતી જ્યોત પ્રાંગણમાંથી પંચામૃત હૉલમાં સ્વાગત પથ પર સ્વાગત યાત્રાથી લઈ આવ્યા. અને સ્વઆસને બિરાજમાન થયા.

સહુ સ્વરૂપો સહુ મુક્તોએ સ્વરૂપો સ્વઆસને બિરાજમાન થયા બાદ સ્વાગત પુષ્પહાર અર્પણ થયા.

૧. પ.પૂ.જ્યોતિબેન-પ.પૂ.દેવીબેને ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને હીરક માળા અર્પણ કરી. ત્યારબાદ એક દંપતિ જેમાંથી ભાઈએ ગુરૂહરિ પપ્પાજીને અને ભાભીએ પ.પૂ.તારાબેનને પુષ્પહાર અર્પણ કર્યો.

મોટેરાં સદ્દગુરૂ A નું સ્વાગત વિશિષ્ટ રીતે પ.પૂ.તારાબેનના ગ્રુપના બહેનોએ સમૂહમાં કર્યું. ‘પરાણેય દિવ્યભાવ પકડી રાખવો.’ એક એક અક્ષરનું હીરા આકારનું હેન્ડ બોર્ડ લઈને બહેનોએ સદ્દગુરૂ A સ્વરૂપોનું સ્વાગત કર્યું.

૨.માહાત્મ્યગાન અને અનુભવ દર્શનમાં પ.પૂ.તારાબેન સ્વરૂપ પૂ.માયાબેને લાભ આપ્યો. ખૂબ આધ્યાત્મિક ઉચ્ચકક્ષાની વાત પૂ.માયાબેને કરી હતી. ભગવાન જ્યારે દેહધરીને પૃથ્વીપર પધારે છે ત્યારે તે જીવમાં ર્દષ્ટારૂપે બેસી સ્થાન લે છે. જે વાત શ્રી રામ ભગવાને ગુરૂને ‘ર્દષ્ટા એટલે શું ?” એ પ્રશ્ન પૂછેલો. સાક્ષી ભેદવો એ વાત જુદી જ છે. હીરો હીરાવડે જ વીંધાય છે. તેમ આજથી ૬૦ વર્ષ પૂર્વે પ્રભુ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીએ પૂર્વનું ચૈતન્ય એવા પ.પૂ.તારાબેનના જીવમાં ર્દષ્ટારૂપે સ્થાન લીધું. સાક્ષી ભેદવાનો પ્રારંભ પૃથ્વી પર આ કળિયુગમાં ૧૯૫૨ના ૧૪ ફ્રેબ્રુઆરીના રોજ થયો. એવો એ શુભદિન આજે આપણે ઉજવી રહ્યા છીએ. ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને અવિભક્ત પરમાત્મા કહેતા. પ.પૂ.તારાબેને ભગવાન ભજવાનો પ્રારંભ કર્યો. કાંટાળો માર્ગે ચાલી બહેનો માટેની કેડી કંડારી છે. એવા પ.પૂ.તારાબેન વિષે પૂ.માયાબેને શાસ્ત્રને સુમેળ એવા જીવન-વર્તનની ઘણી વાતો કરી હતી.

૩ . પૂ.સંગીતાબેન વિઠ્ઠલાણી (ગુણાતીતજ્યોત)

પ.પૂ.તારાબેને જ્યોતના બહેનોનું જતન ગૃહમાતા તરીકે કર્યું છે. બહેનોના સદ્દગુરૂ જે હોય તે પણ બધા જ બહેનોની ‘મા’ પ.પૂ.તારાબેન બનીને રહ્યા છે. દર વર્ષે ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.બેન લંડન પધારે ત્યારે પ.પૂ.તારાબેન બધા બહેનોનું જતન કરે. ગુરૂહરિ પપ્પાજીના પત્રો લંડનથી ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિના પત્રો પૂ.ડૉ.નિલમબેનનાં લંડનથી આવે તે પ.પૂ.તારાબેન વારંવાર વંચાવી, ઘૂંટાવી, ઘોળી ઘોળી ઈદમ કરાવે. આમ, બહેનોને ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિની ટેવ પડાવી. નાની બહેનોને અંતર સાંનિધ્ય અનુભવવાની રીત પ.પૂ.તારાબેને શીખવી છે. આમ, પ.પૂ.તારાબેન ગુણાતીત ભાવે જીવન જીવીને બધાના જીવમાં પ્રત્યક્ષ પ્રભુની નિષ્ઠા ર્દઢ કરાવી છે.

