01 to 15 Dec 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! અહીં આપણે શ્રી ગુણાતીત જ્યોતમાં ઉજવાયેલા સમૈયાની સ્મૃતિ તા.૧ થી ૧૫ ડીસેમ્બરની કરીશું. (૧) તા.૧/૧૨/૧૨ કીર્તન આરાધના સાંજે ૭.૩૦ થી ૯.૦૦ હોય છે તે મુજબ પપ્પાજી હૉલમાં પ્રથમ બહેનોએ ભજન ગાયા અને ત્યારબાદ ભાઈઓએ ભજનોની રમઝટ મચાવી સહુને બ્રહ્માનંદ સભર કર્યા.