પૂ .મયૂરીબેનરચિત ભજન “વરસીયા વરસીયા રે…” ગવાયું.

મોતીમાળા અર્પણ પૂનાવાળા પૂ.રંજનબેન ઠક્કરના પુત્ર અને પુત્રવધૂ પૂ.ઉર્મિલાબેન ચેતનભાઈ દત્તાણી (નવ દંપતિ) એ ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.

થાન મંડળના મુક્તોએ હાર અર્પણ કર્યું. તે દરમ્યાન થાન મંડળ એટલે પ.પૂ.તરાબેનનું સર્જન છે. આદર્શ સેવાભાવી ભક્તિવાન કુટુંબના મુક્તોનું મહિમાગાન સભા સંચાલકે કર્યું હતું.

દહેમી મંડળ તરફથી પૂ.લીલાબેને પૂ.તારાબેનને પુષ્પહાર અર્પણ કર્યો. જ્યોતના બહેન પૂ.શકુબેને પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો હતો. પૂ.ઝરણાબેને અને પૂ.સુસ્મીબેને ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો.

પૂ.તારાબેનના મૂક સેવક પૂ.પુષ્પાબેન અને પૂ.ચેતુબેન દેસાઈએ પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો. પ.પૂ.તારાબેનની હૂંડી હંમેશા ગુરૂહરિ પપ્પાજીએ સ્વીકારી છે. એવી એમની ભક્તિ તે પ.પૂ.તારાબેનનું સર્જન છે. પૂ.વસુબા મહેન્દ્રભાઈ ગાંધીનું કુટુંબ ! તે કુટુંબમાંથી વ્રતધારી સમર્પિત જીવન માર્ગે સદ્દગુરૂ તુલ્ય તૈયાર થયેલ પૂ.સુરેશભાઈ ગાંધીએ અનુભવેલી વાત કરી હતી.

ગુરૂહરિ પપ્પાજી પિતાની જ્ગ્યાએ અને પ.પૂ.તારાબેન માતાની જ્ગ્યાએ અમારા જીવનમાં જતન કર્યું છે. બોરીવલી, પૂનાના અમુક કુટુંબોની વાત પૂ.સુરેશભાઈએ કરી. જે પ.પૂ.તારાબેનના બેઠા છૂપા જીવન કાર્યની વાત કરી હતી.

ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનના અંતિમ સમયે અમે દિલથી જે માગણી અમે પ્રકાશ ભાઈઓએ કરી છે કે અમો બહેનોની –હરિભક્તોની સેવા કરીશું. ગુરૂહરિ પપ્પાજીનું પૃથ્વી પરનું કાર્ય બહેનોની જેમ ‘ગુણાતીત પ્રકાશ’ ભાઈઓનું છે. અમને સોંપેલી સેવા ભક્તિ અમે કરીને ગુરૂહરિ પપ્પાજીને હાશ કરીએ એવી પ્રાર્થના.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/29-08-14 P.P.TARABEN HIRAK SHAKSHATKAR PARVA{/gallery}

૪ . પૂ.રસીલાબેન જામનગર

અનુભવ દર્શન કરાવ્યું. પ.પૂ.તારાબેન કેવા અંતર્યામી છે. ભાવિનું કેવું દર્શન પ.પૂ.તારાબેનને છે. તેના બે પ્રસંગ કહીને પ.પૂ.તારાબેનનો મહિમા ગાયો હતો.

૫ . વિડિયોદર્શન

સભામાં વચ્ચે પ.પૂ.તારાબેનની વિડિયો બતાવી હતી. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે પ.પૂ.તારાબેનનો સ્વરૂપાનુભૂતિદિન ઉજવાયો હતો. તે વખતના વિડિયો આવરી લેતી સુંદર વિડિયો પૂ.મયૂરીબેને તૈયાર કરી હતી તેનું આજની સભા દરમ્યાન સભામાં પધારેલ સહુને દર્શન કરાવ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીના આશીર્વાદ પણ આ વિડિયો દર્શનમાં આવરી લીધા હતાં. પ.પૂ.તારાબેને ખૂબ મહિમા ગુરૂહરિ પપ્પાજીનો ગાયો. કે “ગુરૂહરિ પપ્પાજીનું નિશાન અત્યારે છે તે જ ૧૯૫૨થી હતું કે ગુણાતીત ભાવમાં રહેતા થઈ જાવ. ગુરૂહરિ પપ્પાજી સાવ નિસ્પૃહી ! કોઈ સ્વાર્થ વગરનું જીવન. કોઈ માણસમાં ના હોય ! તેવું ગુરૂહરિ પપ્પાજીનું જીવન હતું.

૬ .પૂ. જ્યોતિભાભી માવાણી

ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેને અમારું જતન નાના બાળકની જેમ કર્યું છે. સેવા કરાવી છે. સાંનિધ્ય આપ્યું છે. અમે મુંબઈથી પ.પૂ.જ્યોતિબેનની આજ્ઞાથી વિદ્યાનગર આવી ગયા એ એમની કૃપા છે. જ્યારે જે માંગ્યુ છે તે તેમને આપ્યું છે. પ.પૂ.તારાબેને બિમારીમાંય અમને હાસ્ય કરાવ્યું છે. પ.પૂ.તારાબેન સ્વધામ સીધાવ્યા પછી આ મોટેરાં સ્વરૂપોએ પ.પૂ.તારાબેનની ખોટ નથી લાગવા દીધી. પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.તારાબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.મીનાબેન વગેરે કેવું જતન કરી રહ્યાં છે. તે વાત કરી. અને અંતમાં સરસ માગણી ભાવવિભિર હૈયે કરી હતી. અમને કાયમ તમારી સાથે રાખજો.

પૂ. હર્ષાબેન મોડિયા (ભાયાવદર) એ અનુભવ દર્શન કરાવ્યું હતું.

૮. ત્યારબાદ બે કેક અર્પણ થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીને અર્પણ થયેલ કેકનું કર્તન પ.પૂ.દેવીબેન, પૂ.લીલાબેન અને પૂ.માયાબેને કર્યું હતું. પૂ.તારાબેનને અર્પણ થયેલ કેકનું કર્તન પ.પૂ.જ્યોતિબેન, પૂ.દયાબેન અને પૂ.મીનાબેન ગાંધીએ કર્યું હતું.

૯. પ.પૂ.તારાબેનને હીરક સાક્ષાત્કાર પર્વે સ્મૃતિભેટ (ચરણાર્વિંદની) પૂ.સવિબેન જી. એ પૂ.તારાબેન સ્વરૂપ પૂ.માયાબેનને અર્પણ કરી હતી.

૧૦ . આશીર્વાદપ.પૂ.જ્યોતિબેન

આજે પ.પૂ.તારાબેનનો હીરક સાક્ષાત્કાર દિન ! ખૂબ સરસ ઉજવાયો ! આ પહેલા આપણે મહાપૂજા અભિયાન કરેલું. મહારાજ વખતથી શરૂ થયેલ આ ફરી બધું આવ્યું છે.

શ્રીજી મહારાજ જેઠ સુદ દશમના દિને સ્વધામ સીધાવ્યા. તેના બીજા દિવસે જેઠ સુદ એકાદશીના દિને ગોપાળાનંદ સ્વામીએ સર્વની શાંતિ માટે શરૂ કરેલ. તે વખતથી મહાપૂજાનો પ્રારંભ થયો અને ફરી તારદેવની ધરતી પર ગુરૂહરિ પપ્પાજીએ નિષ્કામભાવની મહાપૂજાની શરૂઆત કરાવી. તેને ૫૦ વર્ષ થયા. તેથી મહાપ્રસાદ અભિયાન આપણે કર્યું. જેમ મહારાજ વખતે સંતો હતા. લાડુબા-જીવુબા ભગવાન ભજતા હતાં, તેવો પ્રત્યક્ષનો જોગ ફરી ઉભો થયો.

ઈ.સ.૧૯૪૯ની સાલમાં અમે અટલાદરા યોગીબાપાના દર્શને ગયા હતાં. “અટલાદરાના મંદિરે અમે દર્શન કરવા ગયા હતાં.” એનું ભજન ત્યારે પ.પૂ.તારાબેને બનાવેલ અને તેને ગાયેલું. “ગાશે ગીતડાં સહુએ…” તે મુજબ આજે ગીતડાં ગવાય છે. પ.પૂ.તારાબેને પહેલ કરી અને આજે રૉયલ રોડ કરી દીધો. ૧૯૬૬માં જ્યારે પાર્ટીશન થયું ત્યારે પ.પૂ.સોનાબાએ કહ્યું કે પ.પૂ.બાપાએ અમને અહીં ભજવા લાવવા હોય એ ઉંચકીને મૂકી દે.” વિરોધનો કોઈ જાતનો સામનો ના કર્યો. અને ભજન કર્યું તો અહીં ઉંચકીને મૂકી દીધા. આશરો અને સ્વરૂપનિષ્ઠા ર્દઢ રાખવી. અમે ભગવાન ભજવાના શરૂ કર્યા ત્યારે લોકો કહેતા કે યોગીબાપા નહીં હોય ત્યારે આ બહેનો શું કરશે ? “એ નિષ્ઠાની ખામી”. યોગીબાપાને ભગવાન માનનારા આવી મોળી વાત કરી જ ના શકે. અત્યારે આપણે જોઈએ છીએ. એમની શક્તિ કામ કરે જ છે. સત્સંગ ફૂલ્યો ફાલ્યો છે.

આજના સમૈયાનો જે માહોલ હતો તે પૂ.મીનાબેન ગાંધીને આભારી હતો. તેમની પ્રેરણા હતી. તેથી સભાના અંતે પૂ.મીનાબેન ગાંધીએ પ.પૂ.તારાબેનને હાર અર્પણ કર્યો અને પ.પૂ.જ્યોતિબેન-પ.પૂ.દેવીબેનના આશીર્વાદ લીધા હતાં.

“જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…” આવી જનની પ.પૂ.તારાબેનને પ્રભુના બધા પોતાના લાગે. બધા મુક્તોને પ.પૂ.તારાબેન પોતાના લાગે. એવા પ.પૂ.તારાબેનનું સ્વાગત આજે ખૂબ સરસ થયું. નવીન રીતે થયું. પ.પૂ.તારાબેન ક્યારેય ઘસારાની વાત કરે નહીં. ઘસારાની વાતમાં ભળે નહીં અને ભળવા પણ ના દે.

હે ગુરૂહરિ પપ્પાજી ! હે પ.પૂ.તારાબેન ! તમે આ જોગ આપ્યો છે તો તેનો લાભ લેવાનું બળ, બુધ્ધિ ને પ્રેરણા બક્ષે એ જ પ્રાર્થના.

સભાના અંતમાં પ.પૂ.પપ્પાજી અને પ.પૂ.તારાબેનને સભામાંથી વિશેષ રીતે વિદાય આપી. પૂ.હરૂભાઈ માવાણી અને પૂ.સુરેશભાઈ ગાંધીએ ગુરૂહરિ પપ્પાજીને પ્રભુકૃપામાં લઈ બિરાજમાન કર્યા. પૂ.શ્રુતિબેને પ.પૂ.તારાબેનને નિવાસ સ્થાને જવા પ્રયાણ કર્યું. તે દરમ્યાન… “તનડું ખુશી ખુશીમાં ડોલે….” એ ભજન ગવાયું. અને ગુરૂહરિ પપ્પાજી વિદાય થતાં તે રીતે ગુરૂહરિ પપ્પાજી-પ.પૂ.તારાબેનને વિદાય આપીને સભાનું વિસર્જન પણ વિશેષ રીતે થયું.

     મહાપૂજા સુવર્ણપર્વ અભિયાન પૂર્ણાહુતિ નિમિત્તે ઠેર ઠેર મંડળોમાં મહાપૂજાઓ થઈ હતી. શ્રાવણમાસ દરમ્યાન બાકીની મહાપૂજા થઈ તે જોઈએ.

( ૧) તા.૧૭/૮ ના કોસંબા પૂ.મુકુંદભાઈ ફળદુના ઘર મંદિરે પૂ.નીમુબેન સાકરિયા અને બહેનોએ મહાપૂજા કરી હતી.

( ૨) તા.૨૨/૮ નારોજ વ્યારા પૂ.મહેન્દ્રભાઈ સોનીના ઘર મંદિરે પૂ.તરૂબેન, પૂ.બકુબેન અને બહેનોએ બહેનોમાં ભવ્ય મહાપૂજા કરી હતી. તેવું જ તા.૨૪/૮ના વ્યારા પૂ.ઈલેશભાઈ, પૂ.યશવંતભાઈ દવેએ ભાઈઓમાં ભવ્ય મહાપૂજાનું આયોજન કર્યું હતું. નવા નવા હરિભક્તો તથા સંબંધવાળા ચૈતન્યોએ હ્રદયના ભાવથી ભાગ લઈ તૃપ્ત થયા હતાં.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/22-08-14Vyara mahapooja{/gallery}

( ૩) તા.૨૩/૮ના વલસાડ પૂ.નીમુબેન સાકરીયા અને બહેનોએ પટેલ સમાજની વાડીમાં ભવ્ય મહાપૂજા કરી હતી. વલસાડ મંડળના ગુરૂસભાના મહિલાઓએ તો અંગત રીતે ૫૦-૭૫-૧૦૦ જેટલી મહાપૂજાઓ આ મહાપૂજા અભિયાન દરમ્યાન કરી હતી.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/23-08-14 valsad mandal mahapooja{/gallery}

આમ, મહાપૂજાનું અભિયાન પૂર્ણાહુતિની મહાપૂજાઓ હજુ બાકી રહેલી થઈ રહી છે.

( ૪) તા.૨૪/૮/૧૪ રવિવારે લંડન ગુરૂહરિ પપ્પાજીની પ્રસાદીની ધરતી પર પ્રસાદીના હરિભક્તોની એક સરસ શિબિર થઈ. ભાઈઓ-બહેનોની બે વિભાગમાં “આઈવરી હીથ હૉલમાં” પૂ.અરૂણાબેન, પૂ.દિલીપભાઈ ભોજાણી ગુણાતીત મિશન કમિટિ આયોજીત ખૂબ સરસ શિબિર “પપ્પાજીનો રાજીપો શેમાં” એ વિષય ઉપર થઈ હતી.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/24-08-14 uk mandal mahapooja bhaio{/gallery}

સોનામાં સુગંધ ભળે તેમ આ સમયે ભારતથી આવેલ મોટેરાં બહેનો ભાઈઓ અહીં હાજર હતાં. પ.પૂ.જશુબેન, પ.પૂ.હેમાબેન ભટ્ટ, પૂ.ડૉ.નિલાબેન નાણાવટી, પૂ.પિયૂષભાઈ, પૂ.વિરેનભાઈ વગેરેનો લાભ શિબિરાર્થીઓને મળ્યો હતો. ગુરૂહરિ પપ્પાજીના સાંનિધ્યે તેવી શિબિર થઈ. બધને ખૂબ દિવ્ય આનંદ આવ્યો હતો. ખરેખર “પપ્પાજીનો રાજીપો શામાં” એવું અનુભવાયું હતું.

( ૫) તા.૩૧/૮/૧૪ રવિવાર ગુરૂહરિશ્રીપપ્પાજી મહારાજનો ૯૮મો પ્રાગટ્યદિન

પપ્પાજીનું પ્રાગટ્ય ૧લી સપ્ટેમ્બર “World Peace Day” તરીકે ઉજવાય છે. આજે રવિવાર તેથી બધા મુક્તો લાભ લઈ શકે તે હેતુથી આગલા દિવસે ઉજવી રહ્યાં છીએ. પરંતુ ખરેખર તો પપ્પાજી હંમેશા ‘before time’ હોય છે. એમની એ સ્મૃતિએ જાણે આજે ઉજવણી ગોઠવી ન હોય !

સભાના પ્રારંભે જ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન અને સદ્દગુરૂ A પધારી ગયા હતાં. તેઓનાં સાંનિધ્યે સભાનો પ્રારંભ થયો.

સભા સંચાલક પૂ.ઝરણાબેન દવેએ ગુરૂહરિ પપ્પાજીના જીવન વૃત્તાંત સભાના પ્રારંભે કરીને સહુના અંતરમાં ગુરૂહરિ પપ્પાજીના મહિમાની જ્યોત અશ્રુભીની આંખે પ્રજ્જવલીત કરી હતી.

આહ્વાન શ્ર્લોક બાદ સ્વાગત પુષ્પાર્પણ ગૃહી-ત્યાગી સર્વે વતી થયું.

ગૃહસ્થ સમાજ તરફથી ગુરૂહરિ પપ્પાજીને પુષ્પાર્પણ કર્યા હતાં. પૂ.કુમુંદબેન ચાવડા (લંડન) એ લંડન સમાજ વતી ગુરૂહરિ પપ્પાજીને પુષ્પાર્પણ કર્યા હતાં.

ગુણાતીત પ્રકાશના ભાઈઓ વતી પૂ.અતુલભાઈ (માણાવદર) અને ગુણાતીત જ્યોતના બહેનો વતી પૂ.ડૉ.કમલાબેને પુષ્પાર્પણ કર્યા હતાં.

{gallery}images_in_articles/newsletter/2014/Aug/31-08-14 Guruhari pappaji 98th pragtyadin{/gallery}

અનુભવ દર્શન અને માહાત્મ્યગાન

– સદ્દગુરૂ સ્વરૂપ પૂ.હંસાબેન ગુણાતીતે કરાવ્યું હતું. ગુરૂહરિ પપ્પાજીના જીવન કાર્યની સ્મૃતિની વાત પ્રારંભથી તારદેવથી માંડીને આ જ્યોતની સ્થાપના થઈ ત્યારની અને છેક સુધીની વાત કરીને ગુરૂહરિ પપ્પાજીનું યથાર્થ માહાત્મ્યદર્શન કરાવ્યું હતું.

– પૂ.ઊર્મિબેન પટેલ (ગુણાતીતજ્યોત)

ગુરૂહરિ પપ્પાજીના પ્રેક્ટીકલ વર્તન અનુભવના બે-ત્રણ ઉદાહરણો આપીને પ્રભુ સ્વરૂપ ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્ય દર્શન પૂ.ઉર્મિબેન કરાવીને વચને જીવન જીવવાની યાચના આપણા સહુ વતી કરી હતી.

ગુરૂહરિ પપ્પાજીનું સ્વાગત તથા આશીર્વાદ ર્દશ્ય+શ્રાવ્ય માધ્યમ દ્વારા લીધા હતાં. T.V સ્ક્રીન પર વિડિયો દ્વારા ગુરૂહરિ પપ્પાજીનાં દર્શન ૧૮ વર્ષ પહેલાના કરાવ્યાં હતાં અને આશીર્વાદ પણ લીધા હતા. જાણે સાક્ષાત પપ્પાજી પધાર્યા તેવી અનુભૂતિ અને દર્શન થયાં હતાં.

– પૂ.રિતેશભાઈ અગ્રવાલ

ગુરૂહરિ પપ્પાજીના જીવનના ૫-૭ પ્રસંગો કહીને પૂ.રિતેશભાઈ અગ્રવાલે સેવાના ૧૫૦% માર્કસ લેવાની યાચના કરી હતી. તથા નિર્દોષબુધ્ધિ કર્તાહર્તા પ્રભુને માનવાની વાત ગુરૂહરિ પપ્પાજીનો પ્રસંગ સ્પેશીયલ ટ્રેન વખતનો કહીને તેવી માંગણી કરી હતી.

– પૂ.દિવ્યાબેન પટેલ રચિતભજન ગવાયું હતું. “મહિમાની મોસમ છે સુખ છલકાયે…” ગાયક-વાદ્ય વૃંદના બહેનોએ ખૂબ સરસ ગાયું સંભળાવ્યું. ત્યારબાદ પૂ.દિવ્યાબેને ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો.

પૂ.હેમાબેન ભટ્ટની આજે અમૃત જયંતી અને પૂ.ઈલાબેન ઝાલાવાડિયાની સુવર્ણ જયંતી છે. તે બંને બહેનોએ આજે ગુરૂહરિ પપ્પાજીને હાર અર્પણ કર્યો હતો. ૭૫+૫૦=૧૨૫% માર્કસ આપણે સહુ દરેક સેવાના લઈ શકીએ એવી પ્રાર્થના સભા સંચાલકે સર્વ મુક્તો વતી કરી હતી.

– હાલોલ મંડળ તરફથી પૂ.કિરણભાઈ શાહે ગુરૂહરિ પપ્પાજીને પુષ્પ બાસ્કેટ અર્પણ કરી હતી.

– પૂ.પ્રકાશભાઈ (પાઈસાહેબ)

ગુરૂહરિ પપ્પાજીના અનુભવ જે તેઓને થયા હતાં તે આજે તેઓએ સ્વમુખે ઈંગ્લીશ+હિન્દી ભાષામાં ખૂબ ભક્તિભાવે ભક્તો સમક્ષ રજૂ કર્યા હતાં કે ગુરૂહરિના આશીર્વાદથી જ સર્વ કાંઈ સારૂં બને છે. તે વાત અને સેવાની યાચના અને પ્રાર્થના કરી હતી.

– પૂ.હરિશભાઈ પંચાલ

પોતાના જીવનનો મોટો અનુભવ ગુરૂહરિ પપ્પાજીનો તેઓએ સવિસ્તાર કહ્યો. ગાડીનો એક્સીડન્ટ થયો અને ગાડી દબાઈ ગઈ. બંને મિત્રોને ખાસું વાગ્યુ છતાંય એક મિનીટમાં મટી ગયું. એક ટાંકો કે ફેક્ચર ના આવ્યું. એ મોટો ચમત્કાર અને અનુભવ હતો.

– પૂ.કલ્પેશભાઈએ ‘ગુરૂહરિ પપ્પાજીનો દાસભાવ અને આંતરિક રાંકભાવ’ વિષેના અનુભવદર્શન ઉદાહરણ કહીને કરાવ્યું હતું.

  – પૂ.સુખદાબેન (ગુણાતીતજ્યોત)

તેમણે આખી સભાના મુક્તો વતી અનોખી રીતે ગુરૂહરિ પપ્પાજીને પ્રાર્થનાભાવ અર્પ્યો હતો. ૯ નંગ પુષ્પોના ફ્લાવર વાઝમાં ૯ યાચના પત્રો હતાં. ગુરૂહરિ પપ્પાજીના લખેલા લેખમાંથી ચૂંટીને પ્રાર્થનાઓ હતી. ગુરૂહરિ પપ્પાજીએ યોગીબાપાએ મહારાજને હંમેશા પ્રાર્થનાઓ કરીને શીખવ્યું છે કે આપણે શું પ્રાર્થના કરવી જોઈએ. આમ, ગુરૂહરિ પપ્પાજીની શીખ પ્રમાણેનો પ્રાર્થનાભાન આજે સહુ મુક્તો વતી સુખદાબેને ૯ મુક્તો દ્વારા ધર્યો હતો. આનંદ બ્રહ્મની રીતે જ્ઞાન-પ્રાર્થના ધરી હતી. ત્યારબાદ પૂ.સુખદાબેને પોતાના અનુભવની વાત કરી હતી.

– પૂ.ભાવનાબેન મહેતા (ગુણાતીતજ્યોત)

ગુરૂહરિ પપ્પાજીના વચનની સ્મૃતિઓ કહીને ગુરૂહરિ પપ્પાજીનું માહાત્મ્યગાન કર્યું હતું. અને યાચના કરી હતી કે, “તારા ચરણે શીશ નમાવું…” એ ભજનની ટૂંક ગાઈને પોતાના દિલનો ભાવ રજૂ કર્યો હતો.

– પૂ.ડૉ.નીલમબેન

આજે પૂ.નિલમબેને અપરંપાર મહિમા અનુભવ પ્રસંગો કહીને ગાયો. તથા પ્રાપ્તિનો મહિમા સમજાવ્યો. અને છેલ્લે પપ્પાજીનો શ્ર્લોક ‘જેની વાણી વિષે…” ગવડાવ્યો. અને ધ્યાન કરાવી અનોખી રીતે સાચું વક્તવ્ય પૂરૂં કર્યું. (અંતરમાં પ્રત્યક્ષને ધારવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.) જેની વાણી વિષે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિન્તુ થૈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુમાં રહી, જીવે જે અલમસ્ત સ્વામીશ્રીજીમાં છે મોક્ષદાતા વાળી, પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહુ ભાવથી.

– પ.પૂ.જ્યોતિબેન

આવા સમૈયા દરમ્યાન આપણને પ્રત્યક્ષ પ્રભુ છે જ એવો અનુભવ વધતો જાય. રોજ જ આપણે આવા અનુભવો કરતાં રહીએ અને ગુરૂહરિ પપ્પાજીનો પ્રાગટ્યદિન “World Peace Day” છે તો આપણી અંદરની જે દુનિયા છે તેમાં શાંતિ વર્તે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતાં.

પૂ.હર્ષાબેન પટેલ (ગુરૂહરિ પપ્પાજીના શબ્દોમાં સ્વર કિન્નરી) નો આજે ૫૫મો પ્રાગટ્યદિન છે. પૂ.હર્ષાબેને ગુરૂહરિ પપ્પાજીને પાયલાગણ કર્યું અને પ.પૂ.જ્યોતિબેન-પ.પૂ.દેવીબેનને પાયલાગણ કરી આશીર્વાદ લીધા હતાં. અને અંતમાં પૂ.હર્ષાબેને પ્રભુ પ્રાગટ્યના ભજનની ટૂંક ગવડાવીને સ્વામિનારાયણ મંત્રથી સભાની પૂર્ણાહુતિ કરી હતી.

આમ, દરેક સમૈયા ઉત્સવ દરમ્યાન ગુરૂહરિ પપ્પાજીની હાજરીનો અનુભવ સતત થતો હોય છે. અત્રે સર્વે સ્વરૂપોની તબિયત સરસ છે. અત્રેના સર્વે સ્વરૂપો મુક્તો વતી આપ સર્વને ભાવભર્યા જય સ્વામિનારાયણ !

એ જ જ્યોત સેવક P.71ના પ્રણામ સહ જય સ્વામિનારાયણ